SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૧૨૭ છે હે પ્રભુ, રહ્યું છે ફસી ! હવે આ ગારવતામાંથી છૂટે તો ઉકેલ આવે. એ ગંધ, એ ફોટો ય કેવો પડે ? એવું બધું રાત-દહાડો મનમાં કૈડ્યા કરે. પણ આ તો ચાની પેઠ પીવે છે. જયારે ચા પીવી હોય ત્યારે કહેશે કે ચા બનાવો જોઈએ. પછી ચા બનાવીને નીરાંતે પીવે ! એવું કેમ ચાલે ?! છતાં કંઈક વિચારે તો ય ઉત્તમ છે. બાકી અમે તો ચેતવ, ચેતવ કરીએ કે જેમ તેમ કરીને બચી જાય તો સારું. પછી બીજું શું કરીએ ? અમે એને ઓછાં મારીએ ? બાકી જ્ઞાની મળ્યા ને ના બચે ત્યારે પછી એની જ ભૂલ છે ને ! વિષયો વેદરૂપ ભૂખ મટાડવા, નહીં કે શોખરૂપ ! આયુષ્ય એ શ્વાસોચ્છ્વાસની ઉપર આધાર રાખે છે. જુવાન માણસ, નોર્મલ વેઈટ, નીરોગી હોય એવા માણસના ચોવીસ કલાકના શ્વાસોચ્છ્વાસ ગણીને તે પરથી સો વર્ષનું આયુષ્ય કાઢયું. જેમ શ્વાસોચ્છ્વાસ વધારે વપરાય તેમ આયુષ્ય ઓછું થાય. શ્વાસોચ્છ્વાસ શેમાં વધારે વપરાય ? ભયમાં, ક્રોધમાં, લોભમાં, કપટમાં અને એથી ય વધારે સ્ત્રી સંગમાં. ઘટિત સ્ત્રી સંગમાં તો એકદમ વધારે વપરાય, પણ એથી ય ખૂબ વધારે અઘટિત સ્ત્રી સંગમાં વપરાય. જાણે કે ગરગડી જ એકદમ ઉકલી જાય !! એટલે આ કુદરતની રમતમાં ત્રણ વેદ જ ના હોત તો સંસાર જીતી જવાત. આ ત્રણ વેદ ના હોત તો શું બગડી જાત ? પણ બધું બહુ છે આનાથી તો. ઓહોહો ! એટલી બધી રમણતા છેને એનાથી તો !! આ વિષયને વેદ તરીકે ના રાખ્યો હોત, એક કાર્ય તરીકે, જેમ આ ખોરાક ખાઈએ છીએ, એ રીતે કાર્ય તરીકે રાખ્યો હોત તો વાંધો નહોતો. પણ આ તો વેદ તરીકે રાખ્યો, વેદનીય તરીકે રાખ્યો. આ ડખો જ બધો ત્રણ વેદનો છે. ભૂખ શમાવવા માટે ખાવાનું છે. લાગેલી ભૂખ શમાવો. જયાં પૂરણ કરવાનું એ બધી ભૂખ કહેવાય. ભૂખ એ વેદના શમાવવાનો ઉપાય છે. એમ બધા વિષયો વેદના શમાવવાના ઉપાય છે. જયારે આ લોકોને વિષયનો શોખ થઈ ગયો. અલ્યા, શોખીન ના થઈ જઈશ. ત્યાં લિમિટ ખોળી કાઢજે ને નોર્માલિટીમાં રહેજે. પ્રશ્નકર્તા : વેદ તરીકે નહીં લેવાનું, એ તમે શું કહેવા માંગો છો? સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : લોકો વેદે છે એટલે ટેસ્ટ ચાખે છે. ટેસ્ટ ચાખવું, ટેસ્ટને માટે ખાવું એ ભૂખ ના કહેવાય. ભૂખ મટાડવા રોટલો ને શાક ખાવાનું છે, ટેસ્ટને માટે નહીં. ટેસ્ટ માટે ખાવા જશો તો રોટલો અને શાક તમને ભાવશે જ નહીં. ટેસ્ટ લેવા ગયો માટે વેદ થઈ ગયો છે. ‘ભૂખ’ને માટે જ ‘ખાય’, એટલો તું ડાહ્યો થઈ જા. તો પછી મારે તને કશું કહેવું જ ના પડે ને ! ત્રણ વેદથી આ બધું જગત સડે છે, પડે છે. ૧૨૮ પ્રશ્નકર્તા : આ ત્રણ વેદનું સોલ્યુશન તો આખું જગત શોધી રહ્યું છે અને જેમ જેમ સોલ્યુશન કરવા જાય છે તેમ તેમ વધારે ગૂંચાય છે. દાદાશ્રી : હા, એટલે સોલ્યુશન માટેના રસ્તાઓ, એ બધા ગૂંચારા વધારે છે. આજુબાજુવાળાને પૂછીએ કે, ‘આ ભાઈ કેવા છે ? ત્યારે બધા કહે કે, ‘બહુ સુખિયા છે.’ અને એમને પૂછીએ ત્યારે કહે, ‘બહુ દુખિયો છું.’ આ વેદને લઈને છે બધું. આખો દહાડો બળતરા, બળતરા...... આ બધી બળતરા વેદને લઈને છે. નહીં તો મનુષ્યને બળતરા હોય નહીં. જેણે વેદ જીત્યો, તેનું કામ થઈ ગયું. આ જગતમાં જીતવા જેવું શું છે ? ત્યારે કહે કે વેદ. વેદને તું સમજી ગયો છું ? એ ત્રણ વેદ કયા ? પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. વિષયસુખ ચાખે, ત્યાં સુધી આત્મસુખ કેમ ચખાય ? આત્માનું ખરું સુખ તો આ બ્રહ્મચારીઓ જ ચાખી શકે. જે સ્ત્રી રહિત પુરુષો છે, તે જ ચાખી શકે. પછી એમને ‘સ્ટડી’ જલદી થઈ જાય. કારણ કે જે પરણેલાઓ છે એમની પાસે આ સાચું સુખ કે પેલું, એ બેની કે તુલનાત્મક દ્રષ્ટિ નથી. છતાં ય ચાલવા દો ને ગાડું આપણે ! જે પરણેલા છે, એને અમારાથી એવું ઓછું કહેવાય કે તું કુંવારો થઈ જા ! એટલે અમે એને ‘સમભાવે નિકાલ' કરવાનું કહ્યું છે. પણ વાતને સમજો એમ પણ કહીએ છીએ. વિષયમાં તો મરવા જેવું દુ:ખ થતું હોય છે. વિષય હંમેશાં પરિણામે કડવો છે. શરૂઆતમાં એને એવું લાગે છે કે આ વિષય સુખદાયી છે, પણ પરિણામે તો એ કડવો જ છે. એનો વિપાકે ય કડવો છે. પછી માણસ થોડીવાર તો મડદાલ થઈ જાય છે ! પણ એ ય છૂટકો નથી ને ? એ ય ફરજિયાત છે. હવે તમે કઈ બાજુ જશો ? આમ કરવા
SR No.008847
Book TitleBhramcharya Uttaradh
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy