SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મનું વિજ્ઞાન ૭૦ કર્મનું વિજ્ઞાન વાવટાવાળા નીકળ્યા હોય તો કેટલાં હોય ? એ ધોળા વાવટાવાળા કેટલાં હોય ? અત્યારે સમૂહ છે તે સમૂહના કામ. પહેલાં સમૂહ હતાં ય નહીં ને ! પ્રશ્નકર્તા : હં... એટલે કુદરતી કોપ એ સમૂહનું જ પરિણામ ને ! આ અનાવૃષ્ટિ થવી, આ કોઈ જગ્યાએ ખૂબ પૂર આવી જવા, કોઈ જગ્યાએ ધરતીકંપ થઈને લાખો મરી જવા. દાદાશ્રી : બધું આ લોકોનું પરિણામ. પ્રશ્નકર્તા : એટલે જે વખતે દંડમાં આવવાનો હોય, ત્યારે ગમે ત્યાંથી ખેંચાઈને અહીં આવી જ ગયો હોય. દાદાશ્રી : એ કુદરત જ લાવી નાખે ત્યાં અને બાફી નાખે, શેકી નાખે. એને પ્લેનમાં લાવીને પ્લેન પાડે. પ્રશ્નકર્તા : હા દાદા. એવાં દાખલા જોવામાં આવે છે કે જે જનારો હોય, તે કોઈ કારણસર રહી જાય અને કોઈ દહાડો ના જનારો હોય, તે પેલાની ટિકિટ લઈને મહીં બેસી ગયો હોય. પછી પ્લેન પડી ભાંગે. દાદાશ્રી : ના, પ્લસ-માઈનસ ના થાય. પણ એને ભોગવટામાં ઓછા કરી શકાય. પ્લસ-માઈનસનો તો આ દુનિયા છે ને ત્યારથી કાયદો જ નથી. નહીં તો લોકો અક્કલવાળા જ લાભ ઉઠાવી જાત એમ કરીને. કારણ કે સો પુણ્યના કરે અને દસ પાપ કરે, એ દસ બાદ કરીને મારા નેવું છે, જમે કરજો, કહેશે. તે અક્કલવાળા તો ફાવી જાય બધા. આ તો કહે છે, આ પુણ્ય ભોગવ અને પછી આ દસ પાપ ભોગવ. પ્રશ્નકર્તા : દાદા, આપણે અહંકાર વગર કોઈ પણ સત્કર્મ થાય અથવા કોઈ સંસ્થાને હોસ્પિટલ કે એને પૈસા આપે તો આપણા કર્મો પ્રમાણે જે ભોગવવું પડે એ ઓછું થાય એ સાચી વાત ? દાદાશ્રી : ના, ઓછું ના થાય. ઓછું-વધતું ના થાય. એ બીજા કર્મ બંધાય. બીજા પુણ્યના કર્મ બંધાય. પણ તે આપણે કો'કને ગોદો મારી આવ્યા એનું ફળ તો ભોગવવું પડે, નહીં તો જાણે બધા વેપારી લોકો પેલા બાદ કરીને પછી નફો એકલો જ રાખે. એ એવું નથી. કાયદા બહુ સુંદર છે. એક ગોદો માર્યો હોય તેનું ફળ આવશે. સો પુણ્યમાંથી બે બાદ નહીં થાય. બે પાપે ખરું અને સો પેલું પુણ્ય પણ ખરું. બન્ને જુદા ભોગવવાના. પ્રશ્નકર્તા : એટલે આ શુભ કર્મ કરીએ અને અશુભ કર્મ કરીએ, બન્નેનું ફળ જુદું મળે ? - દાદાશ્રી : અશુભનું અશુભ ફળ આપે જ. શુભનું શુભ આપશે. કશું ઓછું-વતું થાય નહીં. ભગવાનને ત્યાં કાયદો કેવો છે ? કે તમે આજે શુભકર્મ કર્યું એટલે સો રૂપિયા દાન આપ્યા, તો સો રૂપિયા જમે કરે એ અને પાછા પાંચ રૂપિયા કો'કને ગાળ ભાંડી ઉધાર્યા, તમારે ખાતે ઉધારે એ. એ પંચાણું જમે ના કરે. એ પાંચ ઉધારે ય કરે ને સો જમે ય કરે. બહુ પાકાં છે. નહીં તો આ વેપારી લોકો, ફરી દુઃખ જ ના પડે એવું હોય ને, એ તો જમેઉધાર કરીને એમનું જમે જ હોય અને તો પછી કોઈ મોક્ષે જાય જ નહીં. અહીં આગળ આખો દા'ડો પુણ્ય ને પુણ્ય હોય. પછી કોણ જાય મોક્ષે ? આ કાયદો જ એવો છે કે સો જમે કરે દાદાશ્રી : હિસાબ બધો. પધ્ધતસર ન્યાય. બિલકુલ ધર્મના કાંટા જેવું. કારણ કે એનો માલિક નથી, માલિક હોય તો તો અન્યાય થાય. પ્રશ્નકર્તા : એર ઇન્ડિયાનું પ્લેન તૂટી ગયું. એ બધાનું નિમિત્ત હતું, આ વ્યવસ્થિત હતું ? દાદાશ્રી : હિસાબ જ. હિસાબ વગર કશું બને નહીં. પાપ-પુણ્યનું ન થાય પ્લસ-માઈનસ ! પ્રશ્નકર્તા : પાપકર્મ અને પુણ્યકર્મનું પ્લસ-માઈનસ થઈને નેટમાં રીઝલ્ટ આવે છે ભોગવટામાં ?
SR No.008855
Book TitleKarma Nu Vigyan
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2003
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size381 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy