SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૧૮૫ આ તો ખાનગી લોકોને જરૂરિયાત હોય એટલી જ વાત કરવાની અને બહાર કહીને એનો શું અર્થ છે ? લોકો, જગત અડ્યા વગર રહેવાનું નથી. પ્રશ્નકર્તા: તો એ સ્પર્શથી પરમાણુઓ ક્યાં સુધી એને નીચે ઘસડી જાય છે ? સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય છે, બહુ મઝાનું છે એમ માનીને નર્યા પાર વગરનાં બધાં બીજ પડે છે. પ્રશ્નકર્તા : કેટલાંકને તો એમાં રુચિ જ નથી હોતી, રુચિ ઉત્પન્ન ય નથી થતી અને કેટલાંકને એ રુચિ વધારે પડતી પણ હોય છે. એ પૂર્વનું જ લઈને આવેલો છે ને ? દાદાશ્રી : હા એટલે પરમાણુનું એટ્રેક્શન બધું કામ કરે છે. એ તો બિચારાને હાથમાં જ નથી રહેતીને સત્તા અને વિકર્ષણ થાય તે છૂટવું ના હોય તો ય એ પરમાણુ જ પોતે વિકર્ષણ કરાવડાવે, છૂટાં પાડે. પ્રશ્નકર્તા : વિકર્ષણ થાય એટલે પરમાણુ જ પોતે છૂટા કરાવડાવે. દાદાશ્રી : હા, પોતે જ વિકર્ષણ કરાવડાવે છે, એને અમલ આપીને. પ્રશ્નકર્તા : એટલે કઈ રીતના ? દાદાશ્રી : એનો અમલ ફળ આપી અને પોતે જ વિકર્ષણ સ્વરૂપ થઈ પડે છે. પ્રશ્નકર્તા : એટલે એનો નિયમ જ છે કે આ આકર્ષણ થાય એટલે પછી એનું આ વિકર્ષણ પરિણામ આવે જ. - દાદાશ્રી : આકર્ષણ-વિકર્ષણ એ નિયમ જ છે, આકર્ષણ ક્યાં સુધી કહેવાય ? વિકર્ષણ ભેગું ના થાય ત્યાં સુધી ફળ ના આપે. વિકર્ષણનો સંજોગ ભેગો થાય એટલે ફળ આપવાનું શરુ કરે. પ્રશ્નકર્તા : આકર્ષણ ફળ આપવાનું શરુ કરે, પછી શું ? દાદાશ્રી : પછી ખલાસ થઈ ગયું ! માણસ મરી ગયો. તમારે કોઈ વાંધો નહીં. એકવાર ભોગવ્યો કે ગયો ! આ વિષય એ એવી વસ્તુ છે કે મનને અને ચિત્તને જે રીતે જતું હોય, તે રીતે નથી રહેવા દેતું ને એક ફેરો આમાં પડે કે આની મહીં આનંદ માનીને ઊલટું ચિત્તનું ત્યાં જ જવાનું વધી જાય છે અને ‘બહુ સરસ દાદાશ્રી : એ વિષય એકલો જ એવો છે કે એમાં બહુ લોચા વળી જાય છે. એક ફેરો વિષય ભોગવ્યો કે પછી એનું ચિત્ત ત્યાંનું ત્યાં જ જવાનું. પ્રશ્નકર્તા : પણ એ પૂર્વનું લઈને આવેલો હોય એવું ? દાદાશ્રી : એનું ચિત્ત ત્યાંનું ત્યાં જતું રહે, એ પૂર્વનું લઈને નથી આવ્યો. પણ પછી ચિત્ત એનું છટકી જ જાય છે, હાથમાંથી ! પોતે ના કહે તો ય છટકી જાય. એટલા માટે આ છોકરાઓ બ્રહ્મચર્યના ભાવમાં રહે તો સારું અને પછી એમ ને એમ જે સ્મલન થાય, તે તો ગલન કહેવાય. રાતે થઈ ગયું, દહાડે થઈ ગયું, એ બધું ગલન કહેવાય. પણ આ છોકરાંઓને જો એક જ ફેરો વિષય અડ્યો હોય ને, તે પછી રાતદહાડો એના એ જ સ્વપ્નાં આવે. પ્રશ્નકર્તા : ખરાબ વિચાર આવે છે, તે પણ ચિત્ત વગર આવે છે? દાદાશ્રી : હા, ચિત્તને અને વિચારને કશી લેવાદેવા નથી. પ્રશ્નકર્તા : એમ માને કે મને બહારથી કોઈ વસ્તુનો વિચાર આવ્યો, તો એ બહારની વસ્તુ આપણા ચિત્તનું હરણ કરે છે. એ થયું કે ના થયું? દાદાશ્રી : ના. એ બે વસ્તુનું બેલેન્સ નથી. આ હોય તો આ હોવું સંભવે એવું નથી. બનતાં સુધી હોય, પણ આ હોય તો આ હોય જ એવું નથી. ઘણાં ફેરો વિચાર એકલા હોય ચિત્તનું હરણ ના ય થયું હોય. ઘણાં ફેરો ચિત્ત ગયું હોય અને વિચારમાં ના હોય. એમ હોય ને એમ ના પણ હોય. મુક્ત દશાની પારાશીશી ! તને એવો અનુભવ છે કે વિષયમાં ચિત્ત જાય ત્યારે ધ્યાન બરાબર
SR No.008846
Book TitleBhramcharya Purvardha
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages217
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy