SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૮ મા-બાપ છોકરાંનો વ્યવહાર મા-બાપ છોકરાંનો વ્યવહાર ૫૦૯ આવે એટલે બગડ્યું, એટલે એને ધોઈ નાખો. વિચાર તો આવે. કોઈ ઝૂરે તેથી આપણે પીઘળાય? પ્રતિક્રમણ કરી બીજે પૈણી જવાય! આ તો નહીં સારું. લોક તો દગા-ફટકાવાળા હોય. કોઈની જોડે મિત્રાચારી બેનપણીઓની કરીએ, બીજા લોકોની પુરુષની મિત્રાચારી ના કરવી. દગો કરીને બધા ચાલ્યા જાય. બધા કોઈ સગાં ના થાય. બધા દગાખોર, એકે ય સાચો ના હોય. વિશ્વાસ ના કરશો. ખીલે બંધાઈ જવું સારું. આમ આમ ફર ફર કરીએ એમાં ના ભલીવાર આવે. તારા ફાધર-મધર ખીલે બંધાયા છે. તો છે કશી ભાંજગડ ! એવું તારે પણ ખીલે બંધાઈ જવું, ને ના ગમે, ખીલે બંધાવાનું તને ગમે નહીં ? છૂટું રહેવાનું ગમે ? ના સમજ પડી ? પ્રશ્નકર્તા : સમજ પડી. છોડીઓને છોકરાં લાગે બબૂચક; તથી પૈણવું કરી, આપે ત મચક! પ્રશ્નકર્તા : કોઈ પુરુષને આપણા ઉપર ભાવ હોય અને આપણે એને રીસ્પોન્સ ન આપી શકીએ, તો ત્યાં આગળ શું કરવું ? દાદાશ્રી : ભાવ એવો ના હોવો જોઈએ. ભાવ ફાધર જેવો, બ્રધર જેવો, એવો ભાવ હોવો જોઈએ. એટેચમેન્ટવાળો ભાવ ના હોવો જોઈએ. પ્રશ્નકર્તા તો એટેચમેન્ટવાળો ભાવ હોય ત્યાં શું કરવું ? દાદાશ્રી : ત્યાંથી દૂર ખસી જવું જોઈએ ! પ્રશ્નકર્તા: તો આપણે એને દુઃખ આપ્યું ના કહેવાય. દાદાશ્રી : ના, તો તો આપણે ખલાસ થઈ જઈએ. આપણે આપણી જવાબદારી સમજવી જોઈએ ને ! એવું ના થાય બેન, સમજ પડી ને ? એટલે એના કરતાં આપણે સારો છોકરો ખોળી કાઢીને પૈણી જવું સારું. એક જગ્યાએ ખીલે બંધાઈ ગયા એટલે પછી હરકત નહીં. પછી લાઈફ સારી જાય. ખીલે તો બંધાવું પડે ને ! નહીં બંધાવું પડે, બેન ! એક ધણી નક્કી કરી નાખીએ આપણે, પછી બીજા લોક આપણા તરફ જુએ જ નહીં ને, એ જાણે કે આ તો થઈ ગયું. આ તો ધણી ના કર્યા હોય ત્યાં સુધી બધા જુએ સામસામી. એટલે આપણે ઉંમરલાયક થઈએ, એટલે આપણે કહી દેવું ઘરમાં ફાધર-મધરને કે મારું છે તે જોઈન્ટ કરી નાખો. અને સારા માણસ જોડે, ફરી તૂટી ના જાય એવું જોઈન્ટ કરી નાખો. મારું હવે લગ્ન માટે ખોળી કાઢો. દાદા ભગવાને મને કહ્યું છે કે તમે કહેજો. એવું કહીએ, શરમમાં ના રહીએ ત્યારે એ જાણે કે બચ્ચાની ખુશી છે, હવે ચાલો પૈણાવી દઈએ. પછી બે વર્ષ પછી પૈણી જવાનું સામસામી પાસ કરીને જોઈન્ટ કરી નાખવું. ખીલે બંધાઈ ગયા પછી કોઈ જુએ નહીં આપણને. કહેશે એનું તો નક્કી થઈ ગયું ! પ્રશ્નકર્તા : આજકાલની બધી છોકરીઓ તમને બધું કહી જાયને ! દાદાશ્રી : હા, છોકરીઓ કહી જાય છે ને તે આમ જતી હોય તો પેલું આટલે સુધી પહેરે છે. પ્રશ્નકર્તા મિનિ સ્કર્ટ. દાદાશ્રી : હા તે છોકરીઓને બોલો હવે, મારી પાસે છોકરીઓ કોઈ શરમાય નહીં. દાદાની પાસે શું કરવા શરમાય ?! એટલે છોકરીઓને પૂછું છું બિચારીઓને, એ ૧૫-૧૬ વર્ષની. એ કપડાં એવાં પહેરે કે પગની પીંડીઓ દેખાય અને હું તો ‘જ્ઞાની પુરુષ’. હું તો ૧૦ વર્ષની છોકરી જોડે વાતચીત કરું, ૧૨ વર્ષની, ૧૮ વર્ષની, ૨૦ વર્ષની છોકરી જોડે ય વાત કરું. ઘેડી ડોશી જોડે ય વાતચીત હું કરું. મને છૂટ બધી. છોકરાઓ જોડે ય વાત કરવાની છૂટ મને. કારણ કે અમે જાતિમાં ના હોઈએ. સ્ત્રી, પુરુષ કે નાન્યતર કોઈ પણ જાતિમાં અમે ના હોઈએ. એટલે અમને છૂટ હોય બધી. હું કહું કે અહીંયા આવો બેન, કેમ આટલી મોટી ઉંમરની થઈને પૈણતી નથી ? હવે આ ખેંચા (પગની પીંડીઓ) તો જોયા હોયને એ છોકરીઓના, તો જાણે વૉરિયર્સ હોય એવા લાગે અને જાણે છોકરાઓના ખેંચા જોઈએ તો બકરીઓ
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy