SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ક્લેશ વિનાનું જીવન બૂમાબૂમ કરે કે, ‘હું મરી ને બોલે સો સો વખત કે જ ગયો !' એમ બોલે. મરવાનું એક વખત ‘હું મરી ગયો !?’ અલ્યા, જીવતો છું ને શું કામ મરી ગયો છું, એમ બોલે છે ? મર્યા પછી બોલજે ને કે ‘હું મરી ગયો.’ જીવતો કંઇ મરી જાય ? ‘હું મરી ગયો’ એ તો આખી જિંદગીમાં બોલવાનું વાક્ય નથી. સાચા દુઃખને જાણવું જોઇએ કે દુઃખ કોને કહેવાય ? ૨૩ આ બાબાને હું માર માર કરું છું તો ય એ રડતો નથી ને હસે છે, એનું શું કારણ? અને તમે એને એક ટપલી મારો તો એ રડવા માંડશે, એનું શું કારણ ? એને વાગ્યું તેથી ! ના એને વાગ્યાનું દુઃખ નથી, એનું અપમાન કર્યું તેનું એને દુ:ખ છે. આને દુઃખ કહેવાય જ કેમ ? દુઃખ તો કોને કહેવાય કે ખાવાનું ના મળે, સંડાસ જવાનું ના મળે, પેશાબ કરવાનો ના મળે તેને દુઃખ કહેવાય. આ તો સરકારે ઘેરઘેર સંડાસ કરી આપ્યાં છે, નહીંતર તો પહેલાં ગામમાં લોટા લઇને જંગલમાં જવું પડતું હતું. હવે તો બેડરૂમમાંથી ઊઠયા કે આ સંડાસ ! પહેલાંના ઠાકોરને ય ત્યાં નહોતી એવી સગવડ આજના મનુષ્યો ભોગવે છે. ઠાકોરને ય સંડાસ જવા લોટો લઇને જવું પડતું ! એણે જુલાબ લીધો હોય તો ઠાકોરે ય દોડે ! અને આખો દહાડો આમ થઇ ગયું ને તેમ થઇ ગયું એવી બૂમાબૂમ કરે છે. અલ્યા શું થઇ ગયું તે ? આ પડી ગયું, પેલુ પડી ગયું ! શું પડી ગયું? વગર કામના શું કામ બૂમાબૂમ કરો છો ? આ દુઃખ છે તે અવળી સમજણનું છે. જો સાચી સમજણ ફીટ કરે તો દુઃખ જેવું છે જ નહીં. આ આપણો પગ પાક્યો હોય તો આપણે તપાસ કરવાની કે મારા જેવું દુઃખ લોકોને છે કે કેમ ? દવાખાનામાં જોઇ આવીએ ત્યારે ખબર પડે કે ઓહોહો ! દુઃખ તો અહીં જ છે. મારા પગે જરાક થયું છે ને હું નાહક દુઃખી થઇ રહ્યો છું. આ તો તપાસ તો કરવી પડે ને ! વગર તપાસે દુઃખ માની લઇએ તે પછી શું થાય ? તમને બધા પુણ્યશાળીઓને દુઃખ હોય જ કેવી રીતે ? તમે પુણ્યશાળીને ઘેર જન્મ્યા. થોડીક મહેનતે આખા દિવસનો ખોરાક મળ્યા કરે. ૪ ક્લેશ વિનાનું જીવન પ્રશ્નકર્તા સહુને પોતાનું દુઃખ મોટું લાગે ને ? દાદાશ્રી : એ તો પોતે ઊભું કરેલું એટલે જેટલું મોટું કરવું હોય તેટલું થાય, ચાળીસ ગણું કરવું હોય તો તેટલું થાય ! તક્કી કરવા જેવો ‘પ્રોજેક્ટ’ ! આ મનુષ્યોને જીવન જીવતાં જ ના આવડ્યું, જીવન જીવવાની ચાવી જ ખોવાઇ ગઇ છે. ચાવી બિલકુલ ખોવાઇ ગઇ હતી; તે હવે પાછું કંઇક સારું થયું છે. આ અંગ્રેજો આવ્યા પછી લોકો પોતાના ચુસ્ત સંસ્કારમાંથી ઢીલાં પડ્યાં, એટલે બીજામાં ડખોડખલ ના કરે ને મહેનત કર્યા કરે. પહેલાં તો નર્યો ડખલો જ કરતા હતા. આ લોકો વગર કામના માર ખા ખા કરે છે. આ જગતમાં તમારો કોઇ બાપો ય ઉપરી નથી. તમે સંપૂર્ણ સ્વતંત્ર છો. તમારો પ્રોજેક્ટ પણ સ્વતંત્ર છે, પણ તમારો પ્રોજેક્ટ એવો હોવો જોઈએ કે કોઈ જીવને તમારા થકી કિંચિત્માત્ર દુઃખ ના થાય. તમારો પ્રોજેક્ટ બહુ મોટો કરો, આખી દુનિયા જેવો કરો. પ્રશ્નકર્તા : એ શક્ય છે ? દાદાશ્રી : હા. મારો બહુ મોટો છે. કોઇ પણ જીવને દુઃખ ના થાય એવી રીતે હું રહું છું. પ્રશ્નકર્તા : પણ બીજા માટે તો એ શક્ય નથી ને ? દાદાશ્રી : શક્ય નથી, પણ એનો અર્થ એવો નથી કે બધા જીવોને દુઃખ આપીને આપણો પ્રોજેક્ટ કરવો. એનો કંઇક નિયમ તો રાખવો જોઇએ ને કે ઓછામાં ઓછું કોઇને દુ:ખ થાય એવો પ્રોજેક્ટ કરી શકાય ?! હું તમને તદ્ન અશક્ય છે તે કરવાનું નથી કહેતો. ... માત્ર ભાવતા જ કરવાની ! પ્રશ્નકર્તા : કોઇને દુઃખ જ નથી, તો પછી આપણે બીજાને દુઃખ
SR No.008856
Book TitleKlesh Vina nu Jivan
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2004
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size483 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy