SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ દાન દાન દાદાશ્રી : એ જ સારો રસ્તો. બીજો કયો ? ખાતરીદાર કહેનારા હોવો જોઈએ. ખાતરીવાળો ! જેનું કમિશન ના હોય સહેજેય ! એક પાઈ પણ એમાં કમિશન ના હોય, ત્યારે એ ખાતરીવાળા કહેવાય ! એવું અમને દેખાડનાર મળ્યા નહીં. અમને જેમાં ને તેમાં કમિશન... (જાય એવું દેખાડનારા મળ્યા !). પ્રશ્નકર્તા : દાદા, અમને રસ્તો બતાવતા રહેજો. દાદાશ્રી : જ્યાં કંઈ પણ કમિશન છે ત્યાં ખોટે રસ્તે નાણું જાય છે ! હજુ તો આ સંઘના ચાર આના વપરાયા નથી, કોઈ કારકુન કે એને ખાતે ! બધા પોતાના ઘરના પૈસાથી કામ કરી લે છે એવો આ સંઘ, પવિત્ર સંઘ ! એટલે સાચો રસ્તો આ છે. જ્યારે નાખવા હોય તો નાખજો અને તે તમારી પાસે હોય તો, ના હોય તો નાખશો નહીં. હવે આ ભઈ કહે કે, “હું ફરી નાખું, દાદા ?” તો હું કહું, ના, બા, તું તારો ધંધો કર્યા કર. હવે એક ફેરો નાખ્યા એણે ! અહીં ફરી નાખવાની જરૂર નહીં ! હોય તો ગજા પ્રમાણે નાખો ! વજન દસ રતલ ઊંચકાતું હોય, તો આઠ રતલ ઊંચકો, અઢાર રતલ ના ઊંચકો. દુ:ખી થવા માટે નથી કરવાનું ! પણ સરપ્લસ નાણું અવળે રસ્તે ના જાય, એટલા માટે આ રસ્તો દેખાડીએ. આ નહીં તો લોભમાં ને લોભમાં ચિત્ત રહ્યા કરે, ભમ્યા કરે ! એટલે જ્ઞાની પુરુષ દેખાડે કે અમુક જગ્યાએ નાખજો. તાણું લાખો સીમંધર સ્વામીના દેશમાં ! વધારે નાણું હોય તો સીમંધર સ્વામીના દેરાસરમાં આપવા જેવું બીજું એકેય સ્થાન નથી. અને ઓછું નાણું હોય તો મહાત્માઓને જમાડવા જેવું બીજું એકુંય નથી ! અને એથી ઓછું નાણું હોય તો કોઈ દુ:ખીયાને ત્યાં આગળ આપજો. અને તે ય રોકડાથી નહીં, ખાવાનું-પીવાનું બધું પહોંચાડીને ! ઓછા નાણામાં ય દાન કરવું હોય તો પોષાય કે ના પોષાય ઓળખો સીમંધર સ્વામી ! આપણે અહીં આગળ તમે સીમંધર સ્વામીનું નામ તો સાંભળેલુંને? એ હાલ તીર્થંકર છે, મહાવિદેહ ક્ષેત્રમાં ! એમની હાજરી છે આજે. સીમંધર સ્વામીની ઉંમર કેટલી સાઇઠ-સિત્તેર વર્ષની હશે ? પોણા બે લાખ વર્ષની ઉંમર છે ! હજુ સવા લાખ વર્ષ જીવવાના છે ! આ એમની જોડે તાર, સાંધો મેળવી આપું છું. કારણ કે ત્યાં જવાનું છે. હજુ એક અવતાર બાકી રહેશે. અહીંથી સીધો મોક્ષ થવાનો નથી. હજી એક અવતાર બાકી રહેશે. એમની પાસે બેસવાનું છે, એટલે સાંધો મેળવી આપું છું. અને આ ભગવાન આખા વર્લ્ડનું કલ્યાણ કરશે. આખા વર્લ્ડનું કલ્યાણ થશે ! આખા વર્લ્ડનું કલ્યાણ થશે નિમિત્તથી. કારણ કે એ જીવતા છે. ગયેલા હોય ને એ કશું જ ધોળે નહીં, ખાલી પુણ્ય બંધાય. અનન્ય ભક્તિ, ત્યાં અપાય ! આપણે મોક્ષમાં જવાનું છે ત્યાં આગળ મોક્ષમાં જવાય એટલું પુણ્ય જોઈએ. અહીંયા તમે સીમંધર સ્વામીનું જેટલું કરશો, એટલું બધું તમારું આવી ગયું. બધું બહુ થઈ ગયું. એમાં એવું નથી કે આ ઓછું છે. એમાં તો તમે જે (આપવા માટે) ધાર્યું હોયને એ બધું કરો. એટલે બધું થઈ ગયું. પછી આથી વધારે કરવાની જરૂર નથી. પછી દવાખાના બાંધો કે બીજું બાંધો. એ બધું જુદે રસ્તે જાય. એય પુણ્ય ખરું પણ પાપાનુબંધી પુણ્ય. અનુબંધય પાપ કરાવડાવે અને આ પુણ્યાનુબંધી પુણ્ય. આ છે જીવતા જાગતા દેવ ! લક્ષ્મીના સદુપયોગનો સાચામાં સાચો રસ્તો કયો અત્યારે ? ત્યારે કહે, ‘બહાર દાન આપવું તે ?” કૉલેજમાં પૈસા આપવા તે ? ત્યારે કહે, ના, આપણા આ મહાત્માઓને ચા-પાણી, નાસ્તા કરાવો. એમને સંતોષ આપવો એ સારામાં સારો રસ્તો. આવા મહાત્મા વર્લ્ડમાં મળશે નહીં. ત્યાં
SR No.008851
Book TitleDaan
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size390 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy