SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૯૪ આ હેંડ્યા. નથી જોઈતું, બંધ હવે ! આ તો એવાં લાચાર, થઈ ગયાં છે બધાં. માણસ કેવો પાવરવાળો હોવો જોઈએ ! આખી જિંદગીનો નિયમ લેવાવાળા, બ્રહ્મચર્યનો ! અબ્રહ્મચર્ય સંબંધી વિચારે ય ના આવે એવી પ્રતિજ્ઞાઓ લે. એટલે ગંદવાડો જ છે આ બધું જગત. કોઈ આ રીતે ગંદવાડો કહે, કોઈ આ રીતે ગંદવાડો કહે. વહુને પૈણવામાં વૈરાગ્ય નથી આવતો, એનું શું કારણ ? કે અપમાન ખાવાની ટેવ છે એટલે. અપમાન ગળી જવાની ટેવ છે ! ખરો પુરુષ તો ગળે નહીં ને ! એ કહેવાય પોપટમસ્તી ! પ્રશ્નકર્તા : બધી ફાઈલો તો જાણે કે દાળમાં નાખીને વધાર કરીને ખઈ શકીએ એવાં છે, પણ બે નંબરની ફાઈલનો કંઈ દાળમાં વધાર કરવો ? દાદાશ્રી : બે નંબરની ફાઈલને ના ચાલે. બે નંબરની ફાઈલ તો જ્ઞાન લીધેલું માણસ હોય અને તે જ્યારે અથડામણ થાય ત્યારે ‘વ્યવસ્થિત’ સમજે. કોણ અથડાય તે જાણે, ત્યારે છૂટો થાય. પ્રશ્નકર્તા : એ તો એ સમજીએ છીએ, કે આ કર્મ અથડાય છે. પણ એનો રસ્તો તો કાઢવો પડે ને ? સોલ્યુશન તો શોધવું પડે ને ? દાદાશ્રી : એનું સોલ્યુશન તો હોય છે, પણ લોકો છે તે, લોકોનાં મનોબળ કાચાં હોય છે ને ! મનોબળ કાચાં હોય એટલે શું થાય, બિચારો ? સોલ્યુશન, એને તો તમે અમુક ભાગ છે તે બંધ કરી દો કે તરત છે તે ચૂપ થઈ જાય બધું. પણ મનોબળ કાચાં હોય, તો શું કરે ? પ્રશ્નકર્તા : એ બતાડોને ક્યો ભાગ બંધ કરી દેવો ? દાદાશ્રી : વિકારી ભાગ બંધ કરી દેવાનો. તો એની મેળે જ બધું બંધ થઈ જાય. એને લઈને આ કાયમ ચાલ્યા કરે કકળાટ. પ્રશ્નકર્તા : પહેલાં તો અમે એમ સમજતા’તા કે આ ઘરનાં કામકાજ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૫ બાબતમાં અથડામણ થતી હશે. તે ઘરનાં કામમાં હેલ્પ કરવા બેસીએ, તો યે અથડામણ. દાદાશ્રી : એ બધી અથડામણો થવાની જ. આ જ્યાં સુધી વિકારી બાબત છે, સંબંધ છે ત્યાં સુધી અથડામણ થવાની. અથડામણનું મૂળ જ આ છે. જેણે વિષય જીત્યો, તેને કોઈ હરાવી શકે નહીં, કોઈ એનું નામે ય ના દે. એનો પ્રભાવ પડે. પ્રશ્નકર્તા : વિષય નથી જીતાતો એટલે તો અમે તમારા શરણે આવ્યા. દાદાશ્રી : કેટલા વર્ષથી વિષય..... ઘરડાં થવાં આવ્યાં તો ય વિષય ? જ્યારે જુઓ ત્યારે વિષય, વિષય ને વિષય ! પ્રશ્નકર્તા : આ વિષયો બંધ કરવા છતાં અથડામણ ના ટળતી હોય એટલે તો અમે તમારા ચરણે આવ્યા. દાદાશ્રી : થાય જ નહીં. વિષય જ્યાં બંધ છે તે મેં જોયું, જેટલાં જેટલાં પુરુષો મજબૂત મનનાં છે તેને સ્ત્રી તો બિલકુલ આમ કહ્યામાં રહે છે. પ્રશ્નકર્તા : વ્યવહારમાં જે અહમ્ રહે છે કોઈ વખત, તો એને લીધે તણખા બહુ ઝરે. દાદાશ્રી : એ તો અહમ્ના તણખા ઝરતાં નથી. એ દેખાય છે અહમૂના તણખા પણ વિષયના આધીન થઈને એ હોય છે. વિષય ના હોય ત્યારે આ ના હોય. વિષય બંધ થાય ત્યારે પછી એ ઇતિહાસ જ બંધ થઈ જાય. એટલે જો બ્રહ્મચર્ય વ્રત લઈને રહે વરસ દહાડા માટે, તો એમને હું પૂછું છું. ત્યારે કહેશે, ‘તણખા એકુંય નહીં, કચકચ નહીં, ખટપટ નહીં, કશું જ નહીં સ્ટેન્ડ સ્ટીલ !' હું પૂછું પાછો, હું જાણું આવું થઈ જાય હવે. એટલે એ વિષયને લીધે હોય છે. પ્રશ્નકર્તા : એ તો લડાઈ તો પરણે ત્યારથી જ શરૂ થાય છે.
SR No.008847
Book TitleBhramcharya Uttaradh
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy