SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ખરાબ વિચારોથી કઈ રીતે બચવું ?! ભગવાનનું નામ લેવાથી ! નાના બાળક પાસેથી ઘરની એકેએક વ્યક્તિ માટેનો મત જાણી લેવો ! એ નિર્દોષ અને નિષ્પક્ષપાતી હોય હંમેશા ! આમ બાળકોને કેળવવા પડે ! સામાના શુદ્ધાત્મા જોવાય તો જ પ્રેમ રહે ! અને ‘સમભાવે નિકાલ કરવાથી' બધાં જોડે સારી રીતે ઉકેલ આવે. ભણતર અને એટલી જ ગણતર શીખવાની અગત્યતા છે ! ભણતર એટલે થીયરી અને ગણતર એટલે પ્રેકટીકલ ! બાપ ગમે તેટલો ગુસ્સે કરે તો ય છોકરા પ્રેમથી એને સાચવે તેની જનેતાને ય ધન્ય છે ?! ‘ભોગવે એની ભૂલ’ એ ન્યાયથી જબરજસ્ત સમતા રહે તેમ છે !!! મતભેદ ના રહે તો જ શાંતિ મળે. ગાડી ગરમ થાય તો શું કરાય ? એને ટાઢી પાડવી પડે મશીન બંધ કરીને. નહીં તો એ સમૂળગી અટકી પડશે ! જે ગરમ થાય એ ગાડી નહીં તો બીજું શું કહેવાય ?! ૧૭. પત્નીની પસંદગી ! પરણવું એ તો ફરજિયાત છે. માટે જે હોય તે ભલે હો, ધાર્યું થતું નથી માટે શું બને છે તે જોવું. પરણવું એટલે પરવશ થવું. વીતરાગો સ્વવશ હતા. જેના ઉદયમાં બ્રહ્મચર્ય હોય તો તે ઉત્તમ, નહિતર પરણ્યા વગર ચાલે તેમ છે કંઈ ? લવ મેરેજ એ પાપ ગણાય ? ના. ટેમ્પરરી મેરેજ એ પાપ ગણાય પણ આખી લાઈફનું પરમેનન્ટ મેરેજ એ પાપ ના ગણાય. ઘણાંને કૉલેજમાંથી લફરું વળગે, પણ જયારે એ લફરાનું બીજું લફરું છે એવું પકડાય ત્યારથી લફરું વળગ્યું છે એવું થાય ને પછી એ છૂટતું જાય ! 29 છોકરાઓ ડેટીંગ કરે તે જ શું યોગ્ય ગણાય ? ડૈટીંગ તો સંપૂર્ણ બંધ જ કરી દેવું જોઈએ ! ઊંચુ કૂળ અને ઊંચી જાત પહેલાં પાત્રની પસંદગી વખતે મા-બાપ ખાસ જોતા. તેનું આગવું મહત્વ પૂજયશ્રીએ સમજાવ્યું છે. દાદાશ્રીને કોઈ પૂછે કે મારે પૈણવું કે ના પૈણવું ? ત્યારે દાદાશ્રી કબીર સાહેબનો દાખલો આપતાં કહેતા કે કબીર સાહેબે ધોળે દહાડે બે દીવા મંગાવ્યા તો બીબી લઈને તરત જ આવ્યાં ! આવી મળે તો પૈણજે નહિ તો કુંવારો શું ખોટો છે ? અમુક કોમમાં પૈઠણ અથવા દહેજનો રિવાજ. તે છોકરીના મા-બાપ જીંદગીભર દુ:ખી થાય ! પોતે જાતે પાસ કરીને વહુ લાવ્યો તો ય ના ગમે એમાં કોનો વાંક ? ૧૮. પતિની પસંદગી ! પાત્રની પસંદગીમાં આજકાલ છોકરાઓ મા-બાપને ખૂબ ગૂંચવ ગૂંચવ કરે છે. છોકરાંઓ કેટલીય છોકરીઓ જુએ ને નાપાસ કરે ! કેટલી બધીવા૨ જુએ અને ના પાડી દે ! તે છોકરીઓને કેટલું બધું દુઃખ થતું હશે !!! પહેલાંના વખતમાં સ્વયંવરમાં રાજકુંવરીઓ સેંકડો રાજાને ડોકા તાણીને વરમાળાની રાહ જોતા ઊભેલાનું આગળ ચાલી નીકળીને જે ભયંકર અપમાન કરતી હતી તેનો બદલો હવે છોકરાઓ વાળી રહ્યા છે ! હવે છોકરીઓ બદલો વાળે તેવો સમય પાકી ગયો છે ! પરદેશમાં તો આવી ગયો છે ! પરદેશમાં દેશી છોકરીઓ પણ છોકરાંઓ પસંદ કરવામાં ખૂબ ખેંચાખેંચ કરે છે ! અરે ત્યાંની છોકરીઓ તો એટલે સુધી કહે છે કે અજાણ્યા છોકરાને એકવાર જોઈને આખી જીંદગી કેમ કરીને જોડાઈ જવાય ? એના માટે તો છોકરાને બે વરસ સુધી ઓળખવો પડે. હરવું ફરવું પડે ! એવી છોકરીઓને કહ્યું કે બે વરસ હર્યા ફર્યા પછી છોકરો તને ના પાડી દે તો તારું શું થશે ?! અને તે તને ના પાડે, ને એવા ચાર પાંચ છોકરાંઓને તો તારી ઉંમર ત્યાં સુધી કેટલી થઈ ગઈ હશે ?! અત્યારે પચીસ ઉપર તો થઈ ગઈ !!! પછી ૩૨, ૩૫ વરસે ક્યો સારો વર મળશે ? પછી તો રહી ગયેલો ‘સેલ’નો માલ જ તારે ભાગે આવે ને લેવા 30
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy