SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુ સમયે, પહેલાં ને પછી... અમે આખા જગત જોડે આવી રીતે નિવારણ કરેલું. પહેલું આવું નિવારણ કરેલું, ત્યારે તો આ છૂટકો થયો. જ્યાં સુધી અમારો દોષ તમારા મનમાં છે, ત્યાં સુધી મને જંપ ના વળવા દે ! એટલે અમે જ્યારે આવું પ્રતિક્રમણ કરીએ ત્યારે ત્યાં આગળ ભૂંસાઈ જાય. મૃત્યુ પામેલાતાં પ્રતિક્ર્મણો ? પ્રશ્નકર્તા : જેની ક્ષમાપના માંગવાની છે તે વ્યક્તિનો દેહવિલય થઈ ગયો હોય તો તે કેવી રીતે કરવું ? ૪૫ દાદાશ્રી : દેહવિલય પામી ગયેલો હોય, તોય આપણે એનો ફોટો હોય, એનું મોઢું યાદ હોય, તો કરાય. મોટું સ્ટેજ યાદ ના હોય ને નામ ખબર હોય તો નામથી ય કરાય, તો એને પહોંચી જાય બધું. પ્રશ્નકર્તા : એટલે મરી ગયેલી વ્યક્તિ માટે પ્રતિક્રમણો કેવી રીતે કરવાનાં ? દાદાશ્રી : મન-વચન-કાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, મરેલાનું નામ તથા તેના નામની સર્વ માયાથી, નોખા એવા એના શુદ્ધાત્માને સંભારવાના, ને પછી ‘આવી ભૂલો કરેલી’ તે યાદ કરવાની (આલોચના). તે ભૂલો માટે મને પશ્ચાતાપ થાય છે અને તેની માટે મને ક્ષમા કરો (પ્રતિક્રમણ). તેવી ભૂલો નહીં થાય એવા દ્રઢ નિશ્ચય કરું છું, એવું નક્કી કરવાનું (પ્રત્યાખ્યાન). ‘આપણે’ પોતે ચંદુભાઈના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ, અને જાણીએ કે ચંદુભાઈએ કેટલાં પ્રતિક્રમણ કર્યા, કેટલાં સુંદર કર્યા અને કેટલી વાર કર્યા. ܀ ܀ ܀ ܀ અંતિમ સમયની પ્રાર્થતા ! હે દાદા ભગવાન, હે શ્રી સીમંધર સ્વામી પ્રભુ, હું મન-વચન-કાયા * તથા * ના નામની સર્વમાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ આપ પ્રગટ પરમાત્મ સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હે દાદા ભગવાન, હે શ્રી સીમંધર સ્વામી પ્રભુ, હું આપનું અનન્ય શરણું લઉં છું. મને આપનું અનન્ય શરણું હોજો. છેલ્લી ઘડીએ હાજર રહેજો. મને આંગળી ઝાલીને મોક્ષે લઈ જજો. ઠેઠ સુધીનો સંગાથ કરજો. હે પ્રભુ, મને મોક્ષ સિવાય આ જગતની બીજી કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી. મારો આવતો ભવ આપના ચરણમાં ને શરણમાં જ હોજો. ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલ્યા કરવું. * (અંતિમ સમય જેનો આવી ગયો તેવી વ્યક્તિ, પોતાનું નામ લે.) (આ પ્રમાણે તે વ્યક્તિએ વારંવાર બોલવું અથવા કોઈએ એ વ્યક્તિ પાસે વારંવાર બોલાવવું.) મૃત્યુ પામેલી વ્યક્તિ પ્રત્યે પ્રાર્થના ! પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ સીમંધર સ્વામીની સાક્ષીએ, દેહધારી * ના મન-વચન-કાયાના યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે * જ્યાં હોય ત્યાં સુખ-શાંતિને પામો. મોક્ષને પામો. આજ દિનની અદ્યક્ષણ પર્યંત મારાથી * પ્રત્યે રાગ-દ્વેષ, કષાયો થયાં હોય, તેની માફી માગું છું. હૃદયપૂર્વક પસ્તાવો કરું છું. મને માફ કરો અને ફરી એવાં દોષો ક્યારેય પણ ના થાય એવી શક્તિ આપો. * મૃત્યુ પામેલી વ્યક્તિનું નામ લેવું. (આ પ્રમાણે પ્રાર્થના વારંવાર કરવી. પછી જેટલી વખત મૃત્યુ પામેલી વ્યક્તિ યાદ આવે ત્યારે ત્યારે આ પ્રાર્થના કરવી.)
SR No.008861
Book TitleMrutyu Samaya Pahela Ane Pachi
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2000
Total Pages29
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size321 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy