SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) પુદ્ગલની પરિભાષા ! ૩૪૭ ૩૪૮ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) ચોરી ન કરીશ. મૂઆ, આ કહેનાર કોણ ? અને કરનાર કોણ ? આ ચાર વસ્તુનું સ્વરૂપ સમજી લ્યો. આખું જગત ભાગાકાર કરે છે. તે મીંડા ઉપર મીંડા ચઢાવે છે ને નીચે ઉતાર ઉતાર કરે છે. છતાં પાર નથી આવતો. અમારો ભાગાકાર તો નિઃશેષ થઈ ગયો છે. મીંડું-બીંડું અમારે ચઢાવવાનું કે ઉતારવાનું રહ્યું જ નથી. આપણે હિમાલય ઉપર જઈએ ને બરફ પડતો હોય ને જતાં જતાં કોઈક જગ્યાએ બુદ્ધ ભગવાન જેવું પૂતળું દેખાય. બીજી જગ્યાએ બરફ પડ્યો હોય તે મહાદેવજીના દેરા જેવું દેખાય, ત્રીજી જગ્યાએ બરફમાં મહીં વોશ બેઝીન દેખાય. બરફ બધે સરખો ના પડે ? આ રાત્રે બરફ પડ્યો તે સરવાળો થયો અને સવારે સૂરજ ઊગે કે બધું ઓગળવા માંડે તે બાદબાકી થઈ. હવે બુદ્ધનું પૂતળું જોઈને બૂમો પડે કે અલ્યા, બુદ્ધની મૂર્તિ ! તે ગુણાકાર કર કર કરે ને લોકોને કહે કે અલ્યા, જુઓ પેણે બુદ્ધ ભગવાનનું પૂતળું છે. ત્યાં બધા જોવા જાય ત્યારે ઓગળી ગયું હોય, તે વખતે મહીં ભાવ બદલાયા, તે ભાગાકાર થયો. અમારો ભાગાકાર નિઃશેષ હોય. સમભાવે નિકાલ થાય તે નિઃશેષ ભાગાકાર કહેવાય. જુઓને, હવે એ જૈન પુદ્ગલ, વળી આ વૈષ્ણવ પુદ્ગલ, એ બધા પાછા વાંધા ઊઠાવનારા હોય. એને ભગવાને કહ્યું કે આ પુદ્ગલ નડે છે તને. એટલે વાંધો ના ઉઠાવવો જોઈએ. જ્ઞાની ગમે ત્યાં દર્શન કરવા જાય તો વાંધો ના ઊઠવો જોઈએ. કારણ કે એમની પાસે તો એક જ રીત હોય, વીતરાગતા. કોઈ પક્ષમાંય ના હોય, કશાયમાં ના હોય. એમની પાસે તો એક જ રીત હોય કે ગુણાકાર થયેલું હોય તેને ભાગીને સમાન કરે અને ભાગાકાર થયેલું હોય એને ગુણીને સમાન કરે. સામસામી ગુણાકાર-ભાગાકાર બે કરી નાખે, એટલે સરખું કરી નાખે, સમાન કરી નાખે. અને ક્યારે જગતને શું ગમે ? ગુણાકાર એકલો જ ગમે. ભાગાકાર કેમ કર્યો, કહેશે. અને જ્ઞાની પુરુષનું તો સમાન જ કરવાનું કામ, વીતરાગતા ! જડ એવી જોમેટ્રી છે, તેના થિયરમમાં સૉલ્વ થાય છે, તો આ થિયરમ તારો સૉલ્વ નહીં થાય ? જડ તો વ્યવસ્થિત અવળું આપીને જાય તો તે તમને જ્ઞાન આપીને જાય અને વ્યવસ્થિત સવળું આપીને જાય તો આપણને લહેર કરાવીને જાય. આપણને તો બન્ને બાજુનો લાભ જ છે. ઓર્ગેનાઈઝિંગ પુદ્ગલનું છે ને કરામતેય પાછી પુદ્ગલની છે તો પછી તું શું કામ માથું મારે છે ? એમાં શું ડખો કરવાનો ? ડખો કરો તો ડખલ થઈ જાય. જો ઓર્ગેનાઈઝિંગ આપણું હોત તોય તે આપણો અભિપ્રાય કામનો. એટલે આમાં અભિપ્રાય વિલય થઈ જાય તો જ ઉકેલ આવે. ખાય પુદ્ગલ, પુદ્ગલતે ! ક્રમિકમાં તો “આ છોડો, તે છોડો', ત્યારે કહે, ‘ભાઈ, શું કામ છોડાય છોડાય કરે છે, બા ? પુદ્ગલ પુદ્ગલને ખાય છે, એમાં તું શું કરવા વચ્ચે આડો આવું છું ?” મૂળ વાત જુદી જાતની છે. પ્રશ્નકર્તા : ખરી વાત છે. દાદાશ્રી : આ તો પુદ્ગલ પુદ્ગલને ખાય છે, આત્મા ખાતો નથી. કોઈ છોકરાને સામે બહારવટિયા મળ્યા, તે કાન કાપે, નાક કાપે ને પછી શાક કરે તો શું થાય ? શું અસર થાય ? એ તો પુદ્ગલનું શાક કરે છે, ઓછા આત્માનું શાક કરે છે ? પુલ પુદ્ગલને ખાય તેમાં આત્મા ઉપર ઉપકારેય શું અને ના ઉપકારેય શું ? લોકો જાણતા નથી, તેને તો શ્યાંથી સક્કરટેટી કાપે (પુદ્ગલ, દેહ, ફળ) ત્યાંથી આત્મા જ કપાય અને જે આત્માને જાણે છે તેને તો સક્કરટેટી શ્યાંથી કાપવી હોય ત્યાંથી કાપે. એને મસળવી હોય તોય મસળે, પણ આત્મા કપાવાનો નથી. જગત આખુંય સક્કરટેટી જ છે. દેવલોકોય ભોગવાઈ જાય. દેવીઓ ભોગવાઈ જાય છે. કેટલીક બુદ્ધિવાળી, કેટલીક બુદ્ધ, કેટલીક અબુધ, એવી બધી જ સક્કરટેટીઓ જ છે !
SR No.008841
Book TitleAptavani 14 Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages243
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size135 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy