SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર ૨૫ મેન.' છતાંય કરે છે. ક્ષત્રિયોને અધિકાર છે, પણ ક્ષત્રિયપણું રહ્યું હોય તો અધિકાર છે. (૧૩૨) પ્રશ્નકર્તા : આ નાના છોકરાંઓને મગસ ખવડાયા કરે છે, તે ખવડાવાય ? દાદાશ્રી : ના ખવડાવાય, મગસ ના ખવડાવાય. નાના છોકરાઓને મગસને, ગુંદરપાક, દગડા ના ખવડાવાય. એમને સાદો ખોરાક આપવો અને દૂધ પણ થોડું આપવું જોઈએ. છોકરાને ના અપાય આવું બધું-આપણા લોકો તો બધા દૂધની ચીજો ખવડાય ખવડાય કરે છે. મૂઆ ના ખવડાવાય. ઉશ્કેરાટ વધશે અને બાર વરસનો થયો ત્યારથી દ્રષ્ટિ બગડશે મૂઆની. ઉશ્કેરાટ ઓછો થાય એવો ખોરાક આપવો જોઈએ. છોકરાઓને, બાળકોને આ તો બધું ખ્યાલમાં નથી. જીવન કેમ જીવવું તે ભાન જ નથી ને ? (૧૩૨) પ્રશ્નકર્તા : બરાબર છે, પણ ભલે આપણે કંઈ કહેવું ન હોય, પણ આપણે એમ માનીએ કે આપણો દીકરો હોય, ચોરી કરતો હોય, તો ચોરી કરવા દેવી ? દાદાશ્રી : દેખાવમાં વિરોધ, મહીં અંદર સમભાવ. બહાર દેખાવમાં વિરોધ અને તે એ ચોરી કરે તેની ઉપર આપણે નિર્દયતા સહેજ પણ ન થવી જોઈએ. જો અંદ૨ સમભાવ તૂટી જશે તો નિર્દયતા થશે અને જગત આખું નિર્દય થઈ જાય છે. (૧૩૫) જેને ત્યાં ચોરી કરી તેનું પ્રતિક્રમણ આમ કરજે અને પ્રતિક્રમણ કેટલાં કર્યાં તે મને કહેજે. તો પછી પેલો રાગે પડી જાય. પછી ચોરી નહીં કરવાની એવી પ્રતિજ્ઞા લે તું. ફરી નહીં કરું અને થઈ ગઈ તેની માફી માંગું છું. એવું વારે ઘડીએ સમજણ પાડ પાડ કરીએ ને, તો એ જ્ઞાન ફીટ થાય. એટલે આવતો ભવ પછી ચોરી ન થાય. આ તો ઇફેક્ટ છે તે પૂરી ભજવાઈ જાય અને ઇફેક્ટ છે તે એકલી જ. પાછું બીજું નવું આપણે શીખવાડીએ નહીં. તો હવે નવું ઊભું થાય નહીં. (૧૩૬) આ છોકરો અમારી પાસે બધી ભૂલો કબૂલ કરે, ચોરી કરે તો તે ય કબૂલ કરી લે છે. આલોચના તો ગજબનો પુરુષ હોય ત્યાં જ થાય. હિન્દુસ્તાનનો કંઈ અજાયબ ‘સ્ટેજ’માં ફેરફાર થઈ જશે ! (૧૪૧) નથી ? મા-બાપ છોકરાનો વ્યવહાર (૮) નવી જતરેશત, હેલ્થી માઈન્ડવાળી ! દાદાશ્રી : રવિવારે તમારા નજીકમાં જ સત્સંગ હોય છે તો કેમ આવતા પ્રશ્નકર્તા : રવિવારે ટી.વી. જોવાનું હોયને, દાદા ! દાદાશ્રી : ટી.વી.ને તમારે શું સંબંધ ? આ ચશ્માં આવ્યાં છે તો ય ટી.વી. જુઓ છો ? આપણો દેશ એવો છે કે ટી.વી. ના જોવું પડે, નાટક ના જોવું પડે, બધું આ અહીં ને અહીં રસ્તા પર થયા કરે છે ને ? પ્રશ્નકર્તા : એ રસ્તે પહોચીશું ત્યારે એ બંધ થશેને ? દાદાશ્રી : કૃષ્ણ ભગવાન ગીતામાં એ જ કહી ગયા કે મનુષ્યો અનર્થ ટાઈમ વેડફી રહ્યા છે. કમાવા માટે નોકરીએ જાય એ તો કંઈ અનર્થપૂર્વકનું ના કહેવાય. જ્યાં સુધી પેલી દ્રષ્ટિ મળે નહી ત્યાં સુધી આ દ્રષ્ટિ છૂટે નહીં ને ? લોક શરીરે ગંધાતો કાદવ ક્યારે ચોપડે ? એને લહાય બળે ત્યારે એવું આ ટી.વી., સિનેમા, બધું ગંધાતા કાદવ કહેવાય. એમાંથી કશો સાર ના નીકળે. અમને ટી.વી. જોડે ભાંજગડ નથી. દરેક વસ્તુ જોવાની છૂટ હોય છે. પણ એક બાજુ પાંચ ને દસ મિનિટે ટી.વી. હોય ને એક બાજુ પાંચ ને દસ મિનિટે સત્સંગ હોય. તો શું ગમે ? અગિયાર વાગે પરીક્ષા હોય ને અગિયાર વાગે જમવાનું હોય તો શું કરો ? એવી સમજણ હોવી જોઈએ ! પ્રશ્નકર્તા : રાતે મોડે સુધી ટી.વી. જોતાં હોય એટલે પછી સૂવે જ નહીંને ? દાદાશ્રી : પણ ટી.વી. તો તમે વેચાતું લાવ્યા, ત્યારે જુએને ? તમે ય છોકરાંઓને ફટવ્યાં છે ને બધા. આ તમે માબાપે છોકરાંઓને ફટવ્યાં છે અને ટી.વી. લાવ્યા પાછાં ! એ તોફાન નહોતું તે પાછું વધાર્યું તોફાન. (૧૪૨) નવું પેન્ટ પહેરીને અરીસામાં જો જો કર્યા કરે. અલ્યા, અરીસામાં શું જુએ છે ? આ કોની નકલ કરે છે. તે તો જુઓ ? અધ્યાત્મવાળાની નકલ કરી કે ભૌતિકવાળાની નકલ કરી ? જો ભૌતિકવાળાની નકલ કરવી હોય તો આ પેલા આફ્રિકાના છે, એમની કેમ નથી કરતાં ? પણ આ તો સાહેબ જેવા લાગીએ... એટલે નકલો કરી. પણ તારામાં બરકત તો છે નહિ ! શાનો
SR No.008858
Book TitleMaa Baap Chhokarano Vyavahar Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size367 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy