SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર છે જ, હવે એ સંસ્કારમાં પણ.... દાદાશ્રી : છોકરાં એનાં તો સંસ્કાર લઈને આવે. પણ હવે તમારે ફરજો બજાવવાની રહી. ૧૯ પ્રશ્નકર્તા : એમાં આદર્શ પિતાની શું ફરજો ? દાદાશ્રી : હા, તે કયા કયા સંસ્કાર એનાં ખોટા છે, એ આપણે જાણી લેવું જોઈએ. ક્યાં સારા છે ? એમાં વખતે ત્યાં આગળ ઊંઘીશું તો ચાલશે, પણ જ્યાં ખરાબ હોય ત્યાં જાગૃત રહેવું જોઈએ. અને એને કેમ કરીને હવે ફેરવવો જોઈએ, એ બધું આપણે લક્ષમાં રાખવું જોઈએ. પૈસાની પાછળ પડ્યાં છે લોકો ! પ્રશ્નકર્તા : આપણે પ્રયત્નો તો બધાં કરીએ છીએ, એને સુધારવા માટે તેમ છતાં ય પેલો ના સુધરે, તો પછી એનું પ્રારબ્ધ કરીને છોડી દેવું, આદર્શ પિતાએ ? દાદાશ્રી : ના, પણ પ્રયત્ન તે, તમે તમારી રીતે કરો છો ને ? સર્ટિફિકેટ છે તમારી પાસે ? મને દેખાડો ? પ્રશ્નકર્તા : અમારી બુદ્ધિમાં જેટલાં આવે એવા પ્રયત્નો કરીએ. દાદાશ્રી : તમારી બુદ્ધિ એટલે જો હું તમને કહી દઉં કે એક માણસ જજ પોતે હોય, આરોપી પોતે હોય, અને વકીલ પોતે હોય, તો કેવો ન્યાય કરે ? બાકી છોડી ના દેવું જોઈએ, કોઈ દા'ડો ય. એની પાછળ ધ્યાન રાખ્યા કરવું જોઈએ. છોડી દઈએ તો તો પછી એ ખલાસ થઈ જાય. પોતાનાં સંસ્કાર તો લઈને જ આવે છે છોકરું. પણ એમાં તમારે હેલ્પ કરી અને આ સંસ્કારને રંગ આપવાની જરૂર છે. પ્રશ્નકર્તા : હા, તો એ કરીએ છીએ પછી લાસ્ટ સ્ટેજે, એ પ્રારબ્ધ પર છોડી દેવું જોઈએ ? દાદાશ્રી : ના, છોડાય નહીં. એ છોડવાનું થાય ત્યારે મારી પાસે તેડી લાવજો. હું ઓપરેશન કરી આપીશ. છોડી ના દેવાય, જોખમદારી છે. ૨૦ મા-બાપ છોકરાંનો વ્યવહાર બાપતી મૂંછ ખેંચે ત્યાં કર ડીસ્કેરજ; ભણવા માટે ઇતામ, કર એન્કરેજ! એક બાપને તો છોકરો મૂછો ખેંચતો હતો, તે બાપા ખુશ થઈ ગયા. કહે છે, કેવો બાબો ! જુઓને, મારી મૂછો ખેંચી ! લે ! પછી એનું કહેલું કરીએ તો છોકરો મૂછો ઝાલે ને ખેંચ ખેંચ કરે તો ય આપણે કશું ના બોલીએ, ત્યારે શું થાય પછી ? બીજું કશું ના કરીએ, તો જરા ચૂંટી ખણીએ, ચૂંટી ખણવાથી એ જાણે કે આ વાત ખોટી છે. હું જે કરી રહ્યો છું આ વર્તન, ‘એ ખોટું છે’ એવું એને જ્ઞાન થાય. બહુ મારવાનું નહીં. સાધારણ ચૂંટી ખણવાની. એટલે એને જ્ઞાન થવું જોઈએ કે આ મૂછો ખેંચીએ છીએ ત્યારે એક બાજુ આ ચૂંટી વાગે છે. એ જ્ઞાન ખોળે છે. આવું કરવાથી જ્ઞાન શું થાય છે ? જો ત્યાં આગળ એન્કરેજ કરે કે બહુ સરસ, બાબા કેવા સરસ, એન્કરેજમેન્ટ થઈ ગયું. પછી વધારે ખેંચશે ફરીવાર કે ! આપણે દરેક બાબતમાં છોકરાંઓને સમજણ પાડવી જોઈએ કે આ ખોટું છે. એ એમને ખ્યાલમાં આવવું જોઈએ. નહીં તો એ બધા શું માની લે છે કે હું કરું છું એ બધું ખરું કરું છું. એટલે પછી અવળે રસ્તે ચઢે છે. એટલે છોકરાંને કહી દેવાનું. આ અમારી જોડે જે બધા રહે છે ને, તે બધાંને અમારે વઢવાનું. એ તો હું ના સમજું ? શું કરવા આત્મા બગાડું ? પણ વઢવાથી શું આત્મા બગડી જવાનો છે ? ના વઢું તો મારા પર જોખમદારી છે. અને સારું કરતો હોય તો આપણે કહેવું કે ભઈ..., થાબડવો આમ. તો એને એન્કરેજમેન્ટ મળે. પ્રશ્નકર્તા : એટલે આપનું કહેવું એવું છે કે દરેકને શાબાશી આપીને કરાવવું ? દાદાશ્રી : ખોટા કામમાં શાબાશી ન અપાય. એને સમજાવવું જોઈએ કે આમ ન હોવું જોઈએ. આપણે કોણ છીએ, તું કોનો છોકરો ? પ્રશ્નકર્તા : સારું કામ એણે કર્યું હોય તો ?
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy