SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૨૦૭ પાશવતા કરવી, તેનાં કરતાં પૈણવું સારું. પૈણવામાં શો વાંધો છે ? એ પાશવતા સારી હજુ, પૈણ્યાની ! પૈણવું નહીં ને ખોટા ચેનચાળા કરવા, એ તો ભયંકર પાશવતા કહેવાય, નર્કગતિના અધિકારી ! અને તે તો અહીં હોય જ નહીં ને ? પૈણવું એ તો હક્કના વિષય કહેવાય. વિચાર કરી જોજે પૈણવું કે ના પણવું, તે ? પ્રશ્નકર્તા : સવાલ જ નથી, નો ચાન્સ. દાદાશ્રી : હમણાં એવું ચોક્કસ ન થતું હોય ત્યાં સુધી ડિસીઝન ના લેવું બરોબર, ધીમે ધીમે ચોક્કસ કર્યા પછી જ ડિસીઝન લેવું. લપસણું સહજ, જો એક ફેર લપસ્યા બ્રહ્મચર્ય ભંગ કરવું એ મોટો દોષ. બ્રહ્મચર્ય ભંગ થાય ત્યારે મુશ્કેલી, હતા ત્યાંથી ગબડી પડ્યા. રોપેલું ઝાડ હોય દસ વર્ષનું અને પડી જાય તો પછી આજથી જ રોપ્યા એવું જ થયું ને પાછું દસે ય વર્ષ નકામા ગયા ને ! અને બ્રહ્મચર્યવાળો પડી ગયો. એક જ દહાડો પડી જાય એટલે ખલાસ થઈ ગયો. અને જે માણસ આટલેથી અહીંથી લપસ્યો, એટલે પછી એ જે લપસ્યો એ એટલો જ ભાગ પાછો ફરી જોર કરે, એનો એ જ ભાગ એને લપસાવડાવે પાછો. એટલે પછી પોતાના કાબૂમાં ના રહે, પછી કાબૂ-કંટ્રોલ પણ ગુમાવી દે, ખલાસ થઈ ગયો. ત્યાં અમે ચેતવાનું કહીએ. મરી જઈશ, કહીએ. ત થાય સંગ સંયોગી જાગૃતિ રહે છે ને અત્યારે ? આનંદ શરુ થઈ ગયો છે ને ! પેલા બધા તો આનંદમાં આવી ગયેલા. બધાનાં મોઢા પર નવી જાતનું તેજ આવ્યું. એક જ દિવાલ ઓળંગાય તો આનંદ શરુઆત થઈ જાય અને પ્રગટ થઈ જાય તરત અને ના ઓળંગી ને લપસ્યો તો ત્યાં આગળ પછી ગાઢ થઈ જાય. પછી પાછો ઊંધો થઈ જાય. એટલે કસોટીને ટાઈમે સાચવી લેવાનું. પાતાળ ફૂટી જાય, ને આનંદ પછી નીકળ્યા કરે ! બીજું બધું થાય તેનો વાંધો નહીં. સંગ સંયોગી ના થવો જોઈએ. ૨૦૮ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય બીજું થાય એ ય વાંધો નહીં, એનો અર્થ એવો કે એ થાય તો બહુ. એટલી બધી ફીકર કરવા જેવું નથી. પણ સંયોગ તો મરણ છે. સ્ત્રી-પુરુષનો સંયોગ એ તો મરણ જ છે, એવું તમારા માટે છે. પ્રશ્નકર્તા : એટલે મરી જઈએ પણ એ ના હોવું જોઈએ. દાદાશ્રી : નહીં, એ મરણ જ છે. એમ ને એમ મરણ જ થઈ ગયું. કારણ કે જે આનંદ પ્રગટ થવાનો હતો, તે વખતે જ આપણે લપસ્યા. જેમ ઉપવાસ કર્યો હોયને, તો થોડા વખત માટે મહીં અંદર એ સરસ થઈ જવાનો હોય, પણ એ પહેલાં તો ખઈ લીધું હોય બધું ! એટલે ચેતતા રહેજો. નહીં તો આ તો ફરી આ ભૂમિકા મળે નહીં, આ ભૂમિકા કોઈ કાળમાં મળવાની નથી. માટે ચેતતા રહેજો. આ બધું સહેજ પણ ચૂકાય નહીં અને બહુ હુમલો થાય તો પછી મને ખબર આપજો અને બીજું બધું થાય તે એનું કંઈ જરૂર જ નથી. એ બધું યુઝલેસ ! સ્ત્રીપુરુષનો સંયોગ નહીં થવો જોઈએ. બસ એટલું જ. બીજા બધાને તો હું લેટ ગો કરીશ. પ્રશ્નકર્તા : એટલે પેલા જેટલું જોખમ નહીં, બીજા બધામાં ? દાદાશ્રી : ના જોખમ નહીં. વધારેમાં વધારે જોખમ જ આ છે. આ તો આપઘાત જ છે. પેલાને થીગડા મારી લેવાય, એ દવા હોય છે બધી. હજુ તો ખરું તપ જેટલું કરશો એટલો આનંદ. આ તપ કરવાનું છે, બીજું કંઈ તપ નહીં. સામસામી નાનું હુલ્લડ થયું હોય ને ખબર આપીએ તો તરત જાપ્તો થઈ જાય. એવી રીતે જાપ્તો રાખવાનો છે. પ્રશ્નકર્તા : હવે અંદર આમ બ્રહ્મચર્ય માટે નિશ્ચય એવો થઈ જ ગયો છે ! દાદાશ્રી : નિશ્ચય તારો થઈ જ ગયો છે. મોઢા ઉપર નૂર આવ્યું ને ! પ્રશ્નકર્તા : આપણે જ્ઞાનમાં થોડી કચાશ રહે ને તો વાંધો નથી, પણ
SR No.008846
Book TitleBhramcharya Purvardha
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages217
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy