SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ-પુણ્ય પાપ-પુણ્ય વખતે પણ ચિત્ત બરોબર રહે નહીંને ! પાપાનુબંધી પુણ્ય ! પૂર્વના પુણ્યથી આજે સુખ ભોગવે છે, પણ ભયંકર પાપના અનુબંધ બાંધે છે. અત્યારે બધે પાપાનુબંધી પુણ્ય છે. કોઈ શેઠને એવો બંગલો હોય ત્યારે સુખેથી બંગલે ના રહી શકે. શેઠ આખો દિવસ પૈસાને માટે બહાર હોય. જ્યારે શેઠાણી મોહબજારમાં સુંદર સાડી પાછળ હોય ને શેઠની દીકરી મોટર લઈને ફરવા નીકળી હોય. નોકર એકલાં ઘેર હોય અને આખો બંગલો ભેલાઈ જાય. બધું પુણ્યના આધારે બંગલો મળ્યો, મોટર મળી, ફ્રીજ મળ્યું. એવું પુણ્ય હોવા છતાં પાપનો અનુબંધ બાંધે તેવાં કરતૂત હોય. લોભ-મોહમાં સમય જાય અને ભોગવી પણ ના શકે. પાપાનુબંધી પુણ્યવાળા લોકો તો વિષયોની લૂંટબાજી જ કરે છે. એટલે તો બંગલો છે, મોટરો છે, વાઈફ છે, છોકરાં છે, બધું છે પણ આખો દહાડો હાય, હાય, હાય, હાય, પૈસા ક્યાંથી લાવું ? તે આખો દહાડો નર્યા પાપ જ બાંધ્યા કરે. આ ભવમાં પુણ્ય ભોગવે છે અને આવતા ભવનું પાપ બાંધી રહ્યો છે. આખો દહાડો દોડધામ દોડધામ અને કેવું ? બાય, બોરો એન્ડ સ્ટીલ. કોઈ કાયદો નહીં. બાય તો બાય, નહીં તો બોરો, નહીં તો સ્ટીલ. કોઈ પણ રસ્તે એ હિતકારી ના કહેવાય. અત્યારે તમારા શહેરમાં આજુબાજુ પુણ્ય બહુ મોટું દેખાય છે. એ બધું પાપાનુબંધી પુણ્ય છે. એટલે પુણ્ય છે, બંગલા છે, મોટરો છે, ઘેર બધે સગવડ છે, એ બધું પુણ્યના આધારે છે, પણ એ પુણ્ય કેવું છે ? એ પુણ્યમાંથી વિચાર ખરાબ આવે છે, કે કોનું લઈ લઉં, ક્યાંથી લુંટી લઉં, ક્યાંથી ભેગું કરું ? કોનું ભોગવી લઉં ? એટલે અણહકની ભોગવવાની તૈયારીઓ હોય, અણહકની લક્ષ્મી ય પડાવી લે, એ પાપાનુબંધી પુણ્ય ! મનુષ્યપણું એટલે મોક્ષે જવાનો ટાઈમ મળ્યો હોય ત્યારે આ તો ભેળું કરવામાં પડ્યો હોય, એ પાપાનુબંધી પુણ્ય છે. એમાં પાપ જ બંધાયા કરે. એટલે એ રખડાવી મારે એવું પુણ્ય છે. કેટલાંક લોકો તો નાના સ્ટેટના ઠાકોર હોયને એવી જાહોજલાલીથી જીવે છે. કરોડો રૂપિયાના ફલેટમાં રહે છે. પણ જ્ઞાનીઓ શું જોતાં હશે ? જ્ઞાનીઓને કરુણા આવે બિચારાને માટે ! જેટલી કરુણા બોરીવલીવાળા ઉપર ના આવે એટલી કરુણા આમની ઉપર આવે. શાથી એમ ? પ્રશ્નકર્તા: કારણ કે આ તો પાપાનુબંધી પુણ્ય છે એટલે. દાદાશ્રી : પાપાનુબંધી પુણ્ય તો છે, પણ ઓહોહો, આ લોકોની બરફ જેવી પર્ય છે. જેમ બરફ ઓગળે એમ નિરંતર ઓગળ્યા જ કરે છે, એ જ્ઞાનીઓને દેખાય કે આ ઓગળી રહી છે ! માછલાં તરફડે એમ તરફડી રહ્યા છે ! એનાં કરતાં બોરીવલીવાળાની પાણી જેવી પુણ્ય, તે વળી ઓગળવાનું શું રહ્યું ? આ તો ઓગળી રહી છે. એમને ખબર નથી ભોગવનારાને અને તે બધો કઢાપો-અજંપો, ભોગવવાનું રહ્યું છે જ ક્યાં ! અત્યારે આ કળિયુગમાં ભોગવવાનું શેનું આ ? આ તો કદરૂપું દેખાય ઉછું. આજથી સાઈઠ વર્ષ ઉપર જે રૂપ હતું એવું તો રૂપ જ નથી અત્યારે. શાંતિનું મુંબઈ હતું. - હવે એ રૂપ જ નથી. સાઈઠ વર્ષ ઉપર તો મરીનલાઈન્સ રહ્યા હોય ને તો દેવગતિ જેવું લાગે. અત્યારે તો બેબાકળાં દેખાય છે ત્યાં ! આખો દહાડો અકળાયેલો ને મુંઝાયલો એવા તેવા માણસ દેખાય છે. તે દહાડે તો સવારના પહોરમાં બેસીને પેપર વાંચતા હોય ત્યારે બધા દેવલોકો પેપર વાંચતા હોય એવું લાગે. કઢાપો નહીં, અજંપો નહીં. સવારના પહોરમાં મુંબઈ સમાચાર આવ્યું હોય, બીજા પેપર હતા પણ એનાં નામ અલોપ થઈ ગયા બધા. હું ય મરીન લાઈન્સ ઉતરતો હતો. પણ લોકોને તો શાંતિ બહુ તે વખતે ! આટલી હાય હાય નહીં. આટલો લોભ નહીં, આટલો મોહ નહીં, આટલી તૃષ્ણા નહીં અને ચોખ્ખા ઘીની તો શંકા જ ના કરવી પડે. શંકા જ ના આવે. અત્યારે તો ચોખ્ખું લેવા જાય તો ય ના મળે. મલબાર હિલ જેવડું પુણ્ય હોય પણ બરફના ડુંગર છે એ પુણ્ય. મોટો મલબાર હિલ જેવડો બરફ હોય પણ તે દહાડે દહાડે શું થયા કરવાનું ? ચોવીસે કલાક ઓગળ્યા જ કરે નિરંતર. પણ એને પોતાને ખબર નથી આ મલબાર હિલમાં કે આ બધે રહેનારા લોકોને, ટોપ કલાસના લોકોને ખબર નથી કે આપણું શું થઈ રહ્યું છે ? દિન-રાત પુણ્ય ઓગળ્યા જ કરે છે આ તો કરુણા ખાવા જેવા હાલ છે ! અહીંથી શું
SR No.008863
Book TitlePap Punya
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1998
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Akram Vigyan, B000, B020, K000, & K010
File Size327 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy