SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસાનો વ્યવહાર ૧ ૧ ૧ ૧ ૧ ૧ પૈસાનો વ્યવહાર દાદાશ્રી : હા, એટલે ઉધારની વાત કોઈ કરે નહીં. આ વાત કરે નહીં. આ વાત કંઈ ગમે છે બધી. મેં કહી તે વાત ? પ્રશ્નકર્તા : બરોબર છે. દાદાશ્રી : છેવટે તો જાણવું પડશે ને ? સરવૈયું જાણ્યા વગર ચાલશે ? આ બધા મહાત્માઓ સરવૈયું જાણીને બેઠા છે. એટલે નિરાંતે બેઠા છે ને ? હવે છે કશી ભાંજગડ ? સરવૈયું જાણે એટલે પછી નિરાંત થઈ ગઈ ! મમતા - રહિતતા મૂઆ, પીછે ય ચાલશે.... ઘરમાં સુખ હોત તો કોઈ માણસ મોક્ષ ખોળત નહીં ને ! આ તો સંસાર છે એટલે એવું જ હોય, પણ બે ટાઈમ ખાવા મળે છે ને ! ખમીસ પહેરવા મળે છે ને ! પ્રશ્નકર્તા : પણ પૈસાનું સુખ નથી. દાદાશ્રી : આપણને ખાવા તો મળે છે ને. આ મુંબઈ ગામમાં તો બધા પૈસા સારુ દોડે છે. ધનની ઇચ્છા છે ને બધાને ! આપણે સંતોષ રાખીએ. આપણો હિસાબ હશે તો મળશે. હિસાબ લાવ્યો હોય તો હિસાબની બહાર તો એકદમ મળી ન જાય ને ? કેટલું ધન ભેગું કરવું છે ? પ્રશ્નકર્તા : જિંદગી સુધી ભેગું કરવું છે. દાદાશ્રી : પણ પછી સાથે કશું લઈ જવાનું નહીં, તો ય આવી દોડધામ કોણ કરે ?
SR No.008864
Book TitlePaisa No Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size189 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy