SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સમજથી પ્રાપ્ત બ્રાહ્મચર્ય સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૩૧ આ આઈસ્ક્રીમ હોય તો ય હજુ સોપારીની જરૂર ! ત્યારે કહે, ના, એ તો મોઢું ચોખ્ખું કરવું પડે ને ! અને સોપારી ખાધા પછી શું ? હતો તેનો તે મૂઆ ! પ્રશ્નકર્તા: સાયકોલોજી એવું કહે છે કે તમે એક વખત ધરાઈને ખાઈ લો આઈસ્ક્રીમ. પછી તમને ખાવાનું મન જ ના થાય. દાદાશ્રી : એવું દુનિયામાં બની શકે નહીં. ના, એ ધરાઈને ખાધાથી તો ખાવાનું મન થાય જપણ જે તમને ના ખાવો હોય ને ખવડાય, ખવડાય કરે, રેડ રેડ કરે. તે પછી ઉલ્ટીઓ થાય ત્યારે બંધ થઈ જાય. ધરાઈને ખાય તો ફરી જાગે એ તો. આ વિષય તો હંમેશાં જેમ જેમ વિષય ભોગવતો જાય એમ વધારે વધારે સળગતું જાય. વિષય તો વધારે સળગતા જાય. જે સુખ ભોગવે છે એની તરસ વધતી જાય છે. ભોગવવાથી તરસ વધતી જાય. ના ભોગવે તો તરસ મટી જાય. એનું નામ તૃષ્ણા. ના ભોગવવાથી થોડા દહાડાં હેરાન થઈએ વખતે મહિનો, બે મહિનાં. પણ અપરિચયથી બિલકુલ ભૂલી જ જવાય પછી. અને ભોગવનારો માણસ એ વાસના કાઢી શકે એ વાતમાં માલ નથી. એથી આપણાં લોકોની, શાસ્ત્રોની શોધખોળ છે કે આ બ્રહ્મચર્યનો રસ્તો જ ઉત્તમ છે. એટલે મોટામાં મોટો ઉપાય, અપરિચય ! એટલે વિચાર આવે, એનું તોલન થાય, એના પરિણામ ખબર પડે. પરિચયમાં તો ખબર જ ના પડે ને, કે શું દોષ છે તે જ ! અને અપરિચયને લઈને વિષય છૂટે. હિન્દુસ્તાનમાં લોકો શેને બ્રહ્મચર્ય કહેવાય એ જ સમતા નથી. વિષય એ અપરિચયથી બધુ ખલાસ થઈ જાય છે. અને એક ફેરો એ વસ્તુથી છેટે રહ્યા ને, બાર મહિના કે બે વરસ સુધી છેટે રહ્યું એટલે એ વસ્તુને જ ભૂલી જાય છે પછી મનનો સ્વભાવ કેવો છે ? છેટું રહ્યું કે ભૂલી જાય. નજીક ગયું એટલે પછી કોચ કોચ કરે ! પરિચય મનનો છૂટો થયો. ‘આપણે’ છૂટા રહ્યા એટલે મને ય પેલી વસ્તુથી છેટું રહ્યું, એટલે ભૂલી જાય પછી, કાયમને માટે. એને યાદે ય ના આવે. પછી કહે તો ય એ બાજુ જાય નહીં. એવું તમને સમજણ પડે ?! તું તારા ભાઈબંધથી બે વરસ છેટો રહ્યો, તો તારું મન ભૂલી જાય પછી. મહિનો-બે મહિના સુધી કચ કચ કર્યા કરે એવો મનનો સ્વભાવ છે અને આપણું જ્ઞાન તો મનને ગાંઠે જ નહીં ને ?! ત આંતરાય મતને ! પ્રશ્નકર્તા : મનને જ્યારે વિષય તરફ ભોગવવા માટે આપણે છૂટ આપીએ છીએ, ત્યારે એ છે તો નીરસ રહે છે અને જ્યારે આપણે એને વિષયો ભોગવવા માટે કંટ્રોલ કરીએ છીએ, ત્યારે એ વધારે ઉછળે છે. આકર્ષણ રહે છે, તો એનું શું કારણ ? દાદાશ્રી : એવું છે ને, મનને કંટ્રોલ આનું નામ કહેવાય નહીં. જે આપણો કંટ્રોલ સ્વીકારે નહીં એ કંટ્રોલ જ હોય. કંટ્રોલર હોવો જોઈએ ને ? પોતે કંટ્રોલર હોય તો કંટ્રોલ સ્વીકારે. પોતે કંટ્રોલર છે નહીં, મન નથી માનતું, મન તમને ગાંઠતું નથી ને ? મનને આંતરવાનું નથી. મનના કૉઝીઝને આંતરવાના છે. મન તો પોતે, એક પરિણામ છે. એ પરિણામ બતાવ્યા વગર રહેશે નહીં. પરીક્ષાનું એ રિઝલ્ટ છે. પરિણામ બદલાય નહીં, પરીક્ષા બદલવાની છે. એ પરિણામ જેનાથી ઊભું થાય છે એ કારણોને બંધ કરવાના છે. ત્યારે તે શી રીતે પકડાય ? શાનાથી ઊભું થયું છે મન ? ત્યારે કહે, વિષયમાં ચોટેલું છે. ‘ક્યાં ચોટેલું છે' એ ખોળી કાઢવું જોઈએ અને પછી ત્યાં કાપવાનું છે. પ્રશ્નકર્તા : એ વિષયોમાંથી બંધ કેવી રીતે કરવું મનને ? દાદાશ્રી : વિષયોમાંથી બંધ નહીં કરવાનું. જે વિષયો મન ઊભા કરે છે અને એ મન છે તે પછી પકડ પકડે છે. એ વિષયોને આપણે જ્યાં ત્યાં એ ધીમે ધીમે કમી કરવા જોઈએ. એટલે એના કૉઝીઝ બંધ કરવા જોઈએ. આપણે પાડોશીને કહીએ કે ભઈ, તમારે અમારી જોડે ઝઘડો કરવો નહીં. અમારી જોડે આ તકરાર કરવી નહીં, તો ય તકરાર થયા કરતી હોય તો આપણે ના સમજીએ કંઈ ભૂલ બીજી જ છે. સમજીએ કે ના સમજીએ ? ત્યારે કહે, શી ભૂલ ? ત્યારે કહે, આ ઝઘડો ના થાય એવા કારણો ઊભા કરો પછી. એટલે પેલો ઝઘડો તો થઈ જ જશે થોડા દહાડા,
SR No.008846
Book TitleBhramcharya Purvardha
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages217
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy