SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ મા-બાપ છોકરાંનો વ્યવહાર નિઃશંક ફરતા મેં જોયેલા, અને તે ય ભયંકર કળિયુગમાં ! અને નવે ય છોડીઓ પૈણી. આ શંકામાં રહ્યો હોત તો કેટલો જીવત એ ?! માટે કોઈ દહાડો શંકા ના કરવી. શંકા કરે તો એને પોતાને ખોટ જાય. કોણ છોડી ને કોણ બાપ? નાટકતાં પાત્રો ત કો' સાવ ! એકની એક છોડી હોય ને તેને કોઈ ઉઠાવી જતો હોય, ને બાપ વીતરાગ હોય તો તે શું કરે ? મહાવીરને છોડી હતી કે નહીં ? એવું વીતરાગની એકની એક છોડી હોય ને કોઈ ઉઠાવી જતો હોય તો શું કરે ? (૧૧) વારસામાં છોકરાંતે કેટલું? છોકરાં માટે વાપર્યું. બંધાય ભાથું; પારકા માટે વાપરે તે પુણ્ય સાચું ! પ્રશ્નકર્તા : એને અટકાવવા પ્રયત્ન કરે. ને છતાં ય લઈ જાય તો કંઈ નહિ. દાદાશ્રી : એ પ્રયત્નો પણ ડ્રામેટિક કરે. ડ્રામેટિક, નાટકમાં આમ કરે ને કે, “શું સમજે છે તું તારા મનમાં ? તારા પર દાવો માંડીશ. તને કોર્ટમાં ફરિયાદ કરીશ. આમ કરીશ, તેમ કરીશ.’ બધું બોલે. નાટકી બધું બોલે. પોતાની એકની એક છોકરી હોય, ત્યાં જ્ઞાની પુરુષ શું કરે ? નાટકી કરે. છોકરી હોતી જ નથી પોતાની ! જ્યાં દેહ જ પોતાનો નથી ત્યાં છોકરી પોતાની શી રીતે હોઈ શકે ? અને જે બને છે, જે બની રહ્યું છે, એ કોઈની સત્તાની વાત નથી. પણ છતાં ય તે ઘડીએ તમારાથી એમ ના કહેવાય કે, “સારું ભઈ, ત્યારે તું લઈ જા બા.” એવું ના બોલાય. એ વ્યવહાર પાંગળો દેખાય. પ્રશ્નકર્તા : બધું કરવું છતાં નિર્લેપ રહેવું. દાદાશ્રી : હા. છતાં નિર્લેપ રહેવું. ખરું સમજી ગયા. દેહ જ આપણો નથી. આ તો ગાળો ખાઈને કર્મ બાંધવા નીકળ્યા છે લોકો !! પ્રશ્નકર્તા : પુણ્યના ઉદયે, જોઈએ તેનાં કરતાં વધારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય તો ? દાદાશ્રી : તો વાપરી નાખવી. છોકરાં હારું બહુ રાખવી નહિ. એમને ભણાવવા, ગણાવવા, બધું કમ્પ્લીટ કરી, એમને સર્વિસ લગાવી દીધાં. એટલે પછી એ ડાળે (કામ) લાગ્યાં, એટલે બહુ રાખવી નહિ. એટલું ધ્યાન રાખવાનું કે જેટલું આપણી જોડે આવે એટલું જ આપણું. તમારે કેટલા દીકરા છે ? પ્રશ્નકર્તા: ત્રણ. બે દીકરા ને એક દીકરી. દાદાશ્રી : માથાકૂટ કોણે કરી ? તમે કરી. ભોગવશે કોણ ? આ બધાં, પણ એ લોકો સાથે લઈને આવ્યાં હોય ! પ્રશ્નકર્તા : હું મૂકી જઈશ તો છોકરાં વાપરશે.
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy