SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર હરકત ના આવે. પેલા શંકાવાળા, અજ્ઞાની જ બગાડે છે આ બધું. એવો સંશય રાખે ક્યારે પાર આવે ? ન્યાય એ થર્મોમીટર છે, ન્યાય શું કહે છે ? જો એ પ્રમાણે બને તો કરેક્ટ કહેવું ! ૨૫૨ આ બેન કહેતી હતી કે અમથો કો'ક આવ્યો હોય તો ય, યે કોન આયા ?” એ શંકાવાળા ફાધર, એ બિચારા દુઃખી-દુઃખી થઈ જાય. આ લોકો મારી કને પૂછતા હોય ને તો હું એમને સમજણ પાડી દઉં કે મૂઆ દુ:ખી ના થવું જોઈએ. એની પર કાળજી રાખો. બધા જ પ્રિકોશન્સ લો. પણ એની ઉપર શંકા નહીં. પણ આપણા લોકો બિચારાને સમજણ નહીં ને ! પ્રશ્નકર્તા : ધારો કે એનાં પેરેન્ટસ, એનાં મા-બાપ એનાં માટે પ્રિકોશન લેતા હોય, જાપ્તો રાખતા હોય, તો એને પોતાને ખબર તો પડે ને કે.... દાદાશ્રી : જાપ્તો નહીં રાખવાનો, પ્રિકોશન્સ લેવાનાં. પ્રશ્નકર્તા : પ્રિકોશન રાખે, તો પણ એને ખબર તો પડે ને કે આ શંકા માટે મારી પ્રિકોશન રાખે છે. દાદાશ્રી : એ તો ભલે ખબર પડે. પ્રશ્નકર્તા : તો પછી એને લાગે ને કે આ મારા ઉપર શંકા કરે છે એવું થાય નહીં ! દાદાશ્રી : નહીં, એનું નામ શંકા ના કહેવાય. શંકા ના કરાય. પ્રિકોશન્સ એટલે એને બધા છોકરાંના ટોળામાં એકલી જવા ના દેવી, એવું તેવું તે બધા લેવા જોઈએ. આપણે તો અમુક ઉંમરની છોકરી બહાર જ ન્હોતા કાઢતા. ખબર છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કારણ કે પેટ્રોલ અને અગ્નિ બે સાથે મૂકી શકાય નહીં. જોખમ ભરેલું તે જગતના લોકો ય સમજે કે બે છૂટાં રાખજો. પછી હવે આ જ્ઞાનવાળાને તો કશું અડે જ નહીં. પાંચ છોડીઓ ફ્રેંડસ જોડે ફરતી હોય ને, તો ય ના અડે એવું આપણું જ્ઞાન છે. મા-બાપ છોકરાંનો વ્યવહાર પ્રશ્નકર્તા : કોને ના અડે ? મા-બાપને ના અડે કે પેલી ફરનારીને ના અડે ? દાદાશ્રી : કોઈને ય અડે નહીં એ તો, આ ‘જ્ઞાન’ હોય પછી તો. પ્રશ્નકર્તા : એ છોકરીઓને ‘જ્ઞાન’ હોય તો ને ! દાદાશ્રી : ના, છોકરીઓને નહીં, આપણને જ્ઞાન હોય ને, તો શા માટે આ બોધરેશન કરવાનું ?! આ તો આપણી છોકરી જેવું લાગે છે આપણને એ ય આપણી છોકરી હોતી નથી. આ તો તરબુચાનું બીજ રોપ્યું એટલે તરબુચા થયા જ કરે. એ તો બધા કેટલાય તરબુચા બેસે. માલિકીપણાનું દુ:ખ છે આ માલિકીપણાનું. ૨૫૩ પ્રશ્નકર્તા : એટલે બાળકો માટે એવું ના થાય કે એ લોકો દુઃખી થઈ જશે, સાવ ખોટા રસ્તે ચઢશે તો ? દાદાશ્રી : એ થાય. પણ તે એનો અર્થ એવો નહીં કે આપણે એને માટે શંકાઓ કરવી. દુઃખી ના થાય એવો રસ્તો લો. કોલેજ બદલી નાખીએ, જગ્યા બદલી નાખીએ, સંજોગો બદલી નાખીએ. તેમ છતાં ય ફેરફાર ના થાય તો ઉપાય નથી, નિઉપાય છે, શુદ્ધાત્મામાં રહેવું, જેનો ઉપાય જ નથી ત્યાં ! પ્રશ્નકર્તા : આપણે એની કોલેજ બદલી નાખીએ, એનું સર્કલ બદલી નાખીએ, પણ આપણને એની શંકા પડે ત્યારે પછી આવું બધું કરીએ ને આપણે ! દાદાશ્રી : શંકા નહીં. પ્રશ્નકર્તા : તો ? દાદાશ્રી : સેફસાઈડ માટે ! પ્રશ્નકર્તા : એમાં શું ફેર છે ? દાદાશ્રી : શંકા નહીં, સેફસાઈડ, અટકાવવું. કંઈ પણ ઉપયોગ કરો. મારી છોડી હોત તો ય શંકા ના કરત. હીરાબાની જોડે ય શંકા ના કરું. કોઈની ઉપર હું શું કરવા શંકા કરું ?! આમચા ક્યા લેના દેના ?
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy