SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર છું, તું સમજણ વગરના ખર્ચા કરે છે', એવી શંકા આવે. એ તું એમની છોડી થઉં, એટલે એવી શંકા આવે ને ! તો ય તારે સમજવું કે મારી ભૂલ છે, એમની ભૂલ નથી. ૪૪૧ પ્રશ્નકર્તા : હા, સમજી. એ કંઈ મેં પાછલા કાળમાં કંઈ કર્યું હશે, એટલે હું ભોગવું છું તે હું હવે સમજી, તમને મળ્યા પછી. દાદાશ્રી : હા, બરાબર છે. ફાધર-મધર જે કંઈ કહે, એની ઉપર કંઈ વિચાર ના કરવાના હોય છોકરાઓએ. કારણ કે એ એક્સપીરીયન્ત્ડ છે અને તમને હજુ સમજણ નથી અને તમે સરખું માપવા જાવ તો શું થાય ? તમે આમ બહુ સંસ્કારી છો, પણ છતાં ય શું માલ ભરેલો છે એ શું ખબર પડે ? એ છોકરાઓનું હિત ક્યારે જોવાય, આપણે અવિશ્વાસ થોડો-ઘણો હોય ત્યારે જોવાય. વિશ્વાસ મૂક્યો એટલે એમનું હિત તૂટી જાય. વિશ્વાસ ના મૂકાય કે આ અમારી ચૈડપણમાં ચાકરી કરશે ને છૈડપણમાં મારું એ એમ કરશે ને ! વિશ્વાસ કરો, પણ તે અવિશ્વાસુનો વિશ્વાસ. તો પછી એ બહાર કહે તો લોક એમને કહેશે, એ સાચા છે. અને તારું બહાર પૂછીએ તો કહે, ‘છોકરીમાં કશી સમજણ નથી લાંબી.' એવું કહે. ગાળો દે તો સાચવીશ ફાધરને; ધન્ય તને તે તારી જણતરને! પ્રશ્નકર્તા : ફાધર સાથે ઘણીવાર નથી બનતું, એ જેમ તેમ બોલે, ગાળો ભાંડે. દાદાશ્રી : તો તે ઘડીએ જ્ઞાતા-દ્રષ્ટા રહેવું. પણ હજુ આ ગાળો ભાંડે છે, એનું કારણ સમજી જવું કે એમને પૈસા અમુક આપી દીધા હોય પછી એવાં નહીં રહે. એ શેનાં હારું કરે છે ? પૈસા માટે હાય હાય, લોભ ! એટલે તારે આવું કરવું, તો પેલું એમની જોડે એ તૂટે નહીં. નહીં તો ઊલટી એમની જીંદગી ય બગડે ને તારી ય બગડે. પ્રશ્નકર્તા : સમજી ગયો. મા-બાપ છોકરાંનો વ્યવહાર દાદાશ્રી : અને તું કમાઈને આપી દઈશ તો ય તું કમાશે, પુણ્ય છે ને ? ભલે કશું ના આવડતું હોય, પણ પુણ્ય છે ને ! આ તો પુણ્ય કમાય છે. તને ધંધો કરવો છે કે નથી કરવો ? એ સર્વીસ કરવી હોય તો ય વાંધો નહીં ! આપણે સર્વીસ કરીને ય ચલાવાય. તારે જે આપવું હોય તે, અરધી ૨કમ આપવી હોય, જેટલું આપવું હોય એટલું આપજે. ૪૪૨ બાપ લઢે મતભેદ કલેશ ધરે; ભોગવે એતી ભૂલ, કરી ચૂકતે કરે! પ્રશ્નકર્તા ઃ અમુક દુ:ખો તો દૂર થવાં જ જોઈએ ને ? દાદાશ્રી : કેટલાં દુઃખ દૂર કર્યા ? પ્રશ્નકર્તા : હવે એક દાખલો આપું. હવે હું આવડો મોટો થયો તો ય મારા બાપુજી મને ટૈડકાય, ટૈડકાય કરે છે, એ મારા માટે દુઃખ ના કહેવાય ? દાદાશ્રી : ના, ના. એમાં કો'ક ટૈડકાવતો હોય તો દુઃખદાયી કહેવાય. એ ગમે એટલા પૈડા થાય અને તમે ગમે એટલા મોટા થાવ, પણ એમના તો છોકરા જ ને ! પ્રશ્નકર્તા : પણ ખોટું ટૈડકાવતા હોય તો ? દાદાશ્રી : ખોટું તો તમે જજ, તમે વકીલ અને તમે છે તે આરોપી શી રીતે ખોટું માપ કાઢો છો ? પ્રશ્નકર્તા : એ હું નહીં, બીજા પણ એમ માને છે કે એ ખોટું થયું આ ભાઈ પણ માને છે, હું એકલો નથી. દાદાશ્રી : આ ભાઈ સાક્ષી પૂરે છે, નહીં ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એ તો આ સાક્ષીવાળા તમને બધા મળી આવે પછી. આ દુનિયાનો કાયદો એવો કે ગેરકાયદેસર કોઈ તમને કશું કરે તેમ છે નહીં. તમારા ફાધર ટૈડકાવે છે ને એ કાયદેસર કરે છે. હવે તમારે બીજું
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy