SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ મા-બાપ છોકરાંનો વ્યવહાર મા-બાપ છોકરાંનો વ્યવહાર ૪૯૯ પૈણ્યા પછી ધણીના કહેવા પ્રમાણે ચાલવું જોઈએ. પણ પોતાની મરજીથી, ના કરવું જોઈએ. આવું આપણા અનુભવીઓની કહેવત છે. પ્રશ્નકર્તા છોકરાઓને આવું કરવાનું ?! છોકરા હોય, એ લોકોએ મા-બાપના કહ્યા પ્રમાણે કરવાનું કે નહીં ?! દાદાશ્રી : છોકરાઓને ય મા-બાપના કહ્યા પ્રમાણે ચાલવાનું પણ છોકરાને, તો ઢીલ, જરા ધીમું રાખો તો ચાલે ! કારણ કે છોકરાને રાત્રે બાર વાગે કહ્યું હોય, તો એકલો જાય તો વાંધો નહીં ! તને તો રાત્રે બાર વાગે કહ્યું હોય તો એકલી જઉં તું ?!, પ્રશ્નકર્તા : ના જઉં, બીક લાગે. દાદાશ્રી : અને છોકરો હોય તો વાંધો નહી કારણ કે છોકરાને છૂટ વધારે હોવી જોઈએ. અને બેનોને છૂટ ઓછી હોવી જોઈએ. કારણ કે તમે બાર વાગે જઈ શકો નહીં. એટલે આ તમારા ભવિષ્યના સુખને માટે કહે છે, ફયુચરના સુખને માટે એ, આ તમને ના કહે છે. અત્યારે તમે આ ભાંજગડમાં પડશોને તો ફયુચર બગાડી નાખશો. તમને ફયુચરમાં સુખ ઊડી જશે. એટલે ‘ફયુચર' (ભવિષ્ય)ને નહીં બગાડવા માટે એ કહે છે તમને કે બીવેર, બીવેર, બીવેર.” પ્રશ્નકર્તા : છોકરાઓને કેટલી વાર સમજાવવાનું ? દાદાશ્રી : સમજાવી શકવાનું એટલે સમજાવેલું ક્યારે કહેવાય કે એની સમજમાં બેસવું જોઈએ. પ્રશ્નકર્તા : સમજમાં ના બેસે તો ગુસ્સો કરાય ખરો ? દાદાશ્રી : ના. એ આપણી ભૂલ છે. તે આપણે ફરી ફરી સુધારી સુધારીને પછી સમજાવવું. સમજમાં બેસવું જોઈએ ને એમને. તેમ છતાં ય ના બેસે તો જાણવું કે આપણી ભૂલ છે આ. પ્રશ્નકર્તા : સમજમાં ના બેસે તો શું કરવું ? દાદાશ્રી : આપણે જો સમજાવીએ અને એને સમજમાં બેસે તો તો એ એક્સેપ્ટ કરે જ હંમેશાં. અને છતાં ય એક્સેપ્ટ ના કરે એવું બને તો આપણે જાણીએ કે આમાં કંઈ ભલીવાર આવે એવું નથી. એટલે બીજી જગ્યાએ કંટ્રોલ કરી નાખવું જોઈએ. પ્રશ્નકર્તા : બીજી કઈ જગ્યાએ કંટ્રોલ કરવો જોઈએ ? દાદાશ્રી : બધી જગ્યાએ, કપડાં-બપડાં, ખાવા-પીવામાં બધામાં. નહીં તો પછી ઇન્ડિયામાં મોકલી દેવાનાં, દાદીને ત્યાં. પ્રશ્નકર્તા : ઇન્ડિયા તો સારું. એ તો અમને બહુ ગમે છે. દાદાશ્રી : તો બહુ સારું, તો વાંધો નહીં. કોઈ વાંધો નહીં. પ્રશ્નકર્તા : પણ ત્યાં તો પેલા દાદા દાદી હોયને, પેલા “ગ્રાન્ડ પેરેસ’ હોયને, એ અમને બહુ લાડ લડાવે એટલે પછી બહુ ગમે અમને. દાદાશ્રી : પણ ભલે લાડ લડાવેને ! ત્યાં જઈ અને લગ્ન કરીને પછી પાછી આવજે. પછી તને બધી છૂટ આપવામાં આવશે. આ લગ્ન કરતાં સુધી જ છે આ. એ તો તું કુવામાં પડી ના જઉં એટલા માટે ચેતવ ચેતવ કરે છે અને પછી તું રડીશ અને એમને મુશ્કેલીમાં મૂકીશ. એવું એટલા હારું ચેતવે છે. પછી તમને ય મુશ્કેલીમાં મૂકેને. મા-બાપ ગુસ્સાથી સમજાવે; ઘવાય અહં, કરે મન ફાવે. પ્રશ્નકર્તા ઃ એ મારા મા-બાપ છે. એ લોકોએ મને બહુ સારી રીતે સમજાવવું જોઈએ, કહે છે. પણ એ લોકો ગુસ્સે થઈ જાય છે. એવી રીતે કહે એટલે મને એ નથી બરાબર લાગતું. દાદાશ્રી : “ધેટ ઈઝ રાઈટ, ધેટ ઇઝ રાઈટ !” સમજાવીને કામ લે. સમજાવીને કામ લેતાં નથી આવડતું એટલે જ મારે લખવું પડ્યું છે કે ‘અન્સર્ટીફાઈડ ફાધર એન્ડ અન્સર્ટીફાઈડ મધર.’ એમ જોને પુસ્તકમાં લખવું પડ્યું છે. કારણ કે એ સમજાવી શકતાં નથી અને પછી બૂમો પાડે છે.
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy