SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર ૩૮૯ ૩૯૦ મા-બાપ છોકરાંનો વ્યવહાર આપણાં સામો. આ તો આપણે ઓળખાણે ય નહીં, પારખાણે ય નહીં. આ તો બધું હિસાબ છે. આ તો આપણું પુણ્ય સારું, ખાવ નિરાંતે અને કઢી બગડી ગઈ, તો આપણાં પાપનો ઉદય આવ્યો. ઓછું ખાવ, પણ ઉકેલ લાવો ને ! ન હોય કદિ માતે સહુ કોરાં સમાત; રાગ-દ્વેષ મુજબ અભાવ કે ખેંચાણ! પ્રશ્નકર્તા : પણ પેલો છોકરો સારો હોય તો ય એને.... દાદાશ્રી : સારો છોકરો કશું જોવાનું નહીં. પ્રશ્નકર્તા : જે બન્યું એ ખરું. દાદાશ્રી : બન્યું એ ખરું. તેથી આ જગત ઊભું રહ્યું છે. આ દુ:ખો તેથી છે ! પ્રશ્નકર્તા: કઈ થીયરીએ આ બની રહ્યું છે ? દાદાશ્રી : ન્યાયની થીયરી ! એકશન એન્ડ રીએકશન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. એમાં એની મા સાચી છે અને આ વગોવનારા ખોટા છે. એની મા જોડેનો સંબંધ આવો વાંકો હશે એનો. એટલે મા એની જોડે વાંકી થાય. પ્રશ્નકર્તા : હા. એ અત્યારે એમ જ ચાલે છે કે આણે આમ કર્યું, આણે આમ કર્યું, આણે આમ કર્યું. દાદાશ્રી : આ જીવતો તને રાખ્યો એ જ તારો ન્યાય છે, નહીં તો આટલું પોઈઝન આપી દીધું હોત તો શું કરત ?! એ જીવતો રાખ્યો તે જ તારો ન્યાય છે. માટે સૂઈ જા નિરાંતે ને નામ દે સારું કે બહુ સારો માણસ છે. એક છોકરાને એની મા છે તે કશું ખરાબ ના કરતો હોય તો ય મારમાર કરતી હોય. અને એક છોકરો આટલો બધો તોફાન કરતો હોય તો ય એને રમાડ રમાડ કરતી હોય. છોકરા બધા એના હોય, પાંચેવ. પાંચેવ જોડે જુદું જુદું વર્તન હોય. એનું શું કારણ ? પ્રશ્નકર્તા : એના દરેકના કર્મના ઉદય જુદા હશે? દાદાશ્રી : એ તો હિસાબ જ ચૂકતે થાય છે અને આ છે તે મારે પાંચે પાંચ છોકરા પર સરખો ભાવ રાખવો જોઈએ, પણ એ શી રીતે રહે ? અને પછી છોકરા કહેશે, મારી મા છે તે આના પક્ષમાં છે. એવી બૂમો પાડે. એના ઝઘડા છે આ દુનિયામાં. પ્રશ્નકર્તા ઃ તો એ પેલી મધરને એવો ભાવ કેમ થાય છે પેલા છોકરા જોડે. દાદાશ્રી : તે એને કંઈ પૂર્વનું વેર છે. પેલાનો પૂર્વનો રાગ છે. એટલે રાગ સૂચવે છે. લોક ન્યાય ખોળે છે કે પાંચે છોકરા સરખા નહીં, એને ? પ્રશ્નકર્તા : તો આ જે છોકરાનાં ઋણાનુબંધ છે એ બધા ય એનો હિસાબ જ છે બધો. તેથી એ બધા જીવો ભેગા મળ્યા છે. - દાદાશ્રી : એ હિસાબમાં છે તે કશું રાગ-બાગ બધું સરખું ખોળવાનું નહીં, જે આવે એ કરેક્ટ. ચીકણાં કર્મે મા-બાપ રહે જોડે; નહીં તો દૂર વિદેશ ખોરડે! પ્રશ્નકર્તા : આપણા ચીકણાં કર્મ કુટુંબીજનો સાથે વધુ હોય ને ? દાદાશ્રી : હા. કુટુંબીજનો એટલે જે આપણી જોડે વધારે નજીકમાં હોય તેની જોડે વધારે હોય. પ્રશ્નકર્તા : એટલે માતાપિતા નજીકમાં કહેવાય ? દાદાશ્રી : માતાપિતા એ બહારગામ રહેતા હોય તો ઓછું ચીકણું હોય અને નજીકમાં રહેતા હોય તો વધારે ચીકણું હોય. માતાપિતા આફ્રિકા રહેતા હોય તો તેમની જોડે ઓછું ચીકણું હોય. એ ચીકણા
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy