SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર દાદાશ્રી : રાખવો જ પડે. રાખીને ગાળો ખાવાની, માર ખાવાનો ને રાખવાનો !! ૩૮૫ છોકરાં જોડે ય બહુ ઊંડા ઊતરવું નહીં. પારકાં ને પોતાનાં છોકરાં વચ્ચે ફેર શું છે ? પારકાંનો છોકરો માગતો નથી ને આ માગે છે, ત્યારે કહે કે રૂપિયા માગે છે ? ના, બા, રૂપિયા એકલા માગતો નથી ? કાં તો અશાતા વેદનીય આપવા આવ્યો હોય કે શાતા વેદનીય આપવા આવ્યો હોય. ને આ દુષમકાળમાં શાતા તો આપતાં નથી. તો શું આપવાનું રહ્યું ? અશાતા આપે ! એટલે એવું છે આ બાપને અને છોકરાને ઋણાનુબંધ હોય છે ને ! કંઈ પૈસાને લીધે ઋણાનુબંધ નથી હોતું. આ તો રાગદ્વેષનું ઋણાનુબંધ હોય છે. આ છોકરો આટલું એને દુઃખ આપશે અને બાપ આટલું સુખ આપવા માંગશે. ત્યારે પેલો છોકરો આટલું દુઃખ આપવા માગે. એ પછી પૈસાથી સુખ આપે કે બીજું ગમે તેનાથી. આમાં પૈસા તો આવતા જ નથી વચ્ચે. પ્રશ્નકર્તા : બાપ સુખ આપવાનો પ્રયત્ન કરે અને છોકરો દુઃખ આપે એવું નક્કી જ છે ? દાદાશ્રી : ના. તે બે ય સામસામી સુખ આપે એવું હોય અને એક દુ:ખ આપે ને એક સુખ આપે એવું ય હોય. હવે છોડીઓ-બોડીઓ છે ને, તે હિસાબ ચૂકતે કરવા આવી છે. તે આપણો જ હિસાબ છે. એમાં એનો શો દોષ બિચારીનો. તે એને પથરા કહીએ. મહીં ભગવાન બેઠા છે એને પથરો કહીએ, એટલે ફરી કર્મ બંધાય બધા. અને એ છોડીઓ જે થાય છે ને, છોકરા થાય છે ને તે પોતાનું બેંક બેલેન્સ બધું ભેગું મૂકીને આ લિમિટેડ કંપનીમાં પેસે છે, કોર્પોરેશનમાં પેસે છે. એમ ને એમ પેસતાં નથી આ. ત બોલાય મા-બાપથી, પેટ પાક્યું; છોરાં કહે, મારા પગલે તમારું ચાલ્યું! પ્રશ્નકર્તા : દાદા આપણે મોટું કુટુંબ હોય એટલે ફાઇલોની વચમાં મા-બાપ છોકરાંનો વ્યવહાર તો આપણે રહેવાનું, પણ એ દરેક ફાઇલોની સાથે આપણને રાગ-દ્વેષ નહીં થાય. એટલે હિસાબ ચૂકવેલા જ કહેવાય ને ? ૩૮૬ દાદાશ્રી : એ જ હિસાબ ચૂકવાનું. એટલા માટે જ ભેગા થયા છે. આપણી ભૂલ થાય તો રાગ-દ્વેષ થાય. એટલે ભૂલથી બંધાયેલું છે આ જગત. ભૂલ ન થાય તો કશું નહીં. પેલો ઉલટો લોકોને એમ કહેતો હતો કે મારે લીધે એમનું ચાલતું હતું. મારા પગમાં પડયા તેથી જ એમનું ચાલ્યું. એવું કહે ને, ત્યારે આપણે સાંભળવું એનું. ત્યાં શું આપણે કહેવું ? ઝઘડો કરવો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : હિસાબ છે એ ચૂકવે છે. છોકરો એવું બોલે ત્યારે શું કહેશે ? પ્રશ્નકર્તા : કંઈ નહીં. દાદાશ્રી : મારા જનમ પછી મારા બાપા સુખી થયા, નહીં તો પહેલાં બહુ દુ:ખી હતા. છોકરો એવું બોલે ત્યારે શું થાય ? ત્યાર પછી એનો બાપ ડાહ્યો ન હોય ને તે કહેશે, પેટ પાક્યું ત્યાં શું કરું ! અલ્યા મૂઆ કંઈ પાક્યું છે તે ?! માટે આ જગત સમજી લેવાની જરૂર છે. ભૂલથી આ સંસાર ઊભો થઈ ગયો છે. તે એકલું અક્રમવિજ્ઞાન જ ભૂલો બંધ કરાવડાવે છે. બીજું કોઈ વિજ્ઞાન ભૂલને બંધ ના કરાવડાવે. તમને સમજાયું કે ? પ્રશ્નકર્તા : બરાબર. દાદાશ્રી : નથી કોઈ કોઈની માલિકીનું. કો'કે કહ્યું હોય કે તારા જનમ પછી તારા બાપા સુખી થયા છે. તો ઊંધો લઈ પડે. આ હથિયાર હાથમાં આવ્યું ને લડવાનું. તો આપણે શું કહેવું પડે, ‘પેટ પાક્યું છે.’ એ પેટ પાક્યું ત્યાં શું કરવું, ક્યાં ઓપરેશન કરાવવું ! પહેલાંની થયેલી ભૂલોનો હિસાબ ચૂકતે કરી નાખે, નવી ભૂલ થવા ના દે, એવું આપણું વિજ્ઞાન છે. આ બાવા કરવાનો માર્ગ નથી, આ તો ઋણાનુબંધ પતાવવાનો માર્ગ છે. ઋણાનુબંધ પતાવ્યા વગર દોડધામ કરીને બાવો થઈ જાય એમાં કંઈ દહાડો વળે નહીં. એટલે ઋણાનુબંધ
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy