SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૧૧૩ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય વસ્તુ છે, છૂપું રાખવું પડે. કોઈને કહેવાય પણ નહીં. છતાંય શાસ્ત્રકારોએ એલાઉ કર્યું છે કે બધાની રૂબરૂ પૈણો છો, માટે હક્કદાર છો. કેટલું શરમ ભરેલું ? પ્રશ્નકર્તા : દાદા બ્રહ્મચર્ય ઉપર વધારે ભાર આપે છે અને એમ કે અબ્રહ્મચર્ય પ્રત્યે તિરસ્કાર દાખવે છે. પણ આમ કરીએ તો સૃષ્ટિ ઉપરથી માનવોની સંખ્યા પણ ઘટશે, તો આ બાબતમાં આપનો શો અભિપ્રાય છે ? દાદાશ્રી : આટલાં બધા ઓપરેશન કરવાથી સંસાર ઘટતો નથી, તે બ્રહ્મચર્ય પાળવાથી શું ઘટશે ?! એ સંસાર ઘટાડવા માટે તો ઓપરેશન કરે છે પણ તો ય ઘટતો નથી ને ! બ્રહ્મચર્ય તો મોટું સાધન છે. પ્રશ્નકર્તા : વિષયદોષથી કર્મનું બંધન થાય છે, એ કેવા સ્વરૂપનું હોય છે ? દાદાશ્રી : જાનવરના સ્વરૂપનું. વિષયપદ જ જાનવર પદ છે. પહેલાં તો હિન્દુસ્તાનમાં નિર્વિષયી-વિષય હતો. એટલે કે એક પુત્રદાન પૂરતો જ વિષય હતો. એટલે આ મોહ છે, બેભાનપણું છે. આ તો અમે વાત કરીએ, બાકી આવી વાત કોઈ કરે નહીં ને ?! આવું કહે ત્યારે તો વૈરાગ આવે લોકોને !! પ્રશ્નકર્તા : વૈરાગ ટકે એવો કોઈ નિયમ છે ? દાદાશ્રી : વૈરાગ ટકે તો તો કામ જ કાઢી નાખે. વૈરાગ વિચાર વગર ટકે નહીં. સતત વિચારશીલ હોય તેને જ વૈરાગ ટકે. ‘હું ભોગવું છું’ કહે. અલ્યા, આમાં શું ભોગવવાનું છે ? જાનવરોને ય શરમ આવે આમાં તો ! ભોગવવાથી જ આ બધું ભૂલી જાય છે પછી. કર્તા-ભોક્તા થયો કે બધો ઉપદેશ ભૂલી જાય. કર્તા-ભોક્તા ના થયો તો બધો ઉપદેશ એને ખ્યાલમાં રહ્યા કરે. તો જ વૈરાગ રહે ને ? નહીં તો વૈરાગ રહે જ નહીં ને ! આખી દુનિયા બ્રહ્મચર્યને ‘એક્સેપ્ટ' કરે છે. જેનાથી પછી બ્રહ્મચર્ય નથી પાળી શકાતું એ જુદી વાત છે. અબ્રહ્મચર્ય એ મનુષ્યમાં રહેલી પાશવતા છે. હરેક જગ્યાએ અબ્રહ્મચર્યને પાશવતા ગણી છે. તેથી તો અબ્રહ્મચર્યની દિવસે ના પાડી છે. કારણ કે એ પાશવી ઉપચાર છે. માટે રાત્રે અંધારું થાય ત્યારે કોઈ દેખે નહીં, જાણે નહીં, આપણી આંખ પણ દેખે નહીં, એ રીતે કરવામાં આવે છે. મનુષ્યોને તો આ બધું શોભે ? તેથી જ તો આપણા લોકોએ ગોઠવેલું કે રાત્રે અંધારામાં જ વિષય સેવવાનું રાખવું. સૂર્યનારાયણની હાજરીમાં જો વિષય સેવન કરશો તો હાર્ટફેઈલના ભણકારા વાગશે, હાઈ બ્લડપ્રેશર થાય કે લો બ્લડપ્રેશર થાય અને હાર્ટફેઈલ થઈ જશે. એટલે વિષય એ અંધારામાં સેવન કરવાની વસ્તુ છે. લખ્યું છે ને, કે “છૂપાં રાખવાં પડે છે જે કામ.” એટલે આ વિષય કેવી પ્રશ્નકર્તા : પણ એ તિરસ્કાર થયો ના કહેવાય ? દાદાશ્રી : તિરસ્કાર ના કહેવાય. પ્રશ્નકર્તા : આ નેચરલ જે પ્રોસેસ છે, એ પ્રત્યે આપણે તિરસ્કાર કરીએ છીએ એવું ના કહેવાય ? દાદાશ્રી : નેચરલ પ્રોસેસ છે નહીં, આ તો પાશવતા છે. નેચરલ પ્રોસેસ છે નહીં, માણસમાં જો નેચરલ પ્રોસેસ હોય તો બ્રહ્મચર્ય પાળવાનું હોય જ નહીં ને ! આ જાનવર બ્રહ્મચર્ય પાળે છે બિચારા, પછી અમુક સિઝન પૂરતાં જ પંદર-વીસ દહાડા વિષય, પછી કશું જ નહીં. આ તો કાયમ વિષય, તો પશુ જ છે ને, મનુષ્ય પશુ જ થઈ ગયા છે ને ! એટલે આ કહેવું પડે છે ને મારે ! ત્યારે જ છે તે આ ઓપરેશન કરવાનો વખત આવ્યો ને, કોઈ ગાય-ભેંસનું ઓપરેશન કરવાનો વખત આવે છે ? આમને તો વસ્તી ના વધે. એટલા સારું આમને ખસી કરવા માંડ્યા મનુષ્યોને. પહેલાં બળદને ખસી કરતાં હતા, આજ મનુષ્યોને ખસી કરી રહ્યા છે. કેટલી શરમ આવવા જેવી વાત કહેવાય ! આ ખસી કરાવે છેને તે ખોટું કહેવાય. ખસી કરાવે છે લોકો ?
SR No.008847
Book TitleBhramcharya Uttaradh
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy