SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ મા-બાપ છોકરાંનો વ્યવહાર મા-બાપ છોકરાંનો વ્યવહાર ૫૧૭ દેવતા ક્યાં સુધી પકડવો ? જ્યાં સુધી પકડી શકવાની શક્તિ હોય ત્યાં સુધી અને દઝાય તો..... બધાની હદ હોય કે ના હોય ? પ્રશ્નકર્તા : બરાબર. દાદાશ્રી : પૈણીને પસ્તાવાનું. પણ પસ્તાવાથી જ્ઞાન થાય. અનુભવજ્ઞાન થવું જોઈએ ને ? એમ ને એમ ચોપડી વાંચે તો કંઈ અનુભવજ્ઞાન થાય ? ચોપડી વાંચીને કંઈ વૈરાગ આવે ? વૈરાગ તો પસ્તાવો થાય ત્યારે થાય. આ લગ્ન થાય છે ત્યારથી મેરીડ લાઈફનું ગલન થાય છે. તે એક દહાડો બધું જ ગલન થઈ જાય. બિચારીને. કેમ અમેરિકન જોડે ફરે છે ?! અલ્યા મૂઆ ફરે છે પણ એણે નક્કી કરેલું છે કે નહીં, પૈણવું એવું. શું કહ્યું ? ફરે છે એ કુદરતી, નેચરલ વ્યવસ્થા છે. એટલે મારે તો જાણે એને પૂછવું પડે, ના પૂછવું પડે ? હવે અમે શું કરાવીએ, એનો અહંકાર મજબૂત કરી આપીએ. આ ગુજરાતીને જ પૈણવું છે. મજબૂત થઈ જાય કે ના થઈ જાય અહંકાર, બે-ત્રણ વખત તમે બોલો તો ! પ્રશ્નકર્તા : થઈ જાય, દાદા. દાદાશ્રી : અને પહેલાંનો કંઈક વિચાર આવે તો તૂટી જાય કે ના તૂટી જાય ? પ્રશ્નકર્તા : તૂટી જાય, હા. દાદાશ્રી : આવી રીતે કામ લો ને, તો કામ થાય. કોની જોડે પૈણીશ બેત; ઇન્ડિયન કે અમેરિકા? અહંકાર બાંધે દાદા પ્રેમથી; સર્વસ્વ અર્પે દાદા કહે તેમથી! દાદાશ્રી : શું કરવાની છે ? પ્રશ્નકર્તા : પરણવાની. દાદાશ્રી : ઇન્ડિયન કે અમેરીકન જોડે ? પ્રશ્નકર્તા : ઈન્ડિયન. દાદાશ્રી : મુસ્લીમ ના ફાવે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે કોઈ ગુજરાતી જોડે, બ્રાહ્મણ ? પ્રશ્નકર્તા : બ્રાહ્મણ કે પટેલ ! દાદાશ્રી : એમ ! બરાબર છે. કરેક્ટ, એ શું ભણેલો જોઈએ ? પ્રશ્નકર્તા : એ પણ કશું સારું. એનું ફિલ્ડ જૂદું હોવું જોઈએ. એ ડૉકટર ના હોવો જોઈએ. દાદાશ્રી : ઓહોહો ! બરાબર, બરાબર. હા, જુઓ ! બાપ એને હલાવી હલાવીને ધૂળધાણી કરી નાખે પ્રશ્નકર્તા : બેન છે તો તમારી પાસે આવ્યા હતા, ત્યારે એણે તમારી પાસે નિશ્ચય કર્યો હતો કે હું દિગંબર જૈનને જ પરણીશ. પણ હવે એને એમ થાય છે કે મને દિગંબર જૈન છોકરો એવો સારો ના મળે, તો શું થાય ? તો કહે કે મને આ વિધિ તો કરેલી છે અને જો એવું ના થાય ને હું બીજાને પરણું તો પછી મને પાપ લાગે કે મને શું બંધન આવે ? દાદાશ્રી : બીજાને પરણવું હોય તો ય છે તે આપણો ગુજરાતી હોવો જોઈએ અને ઇન્ડિયન હોવો જોઈએ. મજૂરને પૈણવા તૈયાર થાય તું ? તારે ત્યાં મજૂર આવે છે ? સારો ગોરો ગપ જેવો હોય તે લગ્ન કરવા તૈયાર થયું ? પ્રશ્નકર્તા : ના, ના. એ મજૂરની સાથે લગ્ન નહીં કરું. દાદાશ્રી : તો પછી ફર્સ્ટ પ્રેફરન્સ દિગંબર જૈન, સેકન્ડ પ્રેફરન્સ દિગંબર ના મળે તો કોઈ પણ જૈન, એ ના મળે તો ગુજરાતી કોઈ
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy