SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસાનો વ્યવહાર પૈસાનો વ્યવહાર મારું હશે તો આવશે, નહીં આવે તો ગયું. પણ આવાં ભૂતાને પાછાં ના બોલાવે. વગર કામનાં ભૂતાં પજવ પજવ કરે. હજુ જીતવાનું તો જીતાશે ત્યારે પણ તે પહેલાં તો “અક્કલ વગરના છો, ગધેડા !” કહેશે. આ અક્કલના કોથળા ! અને આ માણસ ! ગધેડો નહીં ! બધે આવું બોલાય ? આપણે ત્યાં પેલા ભક્ત છે. ને, વકીલ, તે કહે છે, અમે ય એવું બોલીએ છીએ. અલ્યા કઈ જાતના નંગોડ છે તે ? એ તો સારું છે, બિચારા માણસો સુંવાળા તો સાંભળી લે છે, નહીં તો જોડો મારે તમને, તો શું કરો ? અમારા ભાગીદાર એક વકીલને ત્યાં ગયા હતા. તે એમનો કેસ જલદી ચલાવ્યો નહીં, પણ પૈસા આપી આવેલા. ત્યારે કહે, સાહેબ, પૈસા મને પાછા ન આપશો. પણ મારો કેસ પાછો આપો ત્યારે પેલાએ શું કહ્યું ? કૂતરું કૈડાવીશ, જો ફરી આવ્યા છો તો ? શું થાય છે ? તે પછી મહાપરાણે કેસ લઈ આવ્યા પાછા. એની પાસેથી પૈસા ના લીધા. મહાપરાણે સમજાવી-પટાવીને કેસ લઈ આવ્યા. પાછા બીજા વકીલને કેસ આપ્યો. એ જૈન હતા ને મોટા પ્રખર હતા. ત્યાં આગળ કેસ આપી આવ્યો. ત્યાં આગળ નવને બદલે સવા નવ થયા ત્યારે વકીલ કહે છે, ‘તમે કૂતરા જેવા છો, ગધેડા જેવા છો, મારો ટાઈમ બગાડ્યો.' ત્યારે આ ભાઈ કહે છે, ‘તમે જૈન થઈને આવું બોલો છો ? તો બીજા લોકો શું બોલશે ? મુસલમાનો બધા શું બોલશે ? આવી શર્ત છે ?” વકીલ કહે, ‘તમે મને જગાડ્યો, તમે મને જગાડ્યો, જૈન થઈને ના બોલાય મારાથી. પણ આ તો બોલી દેવાય છે મારાથી.’. અમારા ભાગીદારે એવું કહ્યું, કે જૈન થઈને શું બોલો છો આ તમે ? જૈનનાં આવાં લક્ષણ હોય ? જૈન તો કેવી ડહાપણવાળી વાણી બોલે ? હોય લક્ષણ એવાં ? વૈષ્ણવનાં એવાં લક્ષણ હોય ? એમ કેડવા જાય ? આ તો બાયડી જોડે વઢવાડ થાય. તેમાં મારી ઉપર શું કાઢે છે રીસ ? વઢવાડ બાયડી ઉપર અને રીસ આપણી ઉપર કાઢે ! પ્રશ્નકર્તા: આવી રીતે વર્તીએ તો અસીલો અમને ખરી હકીકત કહે નહીં ને કોર્ટમાં મરી જઈએ, કોઈ વખત એવું કહે છે. દાદાશ્રી : બહારનાં કાઢે છે એ ! પછી કરાવે વસુલ કુદરત ! તમારી પાસેથી કોઈ રૂપિયા લઈ ગયું, પછી ત્રણ કે ચાર વર્ષ થઈ જાય, તો આપણી રકમ વખતે કોર્ટના કાયદાની બહાર જતી રહે, પણ નેચરનો કાયદો આ લોકો તોડી શકે નહીં ને ! નેચરના કાયદામાં રકમ વ્યાજ સાથે પાછી આપે છે. અહીંના કાયદામાં કશું ના મળે, આ તો સામાજિક કાયદો છે. પણ પેલા નેચરના કાયદામાં તો વ્યાજ સાથે મળે છે. એટલે કોઈ જગ્યાએ કોઈ આપણા રૂપિયા ત્રણસો ના આપતું હોય તો આપણે એની પાસે લેવા જઈએ. પાછા લેવા માટે કારણ શું છે ? કે આ ભાઈ રકમ જ નથી આપતો તો કુદરતનું વ્યાજ તો કેટલું બધું હોય. સો બસો વર્ષમાં તો કેટલી રકમ થઈ જાય.. ?! એટલે આપણે એની પાસે ઉઘરાણી કરીને પાછા લઈ લેવા જોઈએ. એટલે બિચારો એટલો બધો જોખમમાં તો ના ઉતરે. પણ પેલો આપે જ નહીં ને જોખમમાં ઉતરે તેના આપણે પછી જોખમદાર નથી. પ્રશ્નકર્તા : કુદરતના વ્યાજનો દર શું છે ? દાદાશ્રી : નેચરલ ઈન્ટરેસ્ટ ઈઝ વન પર્સન્ટ પર બાર મહિને. એટલે સો રૂપિયે એક રૂપિયો ! વખતે તે ત્રણસો રૂપિયા ના આપે તો કશો વાંધો નહીં. આપણે કહીએ કે હું ને તું બે દોસ્ત. આપણે પત્તા સાથે રમીએ. કારણ કે આપણી રકમ કશી જવાની તો નથી ને ! આ નેચર એટલી બધી કરેક્ટ છે કે તમારો વાળ એકલો જ ચોરી લીધો હશે, તો યે પણ એ જવાનો નથી. નેચર બિલકુલ કરેક્ટ છે. પરમાણુ પરમાણુ સુધીનું કરેક્ટ છે. માટે વકીલ રાખવા જેવું જગત જ નથી. મને ચોર મળશે, બહારવટિયો મળશે એવો ભય પણ રાખવા જેવો નથી. આ તો પેપરમાં આવે કે આજે ફલાણાને ગાડીમાંથી ઉતારીને દાગીના લૂંટી લીધા, ફલાણાને મોટરમાં માર્યા ને પૈસા લઈ લીધા. ‘તો હવે સોનું પહેરવું કે ના પહેરવું ?” ડોન્ટ વરી ! કરોડ રૂપિયાનાં રત્નો પહેરીને ફરશો તો ય તમને કોઈ અડી શકે એમ નથી. એવું આ જગત છે. અને તે બિલકુલ કરેક્ટ છે. જો તમારી જોખમદારી હશે તો જ તમને અડશે. તેથી અમે કહીએ છીએ કે તમારો ઉપરી કોઈ બાપો ય નથી. માટે ‘ડોન્ટ વરી !' (ચિંતા કરશો નહીં) નિર્ભય થઈ જાવ !
SR No.008864
Book TitlePaisa No Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size189 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy