SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય થયું જ નથી. બ્રહ્મચર્ય તો પુદ્ગલની જ ભાંજગડ છે. તે ચંદુભાઈને તમે બ્રહ્મચારી બનાવશો, તે દા'ડે તમારે નિવેડો આવશે. નહીં તો છૂટવા ના દે અને બ્રહ્મચારી તો કેવું ? સ્ત્રી હોવા છતાં બ્રહ્મચારી રહેવું. તો એને બહુ ચિંતા નથી. એ બ્રહ્મચર્ય ભાવ છે ને, એ તો છેલ્લાં અવતારમાં બધા ય ભાવ છૂટી જાય, કંઈ એ પહેલેથી સો-બસો અવતારથી કસરત કરવાની હોતી નથી. છેલ્લા અવતારમાં છુટી જાય બધું. પણ જેને છુટવું હોય તેને એ વિશ્વાસ રાખવા જેવો છે નહીં. એની મેળે ઓટોમેટીક ખસતું હોય તે, સારી વાત છે. કારણ કે એ કંઈ નથી પુદ્ગલની જરૂરિયાત વસ્તુ કે નથી આત્માની જરૂરિયાત વસ્તુ. કલ્પિત ઊભી થયેલી છે વસ્તુ આ ! તે આપણે ચંદુભાઈને કહે કહે ર્યા કરવાનું. આપણે કોઈ દહાડો ય તે રૂપ માથે ના લેવું. આપણે ચંદુભાઈને કહે કહે કરવું કે, “આ પોઈઝન છે ! તમને જેમ અનુકૂળ આવે તેમ કરો.” આપણે ઉપદેશદાતા થવાનું છે. આપણે પોતે તો “બ્રહ્મચારી’ જ છીએ, પણ હવે આ જે છૂટો પાડેલો ભાગ છે, તે એવો છે કે તેને આપણે કહેવું પડે કે આ પોઈઝન છે. આપણા જ્ઞાનમાં જે ભાવ છે, તે આ પ્રજ્ઞા તરત પકડી લે છે. આ પ્રજ્ઞા તરત પકડીને અમલમાં લે છે. બીજું બધું ચાલે એવું છે. કારણ કે વિષયને ભગવાને ‘રૌદ્રધ્યાન' કહ્યું છે. પરણેલા હોય, મિયાંબીબી રાજી હોય, તેને ભગવાને રોગ નથી કહ્યો. કારણ કે તેમાં ગુનો ક્યાં આવ્યો ? કોને દુ:ખ દીધું ? બેઉ રાજી હોય ત્યાં આગળ સરકારે ય હાથ ઘાલતી નથી અને આ નેચરે ય હાથ ઘાલતી નથી. નેચરને કશી લેવાદેવા નથી. ફક્ત એમાં એક જ ફેરામાં અનંતા જીવ મરી જાય છે, તેની જવાબદારી પાછી આવે એટલે એને “રૌદ્રધ્યાન’ કહ્યું. વિષયના સ્પંદન ઊભાં થયા, એ સ્પંદનમાંથી પાછાં પરમાણુ ભોગવવાં પડે. બાકી, આમાં કોઈ કોઈને સામસામે દુઃખ દેતો જ નથી. બે ય આનંદને પામે છે. કોઈને દુ:ખ દે તો જ તેને નેચરલ ગુનો કહેવામાં આવે છે. કોઈએ આવું ફોડવાર કહ્યું નથી, પણ જો ફોડવાર કહે તો લોકો પાછાં એનો દુરુપયોગ કરે એવાં છે. એટલે વિષયની ફક્ત નિંદા જ કરી છે. નિંદા એટલે કે વિષયને આ રીતે જવાબદારી રીતે મૂકેલો છે. વિષયનું સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૧૮૫ સ્પંદન જે કર્યું હોય, તેનું ફળ તો આવ્યા વગર રહેવાનું જ નહીં ને ? તમે દરિયામાં એક ફેરો ઢેખાળો નાખ્યો એટલે કુંડાળાં ઊભાં થયાં જ કરે ! એટલે વિષય બહુ રોગિષ્ટ વસ્તુ છે. મહીં નાચ તો બહાર નાચતારી હાજર ! સવારના પહોરમાં પાંચ વખત બોલવું કે, “આ જગતમાં કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી.’ મને એટલે “હું શુદ્ધાત્મા છું” એ રીતે અને જે ખપે છે તે “ચંદુભાઈને ખપે છે અને ચંદુભાઈ ‘વ્યવસ્થિત'ના આધીન છે. જે ‘વ્યવસ્થિત'માં હો તે ભલે હો અને ‘વ્યવસ્થિત'માં ના હો તે પણ ભલે હો. આટલું હોય ને, તો આપણને મહીં કોઈ રસ ઊભો થયો છે કે નહીં, તે માલુમ પડે. ખાસ કરીને બીજા રસ ઊભાં થાય એવાં નથી, પણ આ કાળનું વાતાવરણ એટલું બધું દૂષિત થયેલું છે કે સ્ત્રીએ પુરુષોને જોતાં અને પુરુષ સ્ત્રીઓને જોતાં આંખ માંડેલી ના રાખવી જોઈએ. નહીં તો બીજી ખાસ કોઈ દોષ ઊભો થાય એવો નથી. અગર તો સવારના ઉપર પ્રમાણે બોલીને કરવું, કારણ કે તમારે વૈરાગ એવો ના હોય. તમારી જાગૃતિ ખરી, પણ સંપૂર્ણ પ્રમાણમાં જે બધી જાગૃતિ જોઈએ તે રહેતી નથી કારણ કે હજુ પૃથક્કરણ થયું નથી. જાગૃતિ તો તેને કહેવાય કે એક સ્ત્રી જોઈએ કે પુરુષ જોઈએ, ગમે તે જોઈએ તો રાગ થતાં પહેલાં એ આખો જ બધો એનો હિસાબ દેખાઈ જાય. આ ચામડીને લીધે બધું રૂપાળું દેખાય છે અને આ ચામડી કાઢી નાખે તો કેવું દેખાય ? આ ગાંસડી બાંધેલી છે, તેને આ ઉપરથી કપડું છોડી નાખે તો કેવું દેખાય ? એ જાગૃતને તો તેવું જ દેખાય બધું. સંપૂર્ણ જાગૃતિ ક્યારે કહેવાય ? આ બધું એને એવું જ દેખાય. પણ આ કાળનું વક્રપણું એવું છે કે એ જાગૃતિને ટકવા ના દે, માટે ચેતતા રહેવું જોઈએ. નહીં તો સવારના પહોરમાં બોલવું અને એને ‘સિન્સીયર’ રહેવું. ચોથા આરામાં જો મેં આ જ્ઞાન આપ્યું હોત તો મારે આવાં ચેતવવા ના પડત. આ પાંચમો આરો બહુ કઠણ આરો છે, બહુ વક્ર આરો છે, બહુ વક્રતાવાળો છે. વક્રતા એટલે કપટ, કપટનું સંગ્રહસ્થાન જ કહોને !
SR No.008847
Book TitleBhramcharya Uttaradh
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy