SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ ૧૫) સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આપ્તપુત્રોની પાત્રતા ! પ્રશ્નકર્તા : આપની દ્રષ્ટિમાં કેવું હોય ? આ લોકો (આપ્તપુત્રો) કેવા તૈયાર થવા જોઈએ ? દાદાશ્રી : સેફસાઈડ ! બીજું જ્ઞાન ના હોય, તેનો વાંધો નહીં. બીજા લોકોને ઉપદેશ આપવાનો, એવું તેવું ના હોય તેનો વાંધો નહીં. એમના જે સિદ્ધાંતને સેફસાઈડ રીતે રહી શકે. પ્રશ્નકર્તા : એટલે બ્રહ્મચર્યનો સિદ્ધાંત ? દાદાશ્રી : બ્રહ્મચર્ય એકલું નહીં, બધી રીતનો સિદ્ધાંત. કષાય કોઈની જોડે ના થાય. કોઈની જોડે કષાય કરવો એ ગુનો છે. જ્ઞાન મળ્યા પછી કષાય કરવો, એ શોભે જ નહીં ને ! બ્રહ્મચર્ય અને કષાયનો અભાવ. પ્રશ્નકર્તા સેફસાઈડની બાઉન્ડ્રી કઈ ? દાદાશ્રી : સામેની વ્યક્તિ આપણને જુદાં માને ને આપણે એને એક માનીએ. એ આપણને જુદો માને, કારણ કે એ બુદ્ધિના આધીન છે એટલે. જુદાં માને ને ? આપણને બુદ્ધિ ના હોવી જોઈએ. એટલે એકતા લાગે, અભેદતા ! પ્રશ્નકર્તા : સામો ભેદ પાડ પાડ કરે ત્યારે ? દાદાશ્રી : એ સારું ઉછું. એ તો એને બુદ્ધિ છે, એટલે શું કરે ? એની પાસે જે હથિયાર હોય એ જ વાપરે ને ?! પ્રશ્નકર્તા : તો આપણે કઈ રીતે અભેદતા રાખવી એની જોડે ? દાદાશ્રી : પણ એ કરે છે, એ તો પરવશ થઈને કરે છે ને બિચારો ! અને એમાં એ દોષિત શું છે ? એ તો કરુણા ખાવા જેવાં. પ્રશ્નકર્તા : એના પર થોડીવાર કરુણા રહે. પછી એમ થાય કે, ‘આના પર તો કરુણા રાખવા જેવી ય નથી.” એવું થાય. દાદાશ્રી : ઓહો ! એવું તો બોલાય જ નહીં. આવો અભિપ્રાય સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય તો બહુ ડાઉન લઈ જાય આપણને ! આવું ના બોલાય. પ્રશ્નકર્તા : કરુણા રાખવા જેવી નથી, એ ડબલ અહંકાર કહેવાય ! દાદાશ્રી : અહંકારનો સવાલ નથી. ‘કરુણા રાખવા જેવી નથી’ એવું ના બોલાય. એ આપણને એમ નથી કહેતો કે તમે મારી પર કરુણા રાખો. એ તો ઉલ્ટાં પાછા કહે ‘ઓ હોહો ! મોટા કક્ષા રાખવાવાળા આવ્યા !” એટલે બધું ખોટું. પ્રશ્નકર્તા: કષ્ણા રાખવાનો પ્રયત્ન જ ના હોય ને ? દાદાશ્રી : કરુણા એ તો સહજ સ્વભાવ છે. પ્રશ્નકર્તા: આ જે પ્રયત્ન કરવા માંડ્યો, એના રીએકશનમાં ‘નથી રાખવા જેવું’ થયું ને ? દાદાશ્રી : એ તો ખોટું. એ વાત જ ખોટી ! કરુણા બોલાય જ નહીં આપણાથી. એને અનુકંપા કહેવાય. કરુણા તો બુદ્ધિથી ઉપર જાય ત્યારે કરુણા કહેવાય !
SR No.008846
Book TitleBhramcharya Purvardha
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages217
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy