SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૨૪૧ ખાતો હોય. એટલે મુખ્ય વસ્તુ જ્ઞાન છે. પ્રશ્નકર્તા : ઊર્ધ્વગામી અને અધોગામી, એ બન્ને ‘રિલેટિવ' શબ્દો ના થયા ? દાદાશ્રી : હા, ‘રિલેટિવ” જ કહેવાય. પણ ‘રિલેટિવ'માં આમ ફેરફાર થાય તો આપણને લાભ મળે ! તે આપણા “જ્ઞાનથી’ ફેરફાર થાય એવું છે. આપણે શું કહીએ છીએ કે આપણે જ્ઞાન પ્રગટ રાખીએ, તો બધો ફેરફાર એની મેળે થયા કરે. આપણું જ્ઞાન પ્રગટ નહીં રાખવાથી એ ફેરફાર થતો નથી. રિલેટિવમાં તો આપણે કશું કરી શકીએ તેમ નથી, પણ આપણે આપણામાં કરી શકીએ તેમ છીએ અને તેનો ફોટો ‘રિલેટિવ' ઉપર છે. એટલે આપણે ખાલી જાગૃતિ જ રાખવાની છે. વીર્યના પરમાણુ સૂક્ષ્મરૂપે ઓજસમાં પરિણામ પામે છે, અને પછી નીચે ઉતરવાનું અધોગામી રહેતું નથી, આ મારો અનુભવ છે. એ શક્તિઓ જે ડાઉન થતી હતી તે ઉપર ચઢે છે. એ સંસારમાં ખાધું-પીધું, તે બધી જ શક્તિ બે રીતે પરિણામે પામે. એક સંસારરૂપે ને બીજું ઐશ્ચર્યરૂપે ! અહો, અહો ! એ આત્મવીર્યવાળાને ! પ્રશ્નકર્તા : આ જાગૃતિ વધતાં વધતાં અમુક લિમિટ સુધી આવ્યું એટલે આટલે સુધી આવીને અટકે. પણ બીજા કોઈ પ્રકારનું આમ વ્યવહારમાં રીવોલ્યુશન ખુલવાં જોઈએ, એ નથી ઊભું થતું. દાદાશ્રી : તારે વ્યવહારિક બહુ નહીં ને ! પણ હજુ એ શક્તિ હવે ઊભી થશે. આત્મવીર્ય જ નથી ને ! આત્મવીર્ય પ્રગટ થતું નથી. એવું છે ને, તારું મન આટલું ય વ્યવહાર સહન કરવાની શક્તિ ધરાવતું નથી એટલે ભાગે છે, ભાગીને એકાંતમાં પેસી જવા ફરે છે. પણ આ દર્શન પ્રગટ થયું એટલે ‘પોતાની’ ગુફામાં પેસી જતાં તને આવડ્યું, નહીં તો તો વેષ થઈ પડત ! પ્રશ્નકર્તા : આપે જે કહ્યું કે આત્મવીર્ય પ્રગટ નથી થયું. તો આત્મવીર્ય શેનાથી પ્રગટ થાય ? ૨૪૨ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : આત્મવીર્ય પ્રગટ થાય ત્યારે એ વાત જ જુદી છે ને ! પ્રશ્નકર્તા : એ શું કહેવાય ? આત્મવીર્ય પ્રગટ થાય એટલે એમાં શું હોય ? દાદાશ્રી : આત્માની શક્તિ બહુ વધે. પ્રશ્નકર્તા : તો આ જે દર્શન છે, જાગૃતિ છે, એ અને આત્મવીર્ય એ બેનું કનેકશન શું? દાદાશ્રી : જાગૃતિ એ આત્મવીર્યમાં ગણાય. આત્મવીર્યનો અભાવ એટલે વ્યવહારનું સોલ્યુશન ના કરે, પણ વ્યવહાર ખસેડીને ઊંચો મૂકી દે. આત્મવીર્યવાળો તો કહેશે ગમે તે આવોને, એ ગૂંચાય નહીં. પણ હવે એ શક્તિઓ બધી ઉત્પન્ન થશે ! પ્રશ્નકર્તા : એ શક્તિઓ બ્રહ્મચર્યથી ઊભી થાય ? દાદાશ્રી : હા, બ્રહ્મચર્ય સારી રીતે પળાય ત્યારે અને સહેજ લીકેજ ના થવું જોઈએ. આ તો શું થયું છે કે વ્યવહાર શીખ્યા નથી અને એમને એમ આ બધું હાથમાં આવી ગયું છે ! વર્તે વીર્ય, જયાં જયાં રુચિ ! જ્યાં રુચિ ત્યાં વીર્ય વર્તે આત્માનું. એટલે આ લોકોને રુચિ શેમાં ? આઈસ્કીમમાં ખરી, પણ આત્મામાં નહીં. આ આત્મા માટે અહીં આવવું છે કે આઈસ્ક્રીમ માટે ? તો કહે, ‘આઈસ્ક્રીમ ખાવા !” કેટલાં નીર્વાર્ય જીવો છે ! તને સમજાય આ વાત ? પેલો તો બહુ જબરો માણસ ! કોઈ પણ લાલચની વસ્તુથી લલચાય નહીં. આ દુનિયામાં કોઈ ચીજ લલચાઈ ના શકે, અને આને તો આઈસ્ક્રીમ લલચાવી જાય કોઈક વખત !! આ સંસાર ગમે નહીં, બહુ રૂપાળીમાં રૂપાળી ચીજ હેજે ગમે નહીં. પેલું જ, આત્મા તરફ જ ગમ્યા કરે, ગમો બદલાઈ જાય. અને દેહવીર્ય પ્રગટ થાય ત્યારે પેલું આત્માનું ગમે નહીં.
SR No.008846
Book TitleBhramcharya Purvardha
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages217
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy