SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ઈચ્છાવાળી છે અને આપણે ય ઇચ્છાવાળા એટલે બેનું ક્યારે મેળ પડે. પ્રશ્નકર્તા : ના મેળ પડે. છોડો માત્ર વિષયને ! પ્રશ્નકર્તા : જ્યારે, અત્યારે સંસારમાં બધે, આ છોડો, આ કંટ્રોલ કરો, આ ખાવાનું, આ નહીં ખાવાનું એવું ચાલ્યું છે ! દાદાશ્રી : અરે, ખાવા-પીવાનું તો મેલોને પૂળો ! બધું ખાવ નિરાંતે !! પણ આ એકલું છોડી દોને !!! આ એકલામાં હાથ ઘાલો નહીં. ખાવામાં સામી ફરિયાદ નથી. આ સ્ત્રી તો સામી ફરિયાદ કરે, અનંત અવતારનું વેર બાંધી દે. એ છોડે નહીં પછી. આ ચાર ઇન્દ્રિયોના વિષયો કોઈ હેરાન કરતું નથી અને આ પાંચમો જે વિષય છે, સ્પર્શ વિષય છે. તે તો સામી જીવંત વ્યક્તિ જોડે છે ! એ દાવો માંડે એવી છે, એટલે આ એકલી સ્ત્રી વિષયનો જ વાંધો છે. આ તો જીવતી ‘ફાઈલ” કહેવાય. આપણે કહીએ કે હવે મારે વિષય બંધ કરવો છે ત્યારે એ કહે કે એ નહીં ચાલે. ત્યારે પૈણ્યા'તા શું કરવા ? એટલે એ જીવતી ‘ફાઈલ” તો દાવો માંડે ને દાવો માંડે તો પોષાય જ કેમ કરીને ? એટલે જીવતા જોડે વિષય જ ના કરવો. દાવો તો માંડે પણ પછી દબડાવે ને આપણું તેલ કાઢી નાખે. આપણે ભગવાનના દબાઈ રહેવા નથી માંગતા, તે આવું બૈરીના દબાયેલા રહેવાય ? શું સુખ છે એમાં ? ને આપણે શું સુખી થઈ ગયા ! અને શું જાડા થઈ ગયા ? ઊલટું તેજ હણાઈ જાય છે ! આમાં શું કાઢવાનું ? આખો પુદ્ગલનો સાર ઊડી જાય છે ! એ સાર મહીં શરીરમાં રહે ત્યારે મહીં મગજ ખીલે, વાણી કેવી બોલાય ! જાગૃતિ કેવી રહે ! એ વાત તો જુદી જ ને ? એ સાર પછી ખોઈ નાખે છે ને પછી શું થાય ? જાગૃતિ કેવી રહે ! વિષયથી બંધાય કરારો.. આ ઝઘડાના લીધે બધા દાવા માંડે. પેલાનો પૂરો થાય ત્યાં સુધીમાં પેલી દાવો માંડે, પાછો પેલો દાવો માંડે. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૨૦૯ આ એક વિષય એવો છે કે જે સ્ત્રીનો અને પુરુષનો જે વિષય છે એમાં આપણે કહીએ કે ના ભઈ, હવે મારે નથી ઈચ્છા, ત્યારે કહે, ના ચાલે. ત્યાં તો દાવો માંડશે. આ એક જ એવું છે કે સામો દાવો માંડે એવું છે. માટે અહીં સાચવીને કામ કાઢી લેવું. તમને સમજાયું દાવો માંડે એવું ? એનો જ આ બધો ગૂંચવાડો ઊભો થયો છે. માટે એ એકલો જ ભોગ એવો છે કે બહુ દુઃખદાયી છે. આ જીવતો પરિગ્રહ છે. એટલે આમાં દાવો માંડે, વેર હઉ બાંધે. ઘણા પુરુષોએ સ્ત્રીઓને સળગાવી મેલી છે. સ્ત્રીઓ પણ ઘણા પુરુષોને કંઈક ઝેર આપી દે છે. આ બધું વેર બાંધે. પ્રશ્નકર્તા : ક્રમિકમાર્ગમાં બહાર બધે વિષયોના ત્યાગને પહેલું સ્થાન કેમ આપે છે ? દાદાશ્રી : આ વિષયો એકલાની જ ભાંજગડ છે, બીજા બધાની બહુ ભાંજગડ નથી. તેનું શું કારણ ? આપણે ગમે તેટલા મોંઘા ભાવનાં ભજિયાં લીધાં, પછી આપણને જેટલાં ખાવાં હોય તેટલાં ખાઈએ. બાકીનાં ના ખાવાં હોય તો કો'કને આપી દઈએ તો એ ભજિયાં આપણા પર દાવો માંડે નહીં ! એ દાવો માંડે ? પ્રશ્નકર્તા : ના માંડે. દાદાશ્રી : આ અત્તરનું પૂમડું આમ કાનમાં ઘાલ્યું ને પછી આપણે કોઈને તે આપી દઈએ તો એ અત્તર કંઈ દાવો માંડે ? આ ફિલમ જોવા ગયા, તેમાં ફિલમ જેટલી જોઈ તેટલી જોઈ ને જરા ઊંઘ આવે તે ઊંધી ગયા તો એ ફિલમ દાવો માંડે આપણા ઉપર ? કે કેમ તે મને ના જોઈ? ટિકિટ લીધી માટે તારે મને જોવી જ પડશે એવો દાવો કોઈ ના માંડે. ટાઢ પડે તો ચામડીને ટાઢ લાગે ત્યારે ઓઢીને બેસીએ તો કંઈ ટાઢ દાવો ના માંડે અને આ વિષય એકલો જ સામો ચેતન છે માટે દાવો માંડે. આપણે કહીએ કે મારે હવે આ ત્યાગ કરવો છે તો તે કહે કે આ ના ચાલે, શું કરવા પૈણ્યા હતા ? માટે આ કંઈ ભજિયાં જેવું નથી. મહાન જોખમદારી છે ! જો ભજિયાં જેવું હોય તો તે અમે તમને છૂટ આપી કે
SR No.008847
Book TitleBhramcharya Uttaradh
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy