SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૨ ૧૩ તો હમણે બંધ રાખવાની. જયારે એડમીશન લેવા જેવું થાય ત્યારે કરવાની. અમારી હાજરીમાં જરા ય એ ઊંઘ ના આવે કોઈને. ખામી નહીં આવવી જોઈએ બધી. વિનય નિરંતર રહેવો જોઈએ. આખો દહાડો મારી હાજરીમાં આંખ મિંચાય એ ચાલે નહીં અને અપવિત્રતા તો બિલકુલ ચાલે નહીં, અહીં બિલકુલ પવિત્ર પુરુષોનું કામ. પવિત્રતા હોય તો ત્યાં ભગવાન આઘાપાછા થાય નહીં ! મેં બધાને કહ્યું છે, ભઈ આવું પોલ તો ના ચાલે. એ અનિશ્ચય છે, આ આપ્તપુત્રો પૈણ્યા નથી પણ નિશ્ચય છે એટલે વર્તન બગડવા નહીં દેવાનું. એકેએકે બોલો જોઈએ, દ્રઢતાથી કોણ પાળશે ? એકેએકે બોલો ઊભા થઈને બોલોને ! [૧૧] સેફસાઈડ સુધીની વાડ. વર્તન બગડે, તેને તો ડિસમિસ કરજો. કરાર લખીને મને આપ્યા. ના ચાલે અપવિત્રતા, ભૂંડ જેવું વ્યવહાર ! ભૂંડ ને આમાં ફેર શું રહ્યો તે ?! જો પવિત્ર માણસો તૈયાર થયા છે, જગતનું કલ્યાણ કરશે ! જરૂરિસ્યાતો બ્રહ્મચર્યતા સાધકતી.... તને બ્રહ્મચર્ય માટે પણ તાવી જોતાં આવડે ખરું ? એ તાવી જોતાં આવડે તો કામનું ! બધી રીતે તાવી જોવું જોઈએ ! પ્રશ્નકર્તા ઃ આમાં મને પોતાને એવું લાગે છે કે, મારો પુરુષાર્થ બહુ મંદ છે. દાદાશ્રી : એ તો ત્યાં આગળ બધા જોડે રહેશેને, તે જો જો પુરુષાર્થનો જોગ !! પછી સ્ત્રી તો દીઠી ગમે નહીં. કારણ કે સત્સંગમાં રહેને એ તો બધા. પછી વિચારો એ બાજુ આવે નહીં ! પ્રશ્નકર્તા : એ સંગની બહુ અસર પડે. દાદાશ્રી : પછી બહુ સહેલું પડે. અત્યારે તો સંજોગો નથી ને ? તે આ બધા વિપરીત સંજોગો, કુસંગના અને પોતાને આજ્ઞા પાળવાની શક્તિ નથી બરોબર, દાદાની આજ્ઞા પાળો તો કશું નડે નહીં. એ તો આનો ઉપાય, ત્યાં બધા જોડે રહેશે ત્યારે જ થાય. એનો બીજો કોઈ ઉપાય નથી.
SR No.008846
Book TitleBhramcharya Purvardha
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages217
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy