SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર બેઉ આખી રાત વઢતાં હોય તે સારું. તેનાથી જાગૃતિ રહે અને ગધેડાની પેઠે મસ્તાનીમાં પડી રહ્યો હોય, એનો અર્થ શો છે ? પેલામાં ઝઘડા કરતાં હોય તો ય સવાર થાય, સવાર તો થયા જ કરવાની ને ? ૪૪૮ ત થાય, ધારે તેવું હંમેશા; તા, તા કરતાં પૈણી જાય બધા! પ્રશ્નકર્તા : એ પણ વાત સારી છે. પરણવું નહીં. જો સેવા કરવી હોય તો પરણવું નહીં, એ વાત સાચી છે ? દાદાશ્રી : હા, પણ ના પૈણે તો ચાલશે શી રીતે ? રહેવાશે ? ત્યાગી તરીકે રહેવાશે, સાધુ તરીકે ? એટલી શક્તિ છે તારી ? પ્રશ્નકર્તા : હા, રહેવાશે. દાદાશ્રી : એમ ! એ તો પૈણવાનું ના કહે છે આ તો. એ પહેલેથી જ એવું કહે છે નહીં ! એટલે લફરું વળગે નહીં એટલે ભાંજગડ જ નહીં ને. પણ બહુ મજા નથી. એ તો પછી છેવટે પૈણવું પડે. પછી થૈડી જોડે પૈણવું પડે, એનાં કરતાં જવાન જોડે પૈણને. એટલે પણજે મોટો થઈને. બે-પાંચ-સાત વર્ષ પછી પણજે અને પૈણે ને વહુને ય એમ કહેવું કે તું ય સેવા કર અને હું ય સેવા કરું. આપણે બેઉ સાથે સેવા કરવી એમની. કોઈ માણસ એમ કહે કે હું નહી પૈણું તો એની તાકાત નથી કે એનું ધારેલું કરી શકે ! એવું થતું હોય તો તો આ બધાનું ધારેલું થઈ જ જાતને ! ના થઈ જાય ? પડે ! પ્રશ્નકર્તા : આ તો પૈણવાનું ના કહેતો હોય તેને વહેલું પૈણવું દાદાશ્રી : આવું છે ! એટલે મારું કહેવાનું કે આપણું ધારેલું કંઈ થતું નથી, એટલે આ લોકો અમથા બૂમાબૂમ કરે છે ! પણ અલ્યા, તારું કશું વળશે નહિ ! એમ ધારણા તો બધી ધારી કે મારે આમ કરવું છે, તેમ કરવું છે. પણ કશું ઠેકાણું પડતું નથી ! એટલે નરસિંહ મહેતાએ મા-બાપ છોકરાંનો વ્યવહાર ગાયેલું કે ‘બધી ધારણાઓ મારી ધોકો ધર્યો !' ધારણા ધર્મે કશું વળે નહીં. એના કરતાં ‘શું બને છે’ એ જોયા કરવું એ સારામાં સારું ! શું બને છે એ ‘વ્યવસ્થિત’, એને જોયા કરવું ! એમ ધારણાઓ કરવામાં ફાયદો નથી ! સંડાસ જવાનું જ્યાં હાથમાં નથી ત્યાં લગ્ન જેવી બાબત આપણા હાથમાં ક્યાંથી ? આપણા હાથમાં સત્તા નથી ત્યાં આગળ બૂમાબૂમ કરીએ એનો અર્થ શો તે ? જે યોજના થયેલી છે, એમાં કંઈ ફેરફાર થવાનો નથી ! જો પૈણવાની યોજના થયેલી છે, તો અત્યારે આપણે નક્કી કરીએ કે મારે નથી પૈણવું, તો એ મીનિંગલેસ વાત છે. એમાં ચાલે નહીં ને પાછું પૈણવું તો પડે જ ! ૪૪૯ પ્રશ્નકર્તા : આ ભવમાં આપણે જે ભાવના કરેલી હોય તે પછી આવતા ભવે ફળે ને ? દાદાશ્રી : હા, આ ભવે ભાવના કરે તો આવતે ભવે ફળે, પણ અત્યારે તો એનો છૂટકો જ નહીં ! અત્યારે એમાં ચાલે નહીં, કોઈનું ય ના ચાલે ને ! ભગવાને ય વાળવા જાય ને કે ના પૈણીશ, તો ભગવાનનું પણ ત્યાં આગળ ચાલે નહીં ! ગયા ભવમાં ના પૈણવાની યોજના કરી જ નથી. માટે ના પૈણવાનું નહીં આવે. જે યોજના કરી હશે તે જ આવશે ! પૈણીને જીતાય પ્રેમથી પત્ની; ઝઘડાથી કલેષ ઊંઘી મતિ! લગ્ન પોતાનું ડિપેન્ડન્ટપણું છે તે જ ખબર નથી. ડિપેન્ડન્ટપણું છે. ભગવાન મહાવીર ઇન્ડિપેન્ડન્ટ થયા હતાં. તે લગ્ન કરવાનું બંધ રાખ્યું કે કરવું છે ? કે પ્રશ્નકર્તા : કરવું છે. એટલે કોની જોડે કરવું છે એ નક્કી નથી, પણ કરવું છે એ નક્કી. દાદાશ્રી : પછી એક દહાડો ચિઢાય કે અક્કલ નહીં તારામાં, ગેટ
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy