SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ માનવધર્મ ૧૫ પણ અન્યાય થયો જ નથી. એટલું બધું ન્યાયમાં રહે છે એ અને જે થઈ રહ્યું છે તે ન્યાય જ થાય છે. એવું જો જાણવામાં આવે એનું નામ જ્ઞાન અને જે થઈ રહ્યું છે એ ખોટું થયું, આ ખોટું થયું, આ સારું થયું એ બધું બોલે છે એ અજ્ઞાન કહેવાય. જે થઈ રહ્યું છે એ કરેક્ટ જ છે. અંડરહેન્ડ જોડે માતવધર્મ ! પોતાની જોડે કોઈ ગુસ્સે થયેલો હોય તે સહન થતું નથી અને આખો દહાડો બધા ઉપર ગુસ્સો કર્યા કરે છે. ત્યારે એ કેવી અક્કલ ?! એ માનવધર્મ ના કહેવાય. પોતાની જોડે સહેજેય ગુસ્સો થયો હોય એ સહન કરી શકતો નથી, એ માણસ આખો દહાડો બધા જોડે ગુસ્સો કર્યા કરે છે, તો પેલા દબાયેલા છે એટલે જ ને ? તો દબાયેલાને મારવું એ તો બહુ મોટો ગુનો કહેવાય. ઉપરીને મારવાનું. ભગવાનને કે ઉપરીને. કારણ કે ઉપરી છે, શક્તિશાળી છે. આ તો અન્ડરહેન્ડને શક્તિ છે નહીં. એટલે આખી જીંદગી મારે. અંડરહેન્ડ એટલે ગમે એવો ગુનેગાર હોય તોય મેં એને બચાવેલો. પણ ઉપરી તો, ગમે તેવો સારો હોય તોય મારે ઉપરી પોષાય નહીં અને મારે કોઈના ઉપરી થવું નથી. સારો હોય તો આપણને વાંધો નથી. પણ એનો અર્થ એ કાયમ એવો રહે નહીં ને ! એક જ ફેરો આપણને આધાશીશી ચઢે એવું બોલે, ઉપરી કોનું નામ કહેવાય કે અંડરહેન્ડને સાચવે ! તો ખરો ઉપરી તે. હું ખરો ઉપરી ખોળું છું. મારો ઉપરી થા, પણ ખરો ઉપરી થા. ડફળાવવા માટે અમે કંઈ જગ્યા નથી બા, તું ડફગાવું, અમે એના હારુ જન્મ્યા છીએ ? એવું તે શું આપી દેવાનો ? અને તમારે ત્યાં કોઈ નોકરી કરતું હોય તો તેને ક્યારેય પણ તરછોડશો નહીં, છંછેડશો નહીં. બધાને માનભેર રાખશો. કો'ક માણસથી શો ય લાભ થઈ જાય ! દરેક કોમમાં માનવધર્મ ! પ્રશ્નકર્તા : આ મનુષ્યોની ગતિ ચૌદ લાખ યોનિઓ, લેયર્સ છે બધા. પણ આ ખરી રીતે માનવ જાતિ તરીકે જોઈએ કે બાયોલોજીકલી તો કોઈનામાં ૧૬ માનવધર્મ કોઈ ફેરફાર દેખાય નહીં, બધા સરખા જ. પણ આમાં એમ સમજાય છે કે બાયોલોજીકલ ફેરફાર ન હોય પણ જે માનસ છે.... દાદાશ્રી : એ ડેવલપમેન્ટ છે. તેના ભેદ આટલા બધા છે. પ્રશ્નકર્તા : અલગ અલગ લેયર્સ હોવા છતાં પણ બાયોલોજીકલી બધા સરખા જ છે. તો પછી એનો કંઈક કોમન ધર્મ હોઈ શકે ને ? દાદાશ્રી : કોમન ધર્મ તો માનવધર્મ, એ પોતાની સમજણ પ્રમાણે માનવધર્મ બજાવી શકે. દરેક પોતાની સમજણ પ્રમાણે માનવધર્મ બજાવે પણ સમજણપૂર્વક માનવધર્મ બજાવતા હોય, એ ઉત્તમમાં ઉત્તમ કહેવાય. માનવધર્મ તો બહુ હાઈક્લાસ છે પણ માનવધર્મમાં આવે ને તો ! પણ લોકોમાં માનવધર્મ રહ્યો જ ક્યાં છે ? માનવધર્મ તો બહુ સુંદર છે પણ એ ડેવલપમેન્ટ પ્રમાણે હોય. અમેરિકનનો માનવધર્મ જુદો, આપણો માનવધર્મ જુદો. પ્રશ્નકર્તા : એમાંય ફેર આવે, દાદા ? કેવી રીતે ફેર આવે ? દાદાશ્રી : બહુ ફેર. આપણી મમતા અને એની મમતામાં ફેર હોય. એટલે ફાધર-મધર ઉપર આપણી જે મમતા હોય છે એટલી એને ના હોય. એટલે મમતા ઓછી હોવાથી એના ભાવમાં ફેર એટલો ઓછો હોય. પ્રશ્નકર્તા: જેટલી મમતા ઓછી હોય એટલો ભાવમાં ફેર પડી જાય ! દાદાશ્રી : એના પ્રમાણમાં જ માનવધર્મ હોય. એટલે એ આપણા જેવો માનવધર્મ ના હોય. એમનો માનવધર્મ તો, એ લોકો માનવધર્મમાં જ છે. લગભગ એંસી ટકા તો માનવધર્મમાં જ છે. આ એકલા આપણા લોકો જ નથી. બીજા બધા ય એના પ્રમાણમાં માનવધર્મમાં છે. માનવતાના પ્રકાર જુદા જુદા ! પ્રશ્નકર્તા : માનવ સમૂહ જે છે, એની જે સમજ છે, પછી જૈનો હોય,
SR No.008860
Book TitleManav Dharma
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2000
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size385 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy