SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર મા-બાપ છોકરાંનો વ્યવહાર જ્ઞાતી કંડારે મૂર્તિ ફાધરોતે આપે પતિ! દાદાશ્રી : મૂળ દોષ બાપનો જ. તે ભોગવે છે શાથી? આગળે ય આચાર બગડ્યા છે તેથી આ દશા થઈ છે ને ? જેનો કંટ્રોલ કોઈ અવતારમાં બગડતો નથી, તેને આવું હોય નહીં, અમે એ કહેવા માંગીએ છીએ ! પૂર્વકર્મ તો શાથી થયું ? આપણો મુળ કંટ્રોલ નથી ત્યારે ને ! એટલે અમે આમાં, કંટ્રોલમાં માનીએ છીએ. કંટ્રોલ માનવા માટે તમારે બધા એના કાયદા સમજવા જોઈએ. આ છોકરાંઓ અરીસો છે. છોકરાંઓ ઉપરથી ખબર પડે કે આપણામાં કેટલી ભૂલ છે ! શીલવાત, શીલ સંસ્કારે; વાઘ પણ ત્યાં સલામો ભરે! પ્રશ્નકર્તા : એવું ખરું કે છોકરાઓ બહુ ભણેલા હોય. એટીકેટવાળા હોય ! એની બુધ્ધિ બહુ વધેલી હોય મા-બાપ કરતાં પણ વધારે, તેથી પ્રોબ્લેમ થાય છે ? દાદાશ્રી : તે એ બુધ્ધિ અત્યારે વધી છે ને, એટલે આપણે સમજીને કામ લેવું જોઈએ. એવું છે, જો આપણામાં શીલ નામનો ગુણ હોય, તો વાઘ પણ ઠેકાણે રહે. તો છોકરાઓનું શું ગજું ? આપણા શીલમાં ઠેકાણું નથી તેની આ બધી ભાંજગડ છે. શીલમાં સમજી ગયા ને ?! પ્રશ્નકર્તા : શીલ કોને કહેવું, જરા વિસ્તારથી કહો ને, બધાને સમજાય એવું ! દાદાશ્રી : કિંચિત્ માત્ર દુઃખ દેવાના ભાવ ના હોય. કિંચિત્ પોતાના દુશ્મનને પણ દુઃખ દેવાના ભાવ ન હોય. એની મહીં છે તે સિન્સિયારિટી હોય, મોરાલિટી હોય. બધા જ ગુણો ભેગા થાય. કિંચિત્ માત્ર હિંસક ભાવ ના હોય. ત્યારે ‘શીલ’ કહેવાય. ત્યાં વાઘ ઠંડો થઈ જાય. પ્રશ્નકર્તા : એવું તો ક્યાંથી લાવે આજકાલનાં મા-બાપ ? દાદાશ્રી : તો પણ થોડા-ઘણાં, એમાંથી આપણે પચ્ચીસ ટકા જોઈએ કે ના જોઈએ ? પણ આપણે આ કાળને લઈને સાવ આઈસ્ક્રીમની ડીશો ખાધા કરે એવા થઈ ગયા છે. પ્રશ્નકર્તા : ફાધરનું કેવું ચારિત્ર હોવું જોઈએ ? દાદાશ્રી : છોકરા રોજ કહે કે પપ્પાજી અમને બહાર નથી ગમતું. તમારી જોડે જ બહુ ગમે છે એવું ચારિત્ર હોવું જોઈએ. પ્રશ્નકર્તા : આ તો ઊંધું, બાપ ઘરમાં હોય તો છોકરો બહાર જાય અને બાપ બહાર જાય તો છોકરો ઘરમાં હોય. દાદાશ્રી : છોકરાને ગમે નહીં પપ્પાજી વગર. પ્રશ્નકર્તા: તો એવું થવા માટે શું કરવું, પપ્પાએ ? દાદાશ્રી : હવે મને છોકરા મળે છે ને તે છોકરાને ગમતું નથી મારા વગર. ઈંડા મળે છે તે પૈડાઓને ય ગમતું નથી મારા વગર. જુવાન મળે છે તે જુવાનને ય ગમતું નથી મારા વગર. પ્રશ્નકર્તા : અમારે તમારા જેવું જ થયું છે. દાદાશ્રી : હા, પણ એ તો તમે આ મારા જેવું નકલ કરો તો થઈ જાય. આપણે કહીએ, ‘પેપ્સી લાવો.' તો કહેશે, ‘નથી.' તો ય કંઈ વાંધો નહીં, પાણી લઈ આવો. આ તો કહેશે, ‘કેમ લાવીને રાખી નહીં ?” એ ડખો કર્યો પાછો. અમને તો બપોરે જમવાનો ટાઈમ થયો હોય અને કહેશે, ‘આજ તો જમવાનું કર્યું નથી.’ હું કહું કે ‘ભઈ બરોબર, સારું કર્યું. લાય જરા પાણી-બાણી પી લઈએ, બસ.” તમે કેમ નથી કર્યું ? એ ફોજદાર થઈ ગયો. ફોજદાર થઈ જાય ત્યાં આગળ. પ્રશ્નકર્તા : પણ દાદા, આખો દિવસ કામ કરીને તમે આવ્યા હો અને સાંજે ખાવાનું ના મળે, બરોબર ભૂખ લાગી હોય તો શું કરો તમે ? દાદાશ્રી : ‘ભોગવે એની ભૂલ.’ પ્રશ્નકર્તા : બેઉ બાજુથી માર પડે ને ! દાદાશ્રી : બેઉ બાજુ માર જ છે. આ જગત ખોટું છે બધું. તમારો હિસાબ આવીને હાજર રહેશે. તમે ના કહેશો તો ય ટેબલ ઉપર હશે.
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy