SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર ૩૫ ૩૯૬ મા-બાપ છોકરાંનો વ્યવહાર સંતના પાંચે, ક્યારે ન પાકે સંત; સ્વ સંસ્કાર પ્રમાણે, ન ચાલે ખંત! એટલે રાગ-દ્વેષના પરિણામોથી એમને બધા ભેગાં થયાં. એમાં એક-બે સારાએ હોય પાછાં, એનો કંઈ સવાલ નથી. પછી એકાદ મહીં અવળું ફરે. એ એનો માલ પ્રમાણે દારૂ હોય. જેવો દારૂ ભરેલો હોય એવો ફૂટે પછી ! આપણા વાંકે ભેગું થયું વાંકું; એમ ને એમ ન પાકે પેટે ડાકુ! પ્રશ્નકર્તા : એક સંત અને તેમનાં પત્ની એ બને છે તે સંસ્કારી જ હોય, એમને પાંચ છોકરાં હતાં, તો પાંચ સંત કેમ ના પાક્યાં ?! દાદાશ્રી : ના પાકે. સંત પાકે નહીં. એ પાકે કેવી રીતે ?! સંસ્કારી બેઉ હતાં. એટલે કંઈ સંસ્કારી હોય તો છોકરામાં સંસ્કાર પડે. પણ માલ તો બહારથી આવેલો હોયને, તે જ માલ નીકળે પછી. આપણા બાપના સંસ્કાર આપણામાં ઊતરતા નથી. એ પોતાના જ સંસ્કાર લઈને આવે છે. પણ આપણો જેવો હિસાબ હોય તે જ આપણને અહીં જોઈન્ટ થાય છે. આપણા જ ઋણાનુબંધ એ જ આપણે ત્યાં આવે છે બધો હિસાબ. છોકરાં એના પોતાના સંસ્કાર સ્વતંત્ર લાવેલો હોય ને ! પણ મા-બાપે સંસ્કાર અવશ્ય આપવા જોઈએ. પ્રશ્નકર્તા છોકરાઓને સંસ્કાર આપવા માટે એ સંતે કચાશ તો નહીં રાખી હોય ને ?! દાદાશ્રી : ના, ના. શેની કચાશ રાખે ? પારકાંની કચાશ ન્હોતા રાખતાં, તો પોતાના છોકરામાં કચાશ રાખે ?! પ્રશ્નકર્તા : તો પછી એમના છોકરાઓ એ સંત જેવા કેમ ના થયાં ? દાદાશ્રી : સંત તો થાય જ નહીં ! એવું એક જ જાતનું હોય જ નહીં હંમેશાં, એક જાતનું કોઈ ફેરો હોય જ નહીં. એ પહેલાંના જમાનામાં હતું. અત્યારે આ ડેવલપ જમાનામાં એક જાતનું શી રીતે આવે ?! આ બધા આપણા ઓળખાણવાળા અને આપણા ઋણાનુબંધવાળા જ આપણે ત્યાં છોકરાઓ થાય છે. કંઈ નવી જાતનો માલ આવતો નથી. તમને ગુણ મળતાં આવતાં હોય તે તમને આ ભેગો થયેલો અને તમને ના મળતાં હોય તે ય ગુણનો એકાદ ભેગો થઈ ગયો. કારણ કે દ્વેષથી થયેલો હોય અને પેલા રાગથી થયેલો હોય. એવું રાગ-દ્વેષથી આ બધાં ભેગાં થયા છે. પ્રશ્નકર્તા: પણ દાદા, કેટલાંકના મા-બાપ બહુ સંસ્કારી હોય છે. પણ એમનાં છોકરાં બહુ રાશી હોય છે, તો તેનું શું કારણ ? દાદાશ્રી : ઘઉં ઊંચી જાતના હોય, ઇન્દોરના છે. દાણા તો, અહીં આગળ રોપીએ, જમીન રાશી, ખાતર નહીં, પાણી ખારું, તો કેવા ઘઉં થાય ? પ્રશ્નકર્તા : ખરાબ થાય. દાદાશ્રી : એવું આ બધું થયું છે, બધો કચરો ભેગો થયો. ખારાં પાણી ભેગાં થયાં. તે પછી પાછું ગેરકાયદેસર નહીં. પાછું પોતાનો હિસાબ છે તે જ માલ મળ્યો છે. છોકરા નાલાયક એટલે તમારે સમજી લેવું કે મારામાં નાલાયકી દેખાતી નથી, પણ આ નાલાયકી મારી જ છે એવું સમજી લેવું. આપણી નાલાયકી આમાં દેખાય છે. પ્રત્યક્ષ ફોટા રૂપે તમને સમજાયું ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કામ લાગશે આ વાક્ય ? વાત આ કામ લાગશે તમારે ! પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : અહીં બધું કંઈ કુદરત, ભગવાન નથી કરતો ને બીજો કોઈ હાથ નથી ઘાલતો, આ બધું તમારું તે તમારું જ છે. સારા છોકરા પાકે છે તે ય તમારો ફોટો અને રાશી પાકે છે તે ય તમારો ફોટો. પેલા સંતે કહ્યું હતું ને કે, મારા ખરાબ વિચાર હતા ત્યારે આ ખરાબ પાક્યો
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy