SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર દાદાશ્રી : સ્વીકારી લઈને કામ આગળ ચલાવવું પડે. આપણો જ હિસાબ આ. કંઈ પારકો હિસાબ નથી અને તે લમણે લખેલા પાછાં. મેં જાણ્યું કે આ કાળમાં આવું ‘અનૂસર્ટિફાઈડ ફાધર્સ ને અસર્ટિફાઈડ મધર્સ’ શા હારું લખાઈ ગયું હશે ? હું ય વિચાર કરતો હતો કે આવા કંઈ શબ્દ બોલાતા હશે ? એક-બે જણે મને કહ્યું ય હતું કે “આવું આવું લખ્યું ?” મેં કહ્યું, ‘હા, લખ્યું.’ એવા ફાધર છે તે ખબર પડી જશે. સમજાવવાથી સુધરે સુપુત્રો છોડને તે વઢીને ઉછેરાય? પ્રેમથી પાણી પણ પીધળાયા પ્રશ્નકર્તા : આપણને એમ થતું હોય કે આનું ભલું થાય છે તો એને ટોકટોક કરીએ, તો એ નહીં સારુંને ? કોઈને વઢીએ, ટોકીએ, એનાં સારા માટે તો એ કરવું કે નહીં ? દાદાશ્રી : ના, એ તો આપણા હાથમાં નહીં. એ તો ટોકાય, એ કરવા જેવી વસ્તુ નહીં, પણ ટોકાય તે આપણે જોયા કરવાનું. આપણે ના કરવું હોય તો ય થઈ જાય એ તો. ના વઢવું હોય તો ય વઢી જવાય. એટલે એ આપણે જોયા કરવાનું કે આમ ન હોવું ઘટે, એવું આપણે મનમાં અભિપ્રાય રહેવો જોઈએ. પ્રશ્નકર્તા: હં, કે આમ નહીં કરવું. દાદાશ્રી : આમ હોવું ઘટે નહીં એવો આપણો અભિપ્રાય ફેર થયો એટલે આપણે છૂટા. આપણી જવાબદારી નહીં પછી. પ્રશ્નકર્તા : મૌનવ્રત લઈએ તો કેવું ? મૌન લઈએ તો, બોલવું જ
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy