SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુ સમયે, પહેલાં ને પછી... ૩૩ મૃત્યુ સમયે, પહેલાં ને પછી.... હોય ને આત્મા ના હોય તોય કશું ના ચાલે. આ બધાં સમુચ્ચય ‘કૉઝીઝ' છે. ગર્ભમાં જીવ ક્યારે પ્રવેશે ? પ્રશ્નકર્તા: સંચાર થાય ત્યારે જ જીવ આવે છે, પ્રાણ આવે એવું વેદોમાં કહે છે. દાદાશ્રી : ના, એ બધી વાતો છે તે અનુભવની નહીં, સાચી વાત નહીં આ બધી. એ લૌકિક ભાષાની, જીવ વગર કોઈ દહાડોય ગર્ભ બંધાય નહીં. જીવની હાજરી હોય તો ગર્ભ બંધાય, નહીં તો બંધાય નહીં. એ પહેલાં છે તે ઈડાની પેઠ બેભાન અવસ્થામાં રહે છે. પ્રશ્નકર્તા : મરઘીના ઈડામાં કાણું પાડીને પછી જીવ પેઠો ? દાદાશ્રી : ના, એ તો આ લૌકિકમાં એવું. લૌકિકમાં તમે કહો છો, એવું જ લખેલું છે. કારણ કે ગર્ભ બંધાવો તે કાળ, બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, કાળ હલ ભેગો થાય ત્યારે બંધાય છે. નવ મહિના મહીં જીવ રહે ત્યારે પ્રગટ થાય અને સાત મહિનાનો જીવ હોય તો અધૂર માસે આવ્યું માટે કાચું હોય, એનું મગજ-બગજ બધું કાચું હોય છે. બધાં અંગ કાચાં હોય, સાત મહિને આવ્યો એટલે અને અઢાર મહિને આવ્યો તો એ વાત જ જુદી, બહુ હાઈ લેવલ મગજ હોય. એટલે નવ મહિનાથી વધારે જેટલા મહિના થાયને, એટલું એનું ટોપ મગજ હોય જાણો છો એવું ? કેમ બોલતા નથી ? તમે સાંભળેલું નહીં કે આ અઢાર મહિનાનો છે એવું ! સાંભળેલું ? પહેલાં સાંભળ્યું નહીં હોય, નહીં ? કે જવા દો એની મા તો, અઢાર મહિનાનો છે, કહે છે ! એ તો બહુ હોંશિયાર હોય. એની માના પેટમાંથી બહાર નીકળે જ નહીં. અઢાર મહિના સુધી રોફ મારે ત્યાં. વચ્ચે સમય કેટલો ? પ્રશ્નકર્તા : એટલે આ દેહ છોડવાનો અને બીજો દેહ ગ્રહણ કરવાનો એ બે વચ્ચે આમ કેટલો સમય લાગે ? દાદાશ્રી : કશો જ સમય નહીં. અહીંયા પણ હોય, આ દેહમાંથી હજુ નીકળતો હોય અહીંથી અને ત્યાં યોનિમાં પણ હાજર હોય. કારણ કે આ ટાઈમિંગ છે, વીર્ય અને રજનો સંયોગ હોય તે ઘડીએ. અહીંથી દેહ છૂટવાનો હોય, ત્યાં પેલો સંયોગ હોય, એ બધું ભેગું થાય ત્યારે અહીંથી જાય. નહીં તો એ અહીંથી જાય જ નહીં, એટલે માણસ મર્યા પછી એ આત્મા અહીંથી સીધો જ બીજી યોનિમાં જાય છે. એટલે આગળ શું થશે, એની કોઈ ચિંતા કરવા જેવી નથી. કારણ કે મર્યા પછી બીજી યોનિ પ્રાપ્ત થઈ જાય છે જ અને એ યોનિમાં ત્યાં પેઠો કે તરત જ જમવા કરવાનું બધું મળે છે. એનાથી સર્જાય કારણ દેહ ! જગત ભ્રાંતિવાળું છે તે ક્રિયાઓને જુએ, ધ્યાનને જુએ નહીં. ધ્યાન આવતા અવતારનો પુરુષાર્થ છે અને ક્રિયા એ ગયા અવતારનો પુરુષાર્થ છે. ધ્યાન એ આવતા અવતારમાં ફળ આપનારું છે. ધ્યાન થયું કે એ વખતે પરમાણુ બહારથી ખેંચાય છે અને તે ધ્યાન સ્વરૂપ થઈ મહીં સૂક્ષ્મતાએ સંગ્રહ થઈ જાય છે અને કારણ દેહનું સર્જન થાય છે. જ્યારે ઋણાનુબંધથી માતાના ગર્ભમાં જાય છે ત્યારે કાર્યદેહનું બંધારણ થઈ જાય છે. માણસ મરે છે ત્યારે આત્મા, સૂક્ષ્મ શરીર તથા કારણ શરીર સાથે જાય છે. સૂક્ષ્મ શરીર દરેકને કોમન હોય છે, પણ કારણ શરીર દરેકનાં પોતે સેવેલાં કૉઝીઝ પ્રમાણે જુદાં જુદાં હોય છે. સૂક્ષ્મ શરીર એ ઇલેક્ટ્રિકલ બૉડી છે. કારણ-કાર્યની શૃંખલા ! મૃત્યુ પછી જન્મ ને જન્મ પછી મૃત્યુ છે, બસ. આ નિરંતર ચાલ્યા
SR No.008861
Book TitleMrutyu Samaya Pahela Ane Pachi
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2000
Total Pages29
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size321 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy