SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ચમત્કાર થાય, એટલે બીજો કરી શકે એ ચમત્કાર કહેવાય નહીં ! શુદ્ધિ ત્યાં સિદ્ધિ ! હવે સિદ્ધિ એટલે, એવું છેને, ‘જ્ઞાન’ ના હોય તો યે અનંતી પાર વગરની શક્તિ છે. અજ્ઞાનદશામાં ય અહંકાર તો છે જ ને ! પણ અહંકાર ચોખ્ખો કરે, પોતે પોતાને માટે કાંઈ પણ ન વાપરે, પોતાને ભાગે આવ્યું હોય તો ય બીજાને આપી દે, પોતે સંકોચાઈને રહે, તો ઘણી સિદ્ધિઓ ઉત્પન્ન થાય. એટલે સંયમના પ્રમાણમાં સિદ્ધિઓ ઉત્પન્ન થાય અને તે ય આત્મજ્ઞાન સિવાય ખરી સિદ્ધિ તો હોય જ નહીં. આ લોકોને તો હૃદયશુદ્ધિની સિદ્ધિ હોય છે. હૃદયશુદ્ધિ એકલી જ હોય ને ‘જ્ઞાન’ ભલે ના હોય, હિન્દુસ્તાનનાં લોકોને જ્ઞાન તો છે જ નહીં, એટલે હૃદયશુદ્ધિ હોયને, એટલે કે એ ચોખ્ખો હોય, પૈસો યે ખોટો લેતો ના હોય, ખોટું વાપરતો ના હોય, જ્યાં પૈસો ય દુરુપયોગ નથી થતો, લોકોના પૈસા ના પડાવે, એને પોતાને છાક નહીં, બીજું આવું ઠોકાઠોક નહીં કે આમ કરી નાખ્યું ને આને આમ કરી નાખ્યું, ત્યાં એ લોકોને હૃદયશુદ્ધિની સિદ્ધિ હોય. એ બહુ સારી વસ્તુ કહેવાય પણ ‘જ્ઞાન’ ત્યાં કશું હોતું નથી. સિદ્ધિતી ‘સિમિલી’ ! સિદ્ધિનો અર્થ તમને સમજાવું, તે તમારી ભાષામાં તમને સમજતા ફાવે એટલા માટે. તમે કયા બજારમાં ધંધો કરો છો ? પ્રશ્નકર્તા : લોખંડ બજારમાં. દાદાશ્રી : હવે એ બધે લોખંડ બજારમાં એટલો બધો આબરુદાર ગણાય છે એ માણસ કે ભઈ, નૂર મહંમદ શેઠની તો વાત જ જવા દો, કહેવું પડે એ શેઠને તો !!' દરેક વેપારીઓ એમ કહે અને ત્યાં પાંચ લાખ રૂપિયા તમે મૂક્યા હોયને, પછી તમે કહો કે, “સાહેબ, મહિનાની મુદતથી મેં મૂકેલા છે, તો પાછા મળશે ?” ત્યારે કહે, ‘મહિનો પૂરો થાય ત્યારે લઈ જજો.’ એટલે મહિનો પૂરો થાય ને બધા પાછાં આપતા હોય. પણ બીજા લોકો પાછા મૂકી જાય ખરાં કે ? કેમ ? તે એટલું તો જાણે છે કે હવે લોકો પૈસા દબાવે છે છતાં આમને ત્યાં મૂકી જાય છે, એનું શું કારણ ૪ ચમત્કાર ? એણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હવે પોતે સિદ્ધિ હોવા છતાં પૈસા દબાવી દેતો નથી, સિદ્ધિ વાપરતો નથી, આ સિદ્ધિનો દુરુપયોગ કરતો નથી અને દુરુપયોગ એક ફેરો કરે તો ? સિદ્ધિ વટાઈ ગઈ. પછી કોઈ ધીરે નહીં, બાપો ય ધીરે નહીં. આ બીજી સિદ્ધિઓ ય આના જેવી જ છે. આ દાખલા ઉપરથી ‘સિમિલી’ મેં આપી. હવે એ શેઠ બજારમાંથી દસ લાખ રૂપિયા ભેગા કરી અને પછી લઈ આવે. પછી પાછાં ટાઈમ થાય એટલે બધાને આપી દે અને ટાઈમસર આપી દે એટલે કોઈક ફેરો પચ્ચીસ લાખ રૂપિયા જોઈતા હોય તો એમને સિદ્ધિ ખરી કે નહીં ? પ્રશ્નકર્તા : આમાં એ સિદ્ધિ ના કહેવાય. આ તો ‘નોર્મલ પાવર’ની વાત થઈ, વ્યવહારની વાત થઈ અને સિદ્ધિ એ તો ‘એબ્નોર્મલ પાવર'ની વાત છે. દાદાશ્રી : હા, પણ પેલી સિદ્ધિ એ ય આના જેવું જ છે. માણસે કોઈ ‘પાવર’ વાપર્યો ના હોયને, તો આ ઉપયોગી થઈ જાય છે. પણ પછી પાવર વાપરે એટલે સિદ્ધિ ખલાસ થઈ જાય ! એટલે એ માણસ હેંડતાચાલતા રૂપિયા પચ્ચીસ લાખ ભેગા કરે, આપણે ના સમજીએ કે ઓહોહો, કેટલી સિદ્ધિ ધરાવે છે ! સિદ્ધિ કેટલી છે એની !! વરે આમ સિદ્ધિઓ ! અને એક માણસ રૂપિયા થાપણ મૂકવા ફરે તો ય લોક કહે, ‘ના, બા, અમે કોઈની લેતાં જ નથી હમણે.' ત્યારે આ ઝઘડાવાળો કેટલો હશે કે કોઈ થાપણ લેવા ય તૈયાર નથી ?! એ શું છે, એ તમને સમજાવું. તમે એમ કહો કે મેં કોઈના પૈસા રાખ્યા નથી, છતાં મારે ત્યાં લોકો થાપણ કેમ મૂકી જતાં નથી ? અને કેટલાંક માણસોને ત્યાં લાખ્ખો રૂપિયા થાપણ મૂકી જાય છે ! આ તો તમને દાખલો આપું છું. તમારી અંદરના જે ભાવ, તમારી શ્રદ્ધા, તમારું વર્તન એ પ્રકારનું છે કે તમારે ત્યાં થાપણ કોઈ મૂકી જશે નહીં અને જેના ભાવમાં નિરંતર આવી આપી દેવાની ઈચ્છા છે, કોઈનું લેતાં પહેલાં આપી દેવાની ઈચ્છા હોય, એવું ‘ડીસીઝન’ જ હોય અને વર્તનમાં પણ એવું હોય અને શ્રદ્ધામાં પણ એવું હોય, નિશ્ચયમાં પણ
SR No.008849
Book TitleChamatkar
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size311 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy