SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : હવે પહેલાં સ્ત્રી વિષય એ સારું છે માનેલું, એટલે તો આ મહીં ગાંઠો ભરાઈ છે, હવે આ ઊડી જશે આસ્તે રહીને. નવું માલ ભરતો નથી. એટલે તારે જોખમ રહ્યું નહીં ને ! નવું ભરાય એવું જ્ઞાન જ નથી ને આપણું ! ૧૨૦ સત્સંગમાં ય સાવધ રહેવું ! સ્ત્રી-પુરુષમાં વિકાર ના હોય એ પવિત્ર. તમે જેટલો કામનો બદલો આપો, તેના કરતાં વધારે બદલો તમને મલે. એટલે આ કરવાનું. જગત કલ્યાણ થાય અને આપણું. નહીં તો આ તો કશો માલ જ નહોતો. મીઠું-મરચું ય નહોતું ને ! એ તો હવે છે તે નવેસરથી મોટીમોટી દુકાનો થઈ. પ્રશ્નકર્તા : વિષય સંબંધી ખાસ ધ્યાન રાખવું પડે છે. ગામોગામ જઈએને, ત્યાં જેન્ટસ્ કરતાં લેડીઝ વધારે હોય હંમેશ માટે. આ ગામેગામ સત્સંગમાં જઈને તો સીત્તેર ટકા તો લેડીઝ જ હોય અને ત્રીસ ટકા જ પુરુષો હોય. એટલે બ્રહ્મચર્ય સંબંધી ખૂબ જાગ્રત રહેવું પડે. એ લોકોનો બધો રિસ્પોન્સ બહુ હોય. જેમ કે પદ ગવડાવે સુંદર, તો એ લોકો આમ ખુશ થઈ જાય. દાદાશ્રી : આવું તો સ્થૂળ અબ્રહ્મચર્ય થાય નહીં ને ! આ તો અહીં આગળ સૂક્ષ્મમાં ભાંજગડ છે. તે રસ્તામાં-શહેરોમાં ભેગા થાય. પેલા ગામડામાં તો એટલું બધું રુચિનું કારણ જ ના હોય ને ! પ્રશ્નકર્તા : પણ ગાંઠો ફૂટે કો'કવાર. દાદાશ્રી : એને તો તોડી નાંખીએ. પ્રશ્નકર્તા : એનું નિવારણ તરત થઈ જાય. તરત જ પાંચ મિનિટમાં. દાદાશ્રી : જેટલું ધોવાયું એટલું ઓછું. ‘શૂટ ઓન સાઈટ’ જ હોવું પ્રશ્નકર્તા : ‘શૂટ ઓન સાઈટ' જ થઈ જાય. આ તો અમારે પેલા જોઈએ. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ભેગા થવાના પ્રસંગો આવે ને. આમ તો ઘેર હોય તો આવે નહીં. દાદાશ્રી : અનંત અવતારથી આના આ જ પડઘા. પહેલાના સંસ્કાર એ ભાન જ નહીં ને ! ૧૨૧ મતતી પોલો સામે.... એક સ્ત્રી આપણા સામે આંખ માર-માર કરતી હોય, તેમાં આપણે શું ? એ તો સ્ત્રી તો મારે જ. એમાં આપણે શું ? તૂ ખરો છું ? એવો કાયદો છે કે સ્ત્રીને આંખ ના મરાય ? એવું આપણે એને કહેવાય ? પ્રશ્નકર્તા : સ્ત્રીને ના કહેવાય, પણ ચંદ્રેશ મહીં ભેરવાઈ જાય છે, એનું શું ? ચંદ્રેશ એ ખેંચાઈ જાય છે. દાદાશ્રી : એટલે જ એ પૈણી જાય, તો એ સારું ને ! પ્રશ્નકર્તા : ના, એવું નથી જોઈતું. દાદાશ્રી : ત્યારે એવું જ ને ! આ જ તારી નબળાઈ ! આંખ મારે તેમાં આપણે શું ? આપણે શ્રી વિઝનથી જોઈએ તો, દેખાય શું એમાં? શ્રી વિઝન તું નહીં જોતો ? મા-બાપ આપણા ધ્યેયને બદલાવતા હોય, તો આપણે એ સાંભળતા નથી તો મનનું કેમ સાંભળીએ ? ઉઠાવી ગયું કોઈ ? પ્રશ્નકર્તા : જાતે જ ખેંચાયા. દાદાશ્રી : સાપના મોઢામાં પેસે, તેને કોઈ શું કરે ? મનને કહી દેવું કે ‘તું હવે ફસાવીશ તો હું સો રૂપિયાનો આપ્તપુત્રોને હું આઈસ્ક્રીમ ખવડાવીશ કે જમાડીશ'. તો પછી નહીં કરે તેવું. એક ભૂલે સો રૂપિયાનો દંડ ! પ્રશ્નકર્તા : એટલે ત્યારે જ મહીં થયું કે આ ખોટું છે, તો ય એ બાજુ જતું રહ્યું. મનનું માની લીધું એ વખતે. દાદાશ્રી : તો પછી હવે ખોટું થયું એ જાણે છે. ઉપરથી દરિયામાં
SR No.008846
Book TitleBhramcharya Purvardha
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages217
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy