SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ દાન ૪૮ દાન થોડાક આપણે આપી દેવા. એને જોઈતી હોય, તેમાં અડધી રકમ આપણે આપવી ને અડધી બેંકની લોન ભર્યા કરે. એટલે ગોદા મારનાર જોઈએ એને. જેથી દારૂ ના પીવે. પછી છોકરો કહે કે “આ વર્ષમાં મારે લોન ભરાતી નથી. ત્યારે કહીએ કે હું લાવી આપું તને પાંચ હજાર, પણ આપી દેવાના વહેલા. એટલે પાંચ હજાર લાવી આપવાના. પછી આપણે પેલા પાંચ હજાર સંભારીએ. ‘પેલા વહેલા આપી દેવાના છે, એવું કહ્યું છે.” આવું સંભારીએ તો છોકરો કહે, ‘તમે કચકચ ના કરશો હમણે.” એટલે આપણે સમજી જવાનું. ‘બહુ સારું છે એ.’ એટલે ફરી લેવા જ ના આવને ! આપણને વાંધો નહીં, ‘કચકચ કરો છો' એવું કહે તેનો, પણ લેવા આવે નહીંને ! હોયને તો થોડું ઘણું રહી શકાય. અને છોકરાંને તો કેટલું આપવાનું હોય ? આપણા ફાધરે આપ્યું હોય, કંઈ ના આપ્યું હોય તોય આપણે કંઈ ને કંઈ આપવું જોઈએ. છોકરા દારૂડિયા બને ખરા, બહુ વૈભવ હોય તો ? પ્રશ્નકર્તા : હા, બને. છોકરાઓ દારૂડિયા ન બને એટલું તો આપવું જોઈએ ? દાદાશ્રી : એટલું જ આપવું જોઈએ. પ્રશ્નકર્તા : વધારે વૈભવ આપીએ તો એવું થઈ જાય. દાદાશ્રી : હા, એ હંમેશાં ય એનો મોક્ષ બગાડશે. હંમેશા પદ્ધતિસર જ સારું. છોકરાંને વધુ આપવું એ ગુનો છે. એ તો ફોરેનવાળા બધા સમજે છે ! કેવા ડાહ્યા છે !! આમને તો સાત પેઢી સુધીનો લોભ ! મારી સાતમી પેઢીના મારા છોકરાને ત્યાં આવું હોય. કેટલા લોભિયા છે આ લોકો ?! છોકરાને આપણે કમાતો-ધમાતો કરી આપવો જોઈએ એ આપણી ફરજ અને છોડીઓને આપણે પૈણાવી દેવી જોઈએ. છોડીઓને કંઈક આપવું જોઈએ. અત્યારે છોડીઓને પાર્ટ અપાવડાવે છે ને ભાગીદાર તરીકે ? પૈણાવીએ તે એમાં ખર્ચ થાયને ? તે ઉપરથી થોડું ઘણું આપીએ. એને જણસો આપી, તે આપીએ જ છીએને ! પણ પોતાનું તો પોતે વાપરવું જોઈએ. પ્રશ્નકર્તા: છોકરાંઓને ઘર-ધંધો આપવો અને દેવું આપવું ને ? દાદાશ્રી : આપણી પાસે મિલિયન ડોલર હોય કે અડધો મિલિયન ડોલર હોય તો ય છોકરો જે મકાનમાં રહેતો હોય, તે છોકરાને આપવાનું. તે પછી એક ધંધો કરી આપવો, એને ગમતો હોય છે. કયો ધંધો ગમે છે એ પૂછી અને એને જે ધંધો ઠીક લાગે એ કરી આપવાનો. અને પચ્ચીસત્રીસ હજાર બેંકના લઈ આપવા. લોન ઉપર તે ભર્યા કરે એની મેળે અને એટલે આપણી સેફસાઈડ આપણે રાખવાની અને પછી ખોટા ના દેખાઈએ, છોકરા પાસે. છોકરો કહેશે, ‘બાપા તો સારા છે, પણ મારો સ્વભાવ વાંકો છે. હું અવળું બોલ્યો તેથી. બાકી બાપા બહુ સારા છે !” એટલે છટકી, નાસવું આ જગતમાંથી. આદર્શ વીલ ! છોકરીને અમુક પ્રમાણમાં આપવું. છોકરાને આપવું, પણ અમુક પ્રમાણમાં. બાકી અડધી મૂડી તો આપણી પાસે રહેવા દેવી. એટલે પ્રાઈવેટ ! એટલે નહીં જાહેર કરેલી. બીજી બધી જાહેર કરવી અને કહેવું કે, અમારાં બે જણને જીવતાં સુધી જોઈએને ?” એટલે આપણે પદ્ધતિસર, સમજણપૂર્વક કામ કરવું. પ્રશ્નકર્તા: પણ માણસ મરી જાય, પછીનું વીલ કેવું હોવું જોઈએ ? દાદાશ્રી : ના, મર્યા પછી તો જે છે તે આપણી પાસે, અઢી લાખ રૂપિયા વધ્યા છે, તે તો આપણી હાજરીમાં જ મર્યા સુધી રહેવા જ ના દેવાં. બનતાં સુધી ઓવરડ્રાફટ કરાવી જ લેવા. દવાખાનાના, જ્ઞાનદાનના બધા ઓવરડ્રાફટ કઢાવી લેવા અને પછી વધે તે છોકરાઓને આપવા. તે
SR No.008851
Book TitleDaan
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size390 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy