SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ મા-બાપ છોકરાંનો વ્યવહાર મા-બાપ છોકરાંનો વ્યવહાર ક્રોધી છોકરાં સાથે શું થાય? પહેલાં પોતે બંધ કરે સદા ય! દાદાશ્રી : મોંઘા બહુને ! મોંઘા બહુ એટલે પછી શું થાય ? બેબી સસ્તી તે રીસાય નહીં બિચારી. પ્રશ્નકર્તા : આ રીસાવાનું શાથી થતું હશે, દાદા ? દાદાશ્રી : આ પેલા ફરી બોલાવે એટલે. મારી પાસે રીસાય જોઈએ ?! કોઈ રીસાયેલું જ નહીં મારી જોડે. ફરી બોલાવું જ નહીં ને ! ફરી બોલાવું નહીં, ખાય કે ના ખાય તો ય ફરી બોલાવું નહીં. એ હું જાણે કે કુટેવ પડી જાય ઊલ્ટી, વધારે કુટેવ પડી જાય. ના, ના, બાબા જમી લે, બાબા જમી લે. અરે, એની મેળે ભૂખ લાગશે એટલે બાબો જમશે. ક્યાં જવાનો છે ? તમારે આવું ના કરવું પડે, એમ તો અમને તો બીજી કળાઓ આવડે. બહુ આડું થયું હોય, તો ભૂખ્યું થાય તો ય ના ખાય. એટલે અમે પાછા એના મહીં વિધિ મૂકીએ પછી. તમારે આવું ના કરવું. તમે તો જે કરો છો એ કરો. બાકી રીસાય નહીં મારી જોડે ! ને રીસાઈને શું કાઢે ? પ્રશ્નકર્તા : માટે શીખવાડોને દાદા એ કળા. કારણ કે આ રીસાવાનું-મનાવાનું તો બધાને રોજનું હોય દાદા. તો આ ચાવી એકાદી આપી દો તો બધાને ઊકેલ આવી જાય ને ! દાદાશ્રી : એ તો આપણો બહુ ગરજાવ હોય ત્યારે એ રીસાય. એટલી બધી ગરજ શી વળી ? પ્રશ્નકર્તા : એટલે શું, ના સમજાયું, બહુ ગરજાવ હોય ત્યારે રીસાય ? કોને ગરજ હોય ? દાદાશ્રી : સામાને ગરજ. આ રીસાનારો માણસ, સામાને ગરજ એની હોય ત્યારે રીસાય. પ્રશ્નકર્તા: એટલે આપણે ગરજ જ નહીં દેખાડવાની. દાદાશ્રી : ગરજ હોય જ નહીં. ગરજ શેની વળી તે ! કર્મના ઉદય જે બનવાનું હશે એ બનશે, એની ગરજ કેટલી રાખવાની ! અને પાછાં કર્મના ઉદય જ છે. ગરજ દેખાડવાથી હઠે ચઢે ઊછું. પ્રશ્નકર્તા : નાનાં બાળકોને ગુસ્સો દૂર કરવા ટૂંકાણમાં કેવી રીતે કહેવું ? દાદાશ્રી : એમનો ગુસ્સો દૂર કરીને શું ફાયદો ? પ્રશ્નકર્તા : ઝઘડે નહીં આપણી જોડે. દાદાશ્રી : પછી ઠંડું પડી જાય એ તો. મહાપરાણે દવાઓ કરીએ ત્યારે ગુસ્સો થાય માણસને. પાછું ટાઢું પડી જાય, ટાટું પડી જાય એ તો સારું નહીં, ગુસ્સો સારો. પ્રશ્નકર્તા : ના, ના, એમ નહીં. છોકરાં કોઈ વખત બહુ હોટટેમ્પરનાં હોય ને. દાદાશ્રી : એનાં માટે તો દવા બીજી કરવા કરતાં એના મા-બાપે ગુસ્સાનો દેખાવ ન દેખે એવી રીતે રહેવું જોઈએ. એ દેખીને થાય છે કે મારા ફાધર કરે છે, હું એના કરતાં સવાયો ગુસ્સો કરું ત્યારે ખરો. એ તો તમારે બંધ કરી દો, તો એની મેળે બંધ થઈ જશે. આ મેં બંધ કર્યો છે, મારો બંધ થઈ ગયો છે, તો કોઈ મારી જોડે કરતું જ નથી. હું કહું કે ગુસ્સે થાવ તો પણ નહીં થતાં. છોકરાઓ ય નહીં થતાં, હું મારીશ તો ય નહીં થાય ગુસ્સે. ગુસ્સો કરો છો કે થાય છે? એ છે વીકનેસ અંતે તો થાય છે!! પ્રશ્નકર્તા : છોકરાને સારા માર્ગે વાળવા મા-બાપની ફરજ તો પૂરી પાડવી જોઈએને, એટલે ગુસ્સો તો કરવો પડે ને ? દાદાશ્રી : ગુસ્સો શું કરવાં કરવો પડે ? એમ ને એમ સમજાવીને કહેવામાં શું વાંધો છે ? ગુસ્સો તમે કરતા નથી. ગુસ્સો થઈ જાય છે તમને. કરેલો ગુસ્સો એ ગુસ્સો ગણાતો નથી. આપણે જાતે કરીએ ગુસ્સો,
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy