SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર આપણે માંસાહાર ના કરીએ, દારૂ ના પીએ અને ઘરમાં સ્ત્રી જોડે અથડામણ ના કરીએ. એટલે છોકરાઓ જુએ કે પપ્પા બહુ સારા છે. પેલાના પપ્પા-મમ્મી લઢતાં હતાં. મારાં મમ્મી-પપ્પા લઢતા નથી. એટલું જુએ એટલે પછી છોકરાઓ શીખે. પ્રશ્નકર્તા : એટલે છોકરાઓના સંસ્કારનો મા-બાપ ઉપર તો ઘણો આધારને ? સંસ્કાર માટે ? - દાદાશ્રી : મોટામાં મોટો વળી. ના હોય ?! તને જુએ દેખે એવો છોકરો થાય અને તું જ ઊંધું કરું, વહુની જોડે ગોદા માર માર કરું એ દેખે, તો પછી છોકરો એવો જ થઈ જાયને ! એ જાણે કે કાયદો આવો હશે. વહુને ગોદા જ મારવાનો કાયદો હશે, તેથી આ મારા ફાધર મારે (3). ત ઝઘડાય બાળકોની હાજરીમાં... બાળકો મા-બાપતા ઝઘડાતી કરે તોંધા! ન્યાયશક્તિથી ગુનેગારની કરે શોધી આજે તાતું કુટુંબ છતાં ય ચિંતા; મા-બાપનું જોઈ છોકરાં શીખતા! દાદાશ્રી : કોઈ દહાડો ચિંતા-બિંતા થાય છે ? કોક દહાડો થાય? પ્રશ્નકર્તા : ચિંતા તો, ફેમિલીવાળા હોય એટલે ચિંતા તો રહેવાની. દાદાશ્રી : કેટલું સોએક માણસનું છે ફેમિલી ? પ્રશ્નકર્તા: ના, એમ કંઈ વધારે મોટું નથી ! દાદાશ્રી : આપણી હિન્દુસ્તાનની ગવર્નમેન્ટ કહે છે એવું ? હું અને એ, બે અને અમારા બે. હમ દો ઓર હમારે દો, એ ફેમિલી. પ્રશ્નકર્તા : એક જ છે. હમ દો ઔર હમારા એક. દાદાશ્રી : એમ ! એ ફેમિલી ! પ્રશ્નકર્તા : આપણે આ બાળકોને ધર્મ કેવી રીતે શીખવવો ? દાદાશ્રી : આપણે ધર્મરૂપ થઈ જઈએ એટલે એની મેળે થઈ જાય. દાદાશ્રી : સાહેબ (ધણી) સારા મળ્યા છે કે ? બોલતી નથી ? પ્રશ્નકર્તા : સારા જ મળ્યા છે. જો સારા નથી મળ્યા, કહીશ તો ઘરમાં નહીં પેસવા દે. દાદાશ્રી : આપણે જ સાડી માટે ધણી જોડે લડીએ, તો છોકરાં જુએ તો કહેશે, આ કેવાં મા-બાપ છે ? એક સાડી હારું લડી પડે એ મા-બાપ કહેવાય ? છોકરાને ય શરમ આવે કે અહીં ક્યાં આ મા-બાપ કર્યો એમને, એનાં કરતાં ભાડૂતી લાવ્યા હોત મા-બાપ તો ય સારાં હોત. તે બાબો છે, તે એને ખરાબ ના લાગે એવી રીતે આપણે જીવન જીવવું જોઈએ, નહીં તો એ અવળે રસ્તે ચઢી જશે. એ આવડો હોયને, તો ય તમને બેને માથાકૂટ થતી હોય, વઢાવઢ થતી હોય તો એ જોયા કરે, એટલે પહેલું તમારું એ જુએ ને, તમે એની હાજરીમાં લડો છો, તે છોકરાં આમ જોઈને કહેશે, “મમ્મી જ ખરાબ છે. હું મોટો થઈશ એટલે મમ્મીને બરાબર આપી દઈશ.” પણ બોલે નહીં એ જાણે કે હું બોલીશ તો મને મારશે. પણ બધા સમજી જાય. નાનો છોકરો હોય તે ય સમજી
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy