SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ મા બાપ-છોકરાંનો વ્યવહાર મા બાપ-છોકરાંનો વ્યવહાર ૧૪૫ કારખાનાં છે. આ છોકરાંઓ આખો દહાડો કાને રેડિયો નથી અડાડી રાખતાં ? કારણ કે આ રસ નવો નવો ઉદયમાં આવ્યો છે બિચારાંને ! આ એનું નવું ‘ડેવલપમેન્ટ’ છે. જો ‘ડેવલપ’ થયેલો હોત તો કાને રેડિયો અડાડત જ નહીં, એક ફેરો જોઈ લીધા પછી ફરી અડાડે નહીં. નવીન વસ્તુને એક ફેર જોવાની હોય, એનો કાયમ અનુભવ લેવાનો ના હોય. આ તો કાનની નવેસરથી ઈન્દ્રિય આવી છે તેથી આખો દહાડો રેડિયો સાંભળ્યા કરે છે ! મનુષ્યપણાની તેની શરૂઆત થાય છે. મનુષ્યપણામાં હજારો વખત આવી ગયેલો માણસ આવું તેવું ના કરે. અમારી પાસે વ્યવહાર જાગૃતિ તો નિરંતર હોય ! કોઈ ઘડિયાળની કંપની મારી પાસે પૈસા લઈ ગઈ નથી. કોઈ રેડિયોવાળાની કંપની મારી પાસેથી પૈસા લઈ ગઈ નથી. અમે એ વસાવ્યાં જ નથી. આ બધાંનો અર્થ જ શો છે ? ‘મિનિંગલેસ’ છે. જે ઘડિયાળે મને હેરાન કર્યો, જેને જોતાંની સાથે જ મહીં તેલ રેડાય એ શું કામનું ? ઘણાંખરાંને બાપને દેખવાથી મહીં તેલ રેડાય. પોતે વાંચતો ના હોય, ચોપડી આવી મૂકીને રમતમાં પડ્યો હોય ને અચાનક બાપને દેખે તો તેને તેલ રેડાય, એવું આ ઘડિયાળ દેખતાંની સાથે તેલ પડ્યું તો બળ્યું, મેલ ઘડિયાળને છેટું. અને આ બીજું બધું રેડિયો-ટી.વી. તો પ્રત્યક્ષ ગાંડપણ છે, પ્રત્યક્ષ મેડનેસ' છે. પ્રશ્નકર્તા : રેડિયો તો ઘર-ઘરમાં છે. દાદાશ્રી : એ વાત જુદી છે. જ્યાં જ્ઞાન જ નથી ત્યાં આગળ શું થાય ? એને જ મોહ કહેવાય ને ? મોહ કોને કહેવાય છે ? ના જરૂરિયાત ચીજને લાવે ને જરૂરિયાત ચીજની કસર વેઠે એનું નામ મોહ કહેવાય. નકલ કરી કે ભૌતિકવાળાની નકલ કરી ? જો ભૌતિકવાળાની નકલ કરવી હોય તો આ પેલા આફ્રિકાના છે, એમની કેમ નથી કરતાં ? પણ આ તો સાહેબ જેવા લાગીએ.. એટલે નકલો કરી. પણ તારામાં બરકત તો છે નહિ ! શાનો ‘સાહેબ’ થવા ફરે છે ? પણ સાહેબ થવા માટે આમ અરીસામાં જુઓ, પટીયા પાડ પાડ કરે. ને પોતે માને કે હવે ઓલરાઈટ થઈ ગયો છું. પાછો પાટલુન પહેરીને આમ પાછળ થબોકા માર માર કરે. અલ્યા, શું કામ વગર કામનો માર માર કરે છે ?! કોઈ બાપો ય જોનાર નથી, સહુ સહુના કામમાં પડ્યાં છે. સહુ સહુની ચિંતામાં પડ્યા છે. તને જોવા નવરું ય કોણ છે ? સહુ સહુની માથાકૂટમાં પડ્યા છે. પણ પોતાની જાતને શું ય માની બેઠાં છે ! મનમાં માને કે આ ત્રણસો રૂપિયા વારનું કપડું છે. એટલે લોક મારી કિંમત કરશે. પણ આ તો જોવા જ કોઈ નવરું નથી ને. પણ તો ય મનમાં ફૂલાયા કરે. અને સ્ટેજ ઘેરથી બહાર જવાનું થાય ને તો પાટલુન બદલ્યા કરે. એ ય બીજું પાટલુન લાવો. આ લોક કંઈ જેવા તેવા હોય છે ? અલ્યા, શું ધાર્યું છે તે આ ? તને જોવા માટે કોઈ બાપો ય નવરો નથી. શું તારું જોવાનું છે તે ? પણ તો ય સારું પાટલુન પહેરીને મનમાં શું ય માન્યા કરે, આવું છે. આ જગત. પાછું પેન્ટ ફાટયું હોય તો સાંધ સાંધ કર્યા કરે. શા હારું સાંધો છો ? ત્યારે કહે, કોઈ જોઈ જાય છે. અલ્યા છે કંઈ આબરૂ, તે વગર, કામના આબરૂ રાખ રાખ કરવા ફરો છો. મૂઆ, કોઈની આબરૂ તો મેં જોઈ જ નહીં. આબરૂદાર માણસ તો કેવો સુગંધીવાળો હોય. આજુબાજુ લોક પચ્ચીસ માઈલના ‘રેડીયસ'માં બોલતાં હોય કે શ્રેષ્ઠી પુરુષ કહેવા પડે ! ફલાણા શેઠ કહેવાં પડે ! આજુબાજુ બધા કહેતાં હોય. એને ઘેર જઈએને તો ય સુંગધ આવે. આ તો મૂઆ, ઘરમાં જ ગંધાતા હોય. ઘરમાં ય એના બાબાને પૂછીએ કે, ‘ભઈ ચંદુલાલ શેઠ....” ત્યારે કહે, ‘મારા ફાધરની વાત કરો છો ? એ ચક્કર તમને કંઈથી ભેગા થયા.’ એવું છે આ જગત. પ્રશ્નકર્તા : ફક્ત છોકરાઓને ફેશનની પડી હોય છે. બધાં કપડાં ને આ તે બધાનાં શોખીન હોય છે ! તવું પેન્ટ પહેરી જો જે કરે તકતામાં; ત કો' નવરું જોવાં, સહુ સહતી ચિંતામાં! નવું પેન્ટ પહેરીને અરીસામાં જો જો કર્યા કરે. અલ્યા, અરીસામાં શું જુએ છે ? આ કોની નકલ કરે છે. તો જુઓ ! આધ્યાત્મવાળાની
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy