SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ક્લેશ વિનાનું જીવન પ૩ હિસાબ ચૂકતે કે “કોકિઝ' પડ્યાં ? પ્રશ્નકર્તા : નવી લેવડ-દેવડ ના થાય એ કેવી રીતે બને ? દાદાશ્રી : નવી લેવડ-દેવડ કોને કહેવાય ? “કોઝિઝને નવી લેવડદેવડ કહેવાય, આ તો ‘ઇફેક્ટ' જ છે ખાલી ! આ જે જે બને છે એ બધું ‘ઇફેક્ટ' જ છે, અને કોઝિઝ’ અદર્શનીય છે. ઇન્દ્રિયથી ‘કોઝિઝ' દેખાય નહીં, જે દેખાય છે એ બધી ઇફેક્ટ છે. એટલે આપણે જાણવાનું કે હિસાબ ચૂકતે થયો. નવું જે થાય છે તે તો મહીં થઇ રહ્યું છે, તે અત્યારે ના દેખાય, એ તો જ્યારે પરિણામ પામે ત્યારે. હજુ એ તો મેળમાં લખેલું નથી, નોંધવહીમાંથી હજુ તો એ ચોપડામાં આવશે. પ્રશ્નકર્તા : આગળના પાકા ચોપડાનું અત્યારે આવે છે ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આ અથડામણ થાય છે તે ‘વ્યવસ્થિત'ના આધારે જ હશે ને ? ક્લેશ વિનાનું જીવન જ રહેવું, અને આપણે આપણી મેળે આપણું ‘પઝલ’ ‘સોલ્વ’ કર્યા કરવું. પ્રશ્નકર્તા : સામો માણસ આપણું અપમાન કરે ને આપણને અપમાન લાગે એનું કારણ આપણો અહંકાર છે ? દાદાશ્રી : ખરી રીતે સામો અપમાન કરે છે તે આપણો અહંકાર ઓગાળી નાખે છે, અને તેય પેલો ડ્રામેટિક' અહંકાર. જેટલો એક્સેસ અહંકાર હોય તે ઓગળે, એમાં બગડી શું જવાનું છે ? આ કર્મો છૂટવાં દેતાં નથી. આપણે તો નાનું બાળક સામું હોય તોય કહીએ, હવે છૂટકારો કર. તમને કોઇએ અન્યાય કર્યો ને તમને એમ થાય કે મને આ અન્યાય કેમ કર્યો તો તમને કર્મ બંધાય. કારણ કે તમારી ભૂલને લઇને સામાને અન્યાય કરવો પડે છે. હવે અહીં ક્યાં મતિ પહોંચે ? જગત તો કકળાટ કરી મેલે ! ભગવાનની ભાષામાં કોઇ ન્યાયે ય કરતું નથી ને અન્યાયે ય કરતું નથી, ‘કરેક્ટ’ કરે છે. હવે આ લોકોની મતિ ક્યાંથી પહોંચે ? ઘરમાં મતભેદ ઓછા થાય, ભાંજગડ ઓછી થાય, આજુબાજુનાનો પ્રેમ વધે તો સમજીએ કે વાતની સમજણ પડી. નહીં તો વાતની સમજ પડી નથી. જ્ઞાન કહે છે કે તું ન્યાય ખોળીશ તો તું મૂર્ખ છે ! માટે એનો ઉપાય છે તપ ! કો’કે તમને અન્યાય કર્યો હોય તો તે ભગવાનની ભાષામાં ‘કરેક્ટ' છે; જે સંસારની ભાષામાં ખોટું કર્યું એમ કહેશે. આ જગત ન્યાયસ્વરૂપ છે, ગમ્યું નથી. એક મચ્છર પણ એમને એમ તમને અડે તેમ નથી. મચ્છર અડ્યો માટે તમારું કંઇક કારણ છે. બાકી એમ ને એમ એક સ્પંદન પણ તમને અડે તેવું નથી. તમે સંપૂર્ણ સ્વતંત્ર છો. કોઇની આડખીલી તમને નથી. પ્રશ્નકર્તા : અથડામણમાં મૌન હિતકારી ખરું કે નહીં ? દાદાશ્રી : મૌન તો બહુ હિતકારી કહેવાય. પ્રશ્નકર્તા : પણ દાદા, બહાર મૌન હોય, પણ અંદર તો બહુ દાદાશ્રી : હા. અથડામણ છે તે ‘વ્યવસ્થિત'ના આધારે ખરી પણ એવું ક્યારે કહેવાય ? અથડામણ થઇ ગયા પછી. “આપણે અથડામણ નથી કરવી’ એવો આપણો નિશ્ચય હોય. સામે થાંભલો દેખાય એટલે આપણે જાણીએ કે થાંભલો આવે છે, ફરીને જવું પડશે, અથડાવું તો નથી. પણ એમ છતાં અથડામણ થઇ જાય ત્યારે આપણે કહેવું, વ્યવસ્થિત છે. પહેલેથી જ ‘વ્યવસ્થિત છે માનીને ઠંડીએ તો તો ‘વ્યવસ્થિત'નો દુરુપયોગ થયો કહેવાય. ‘ત્યાય સ્વરૂપ', ત્યાં ઉપાય તપ !! પ્રશ્નકર્તા : અથડામણ ટાળવાની “સમભાવે નિકાલ’ કરવાની આપણી વૃત્તિ હોય, છતાં સામો માણસ આપણને હેરાન કરે, અપમાન કરે તો શું કરવું આપણે ? દાદાશ્રી : કશું નહીં. એ આપણો હિસાબ છે, તો આપણે તેનો સમભાવે નિકાલ કરવો છે એમ નક્કી રાખવું. આપણે આપણા કાયદામાં
SR No.008856
Book TitleKlesh Vina nu Jivan
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2004
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size483 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy