SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) પુદ્ગલની પરિભાષા ! ૩૪૩ ૩૪૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) અતિક્રમણ આત્મા થકી થયું હોય તો પૂરણ છે. સ્વપરિણતિથી થયું હોય તો પૂરણ છે. પરપરિણતિથી થયું હોય તો ગલન છે. પ્રશ્નકર્તા : દાદા, આ ચંદુભાઈ કરે તો એમને તો રાગાદિ કશું હોય નહીં, તો પછી એમને અતિક્રમણ શું ને પ્રતિક્રમણ શું ? દાદાશ્રી : રાગ-બાગ બધું ચંદુભાઈને જ છે. તેથી જ અમારે અહીં આગળ આવે છે કે જ્ઞાનીઓની ભાષામાં કોઈ જીવતું-મરતું નથી. એવું આવ્યું ને ? ‘જીવતો-મરતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં, પ્રતિષ્ઠિત આત્મા જીવે, ભ્રાંતિરસના સાંધામાં.” અરે, દોષિત જ નથીને ! મને દોષિત કોઈ દેખાતું નથી. દોષિત છે જ નહીં. આ દોષિત ભેદ સ્વરૂપથી છે. ભેદબુદ્ધિથી દોષિત દેખાય છે. જેની ભેદબુદ્ધિ ગઈ, તેને અભેદ દૃષ્ટિ ઉત્પન્ન થઈ. ત્યાં દોષિત જેવું કશું છે જ નહીં, પ્રેમ જ છે. પ્રશ્નકર્તા : ખાઈએ છીએ ખાવાનું એ પુદ્ગલ અને પીવાનું એ પુદ્ગલ, બધું પુદ્ગલ ? દાદાશ્રી : આ પુદ્ગલ બધું. પ્રશનકર્તા : તો પછી આ શરીરેય પુદ્ગલ ? આ દવા ખાવી, એ બધી પુદ્ગલ ? દાદાશ્રી : પુદ્ગલ. પ્રશનકર્તા : તો પુદ્ગલને પુદ્ગલ સહાય કરે ? દાદાશ્રી : હં. એક પુદ્ગલ બીજા પુદ્ગલને અથડાય, એટલે તૂટી જાય બધું પુદ્ગલ. એ સહાય કરે અને નુકસાનેય કરે, આત્મા તેવો નથી. પ્રશ્નકર્તા : એ તો નિરાળો છે. દાદાશ્રી : આ તો પુદ્ગલને આત્મા કહે છે. એટલી જ ભાંજગડ છે, બળી. પ્રશનકર્તા : પણ આ બધું પુદ્ગલ પણ પેલું ગજબનું પુદ્ગલ. આ પુદ્ગલથી પુદ્ગલને નુકસાન ઘણું થાય, તોફાનેય પુદ્ગલ કરાવે. દાદાશ્રી : તે બધુંય કરાવે ને ! શાંતિય કરાવડાવે પાછું. જજમેન્ટેય એ આપે ને આરોપીય થાય, વકીલેય એ. ભૂખ લગાડે છે પુદ્ગલ, ભૂખ મટાડે છે પુદ્ગલ. ભૂખને માટે બધું પકવે છેય પુદ્ગલ. રાંધી લાવે છે તેય પુદ્ગલ, વહેંચે છે તેય પુદ્ગલ, ખાય તેય પુદ્ગલ. બધી પુદ્ગલની બાજી છે. તેમાં ‘હું'પણું કે ‘હું કરું છું' એવું કહે એ ભ્રાંતિ. એ ચોંટી પડ્યો તેથી આ ફસામણ છે. આપણે કહીએ કે આ ભાવ ખોટો છે. બહાર નીકળી જા. પણ હવે લોકો શી રીતે નીકળે ? જ્ઞાની વગર નીકળે નહીં. એનો રસ્તો, જાણકાર જોઈએને ? અને સ્વરૂપનું ભાન જોઈએ. સ્વરૂપના ભાન વગર નીકળે નહીં. એટલે ફસાયું છે બધું જગતેય. આઈ ફસ્યા ભઈ, આઈ હસ્યા. ચિંતા-કકળાટ થાય છે તેય પુદ્ગલને થાય છે, આત્માને થતા નથી. પ્રસનકર્તા : આત્મા પૂરાઇ ગયો. એને છૂટવું છે હવે ? દાદાશ્રી : એ પાછો મુક્ત જ છે. પણ એ ભાન થાય તો બધું સર્વસ્વ મુક્ત થાય. ‘તમે’ મુક્ત થઇ ગયાને હવે. બધી પુદ્ગલની બાજી છે ! જ્ઞાનીઓની ભાષામાં કોઈ મરતું જ નથી અને લોકભાષામાં બધા લોક મર્યા જાય છે. ભ્રાંતિમાં એવું ભાસે ભ્રાંતિ એટલે આ હાથ આમ આંખે દબાઈ જાયને તો આ લાઈટ બે દેખાય. દેખાય કે ના દેખાય ? અલ્યા, બે નથી, એક જ છે. ત્યારે એ કહે છે, “બે છેને.’ આપણે કહીએ, ‘એક છે.’ તે ના માનતા હોય તો પછી આ હાથ આપણે ખેંચી લઈએને એટલે તરત એક જ દેખાય.
SR No.008841
Book TitleAptavani 14 Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages243
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size135 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy