SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર પ્રશ્નકર્તા : ના. કોઈ દહાડો છોકરાઓ મારવા કરવાનું કરતાં નહીં. દાદાશ્રી : તમે કહો છો કે મારા છોકરા મારતા નથી મને, એટલે હજુ સારાં કહેવાય. પ્રશ્નકર્તા : હા, સારાં કહેવાય. દાદાશ્રી : એ તમને ખરાબ કહે, તમે એમને ખરાબ કહો. અને પછી વાતાવરણ દૂષિત થતું ચાલ્યું અને પછી ભડકા થશે આમાં. એટલે તમારે એમને સારાં કહેવા, કઈ દ્રષ્ટિએ ? એક દ્રષ્ટિ મનમાં સમજી લો કે ‘આફટર ઓલ હી ઇઝ એ ગુડ મેન.’ (અંતે તો એ સારા માણસ છે.) ૨૨૮ પ્રશ્નકર્તા : પણ દાદા, બીજી જાતની પણ અથડામણ થાય છે. તીવ્ર બુધ્ધિના છોકરાઓ એમ કહે કે તમે વીસ વર્ષ પછાત છો. દાદાશ્રી : આવું બધું તો કહેશે ! ને આ કાળમાં તો પાછળથી ભણેલા છોકરાઓ અને એમના ભેગા રહેવું, તે આ બ્રેઈન (મગજ)ની કઢી કરવા જેવું છે. એટલે મને પૂછી લેવું, ખાનગીમાં પૂછી જવું. હું દેખાડીશ પછી તમને રસ્તો. આ પ્રોબ્લેમ દરેકને જુદો જુદો હોય એટલે જુદી જુદી રીતે કહેવાનું હોય. એટલે મને ખાનગીમાં પૂછી લેવાનું. બાકી આનો નિવેડો આવે એવો નથી. આ બધે આનો આ જ પ્રોબ્લેમ છે. કારણ કે દરેકના છોકરા જુદી જુદી રીતનાં, કર્યો જુદી જાતનાં અને રીતે ય જુદી હોય. પ્રશ્નકર્તા : છોકરાઓ સાથે અથડામણ થાય તો આપણે કેવો એપ્રોચ લેવો, આપણે શું કરવું, આપણે કેવું વર્તન કરવું ? દાદાશ્રી : તે આપણે મહીં જાતને પૂછવું, ‘કેમ અથડાવ છો, એમાં શું સ્વાદ કાઢવાનો છે હવે ? મોક્ષે જવું છે કે અથડાઈ અથડાઈને માર ખાવો છે ?!' ઉદય પ્રમાણે બધું થયા કરે. પ્રશ્નકર્તા ઃ અથડામણ જ્યારે થાય ત્યારે છોકરાઓ સાથે કેવું વર્તન કરવું ? દાદાશ્રી : રાગ-દ્વેષ ના થવો જોઈએ, એણે કંઈ બગાડ્યું હોય કે નુકસાન કર્યું હોય, તો ય એની ઉપર દ્વેષ ના થવો જોઈએ અને એને મા-બાપ છોકરાંનો વ્યવહાર ‘શુધ્ધાત્મા’ રીતે જોવો જોઈએ બસ. રાગ-દ્વેષ ના થાય એટલે બધો નિવેડો આવી ગયો અને આપણું જ્ઞાન રાગ-દ્વેષ ના થાય એવું છે. ૨૨૯ પ્રશ્નકર્તા : અને ધારો કે છોકરાને રાગ-દ્વેષ થાય, તો આપણને રાગ-દ્વેષ થઈ જાય તો શું કરવું પછી ? દાદાશ્રી : ના થાય. આ જ્ઞાન જો લીધેલું છે ને મારી આજ્ઞા પાળશે તો રાગ-દ્વેષ થાય નહીં અને થાય છે તો મારી આજ્ઞા પાળતો નથી. આ રાગ-દ્વેષનું જ્ઞાન ન હોય અને જે રાગ-દ્વેષ જેવું કંઈ દેખાતું હોય તો તે ફાઈલનું છે, આપણું ન્હોય. ભરેલો માલ છે એ બહાર નીકળી જાય. ગૂંચ પડતાં જ કરો તપાસ મહીં; રાખ જુદો ગૂંચાયો ‘હું' તહીં! આપણું મન સ્હેજ ગૂંચાય, તે એ ગૂંચ બીજાની નહીં, આપણી જ. એટલે આપણે સમજી જવું કે આ ગૂંચ આપણી છે. એને બાજુએ મૂકી દેવી. આપણે ‘શુધ્ધાત્મા’ જ જોવો. જેટલી ગૂંચ દેખાય એ ગૂંચ બધી આપણી. કોને ગૂંચ પડી ? આપણને પડી ગૂંચ. શાથી ગૂંચ પડી ? એ આપણને જોતાં ના આવડ્યું તેથી, પણ ગૂંચ ના પડવી જોઈએ. ગૂંચ આપણે ભાંગી નાખવાની. ‘હું શુધ્ધાત્મા છું’, બીજું બધું ‘વ્યવસ્થિત’ છે. આ ‘સોલ્યુશન’ મેં આપ્યું છે. ગૂંચ પડે એટલે જાણવું કે આપણી ભૂલ થઈ. ગૂંચ છે જ નહિ જગતમાં. તમને ગૂંચ છે નહીં, છતાં ય દેખાય છે ને ગૂંચો ? પ્રશ્નકર્તા : દેખાય તો ખરીને ! પણ પછી જતી રહે છે. દાદાશ્રી : પછી જતી રહે, નહીં ? પણ એ દેખાય ખરી ? એ આપણી ભૂલથી ગૂંચ પડી. કોઈની ભૂલ નથી. કોઈ પણ ગૂંચ પડે. તે આપણી જ ભૂલ, બીજા કોઈની ભૂલ હોતી નથી. ગૂંચ કેમ દેખાય ?! ગૂંચ વગરનું જગત !! આત્મા જ દેખાય છે બધે. બીજું તો બધું નિર્દોષ છે જગત આખું. કેવી રીતે ગૂંચ પડે ? એટલે ગૂંચ ના પડવા દેશો, બહુ દહાડા, અનંત અવતાર ગૂંચો જ પાડ પાડ કરી છે. બીજો કશો ધંધો કર્યો
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy