SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) પુદ્ગલ ભાવ ! ૩૩૩ ૩૭૮ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) એ ચાર્જ રૂપે છે કે ડિસ્ચાર્જ રૂપે છે ? દાદાશ્રી : ડિસ્ચાર્જ રૂપે. પ્રશ્નકર્તા ગમે તે સારા આવે, ખરાબ આવે, કોઈ પણ આવે ? દાદાશ્રી : સારા-ખોટા તો સમાજે પાડેલા, ભગવાનને ત્યાં નથી. આ તો સારા-ખોટાનું સૌ સૌના સમાજ પ્રમાણે. આપણે છે તે કોઈ બકરાને કાપવો એને પાપ ગણીએ છીએ ને કેટલાક લોકો એને પાપ નથી ગણતા. એટલે એ સમાજની વ્યવસ્થા છે સારું-ખોટું. ભગવાનને ઘેર બધું હવે એક જ સરખું. શ્યારે મોક્ષે જવું હોય ત્યારે સારા-ખોટા વિચારને જોવાની જરૂર નથી. હા, આપણા વિચારથી કોઈને દુઃખ થતું હોય તો તારે ફાઈલ ન. એને કહેવું પડેને, ‘ભાઈ હજુ ક્ષમા કરી લો. માફી માંગી લે.” કોઈને દુઃખ ના થાય એટલું જ જોવાનું. આપણા થકી કોઈ ધક્કો મારવાની જરૂર નથી. ન શોભે આપણને. ધક્કો મારીને આપણે મોક્ષે જઈએ એવું બનેય નહીં. કિંચિત્ માત્ર દુ:ખ કોઈને ન અપાય. જે વિચાર આવે છે ને, એ બધા પુદ્ગલના ભાવ છે. આખો દા'ડો બધો આ પુદ્ગલના ભાવથી જ ચાલે છે, લોકો એને ચેતન માને છે, બસ. દાદાશ્રી : બંધ કરવા માટે ભયંકર ફાંફા મારે છે. તે એ નથી થાય એવું. જ્ઞાન ને અજ્ઞાન ઓળખું તો દહાડો હૈડે. બાકી અજ્ઞાનને મારું' કહી સ્વીકારી લઈશ તો પાર નહીં પડે. મને વિચાર આવ્યો, તે અંગ્રેજોય એવું બોલે છે ને મુસલમાનોય એવું બોલે છે ને જૈનોય એવું બોલે છે. કશું ફેર ના હોય, મુસલમાનોમાં, અંગ્રેજોમાં ને જૈનોમાં ? તમે એવું જ કહેતા ને, મને વિચાર આવે છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : પાછા એવું હઉ કહે, હિંસાના વિચાર કેમ આવતા હશે, બળ્યા? એ પુદ્ગલ ભાવો છે બધા. પ્રશ્નકર્તા : પુદ્ગલ ભાવ તો અનંત કાળથી છે. દાદાશ્રી : અનંત કાળથી પુદ્ગલ ભાવ જ છે આ જગત. તે મહીં એટલા બધા પુદ્ગલ ભાવો ઊભા થઈ જાય કે ‘સાલો નાલાયક છે, આમ છે ને તેમ છે, હું તો આમ કરીશ, તેમ કરીશ.' પ્રશ્નકર્તા : હા થાય, એમ થાય છે. જાણવું પણ સાંભળવું નહીં ! દાદાશ્રી : એ જડ ભાવો, પ્રકૃતિ ભાવો, તે મહીં કૂદાકૂદ કરે. ત્યારે હવે એ સાંભળવાનો તો આપણને અધિકાર જ નથી. આપણે ચેતન ભાવો જ સાંભળવા જોઈએ. જડ ભાવો ના સાંભળી શકાય. પ્રશ્નકર્તા : સાંભળી ના શકાય કે સાંભળવા ના જોઈએ, દાદા ? દાદાશ્રી : સાંભળી તો શકાય પણ એને લેટ ગો કરવાના કે ભઈ, આ જડ ભાવ મારા નહોય, મારું સ્વરૂપ નહોય આ. પ્રશ્નકર્તા : એ મહીં કૂદાકૂદ કરી મેલે, બહુ કૂદાકૂદ કરે. દાદાશ્રી : લેપાયમાન ભાવો એ જડ ભાવો છે, પ્રાકૃત ભાવો છે. હું સર્વથા નિર્લેપ જ છું. તે આ તમે જે બધા કહો છો એ તો આને ગરીબ છે તો મદદ કરું, આમ છે, તેમ છે, તે બધાય પુદ્ગલ ભાવો છે. તે આ સ્વીકારે નહીં. એ શેય તરીકે છે. આ તો ચૈતન્યભાવ હોય તો સ્વીકારે. તમને છે તો પેલા બધા ચૈતન્ય જ લાગે, મને વિચાર આવ્યો !' પ્રશ્નકર્તા : એ તો ‘મને વિચાર આવ્યા’ કહે તો વળગી જ પડે. દાદાશ્રી : હવે આ આજનું આ ક્રમિક જ્ઞાન, બધા શું કહે છે, આ બધું બંધ થઈ જવું જોઈએ. પ્રશ્નકર્તા : બંધ કરવાનું એટલે દબાય બાય કરવાનું ?
SR No.008841
Book TitleAptavani 14 Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages243
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size135 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy