SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) જાય છે અને અજ્ઞાનીઓને તો આવે છેય ખરાબ ને જાય છે પણ ખરાબ. (૮) ખોરાકના પરમાણુની અસરો ! ૩૦૭ તો જોઈએ ને ! યોગ્ય આહાર, નિયમિતતા, જતન આ મશીનરીનું પણ હોવું ઘટે. આ તો પરમાણુનું વિજ્ઞાન છે. માટે જ યોગ્ય શુદ્ધ આહાર જતનપૂર્વક હોવો ઘટે. આ શરીર આખું પરમાણુનું બનેલું છે. તે શરીર માટે ખોરાક આવે ત્યારે ચાળીને નાખજો. ગમે તેમ ના નાખશો. એટલે આમીસ ખોરાક (માંસાહાર) ખાતો હોય તો એનું મન એવું હોય, વૃત્તિઓ રમખાણી હોય. કોઈક જગ્યાએ વઢવાડ થતી હોય તો હા પીધા વગર નીકળી પડે એવી વૃત્તિ દોડતી હોય. અન્ન એવો ઓડકાર, પાણી એવી વાણી. આમીસ ખાતો હોય એને ત્યાં પાણી એક જ તળાવમાંથી જતું હોય, પણ ત્યાં ‘મરી મટકી, મેરા પાણી’ માલિકીભાવ હોય. તેથી તેને ત્યાં પંદર દહાડા સીધો માણસ પાણી પીવે તો એય ‘સાલે’ બોલતા શીખી જાય. શાથી ? ત્યારે કહે, ‘એના ઘરે પાણી પીધું છે.’ તેથી અમે કહીએ, ‘અમારે ઘેર પાણી માંગીનેય પીજો, કાંઈક નાસ્તો માંગીને લેજો, હા-પાણી માંગીને લેજો, કાંઈક લેજો તો અમારા પરમાણુ તમારામાં પેસશે.’ પરમાણુ શું કહે છે કે અમે વીતરાગ છીએ. તમે જેટલું ઈચ્છો એટલું સુખ તમને મળશે. એ સુખ તમારા ભોગે છે, અમારા ભોગે નથી. આ એક મરચાંનાં ભજિયાં જો ખાધાં ને પછી સ્મૃતિમાં રહ્યાં, તે પરમાણુ પાછળથી એવો કડવાટ ઊભો કરે કે ના પૂછો વાત ! ખાનારનું ખાવાનું કામ કેમ પૂરું થતું નથી ? જો તું પોતે ખાનારો હોય તો તો પૂરું થવું જ જોઈએ. પણ આ તો પૂરણ-ગલન છે. જે છે તે દેહ ખાય છે. તારા પોતાનો ખોરાક તો પરમાનંદી છે તે ખાને ! પણ તે તો તું જાણતો નથી. રહસ્ય, ટીબીની બિમારી તણું ! પ્રશનકર્તા : જ્ઞાન મળ્યા પછી બિમારી આવે છે તે શું છે ? દાદાશ્રી : ખરાબ પરમાણુ નીકળતા જાય છે અને સારા ભરાતા માથું ચઢે છે તેમાં આપણે કરવું પડે છે કંઈ ? અને બીજાને કહો કે ચઢાવી જો જો માથું ? આ તો અંદરના પરમાણુ અને બહારના સાંયોગિક પુરાવા. ડૉક્ટરો તો જમ્ન જુએ, પણ જન્મે શેને આધીન છે કે જે પરમાણુ મહીં રહ્યા છે કે જે ફળ આપવાને સન્મુખ થયા હોય, એથી તાવ આવે ને તોફાન થાય. ફળ આપીને નિઃસત્વ થાય. આપણા પુણ્યના આધારે પેલા સારા પરમાણુ આવીને ઊભા રહે. દવા મદદ આવીને ઊભી રહે. આ બધી ગોઠવણ જુદી જ છે. આ લોકો માને છે તે એક ટકોય સાચું નથી. આ તો હું મારા જ્ઞાનમાં નિરંતર જોઉં છું. એક માણસને ટીબીના જંતુ માખણમાં ખવડાવે તોય ટીબી ના થાય ને એકને દસમે ઘેર ટીબી હોય તે તેને ત્યાં આવીને પડે છે. તે મૂળ કારણ પરમાણુઓ તમારામાં છે. બાહ્ય પુરાવા ભેગા થયા ત્યારે પરમાણુઓ સ્થૂળ સ્વરૂપે નીકળે, ત્યારે ટી.બી. થાય. તે આ તમારું સપોઝીસન છે ખાલી. બહારથી ટી.બી.ની જીવાત ચઢી ગઈ કહે છે, તો આને ક્યાંથી ચઢી ? નર્સ-ડૉક્ટરને કેમ ટીબી નથી થતો ? ત્યારે કહે, “એને રેઝિસ્ટન્સ પાવર છે.” અલ્યા, ખોટુંઊંધું શું કરવા બોલો છો ? શ્યાં ગ્યાં આ ફેફસાની અંદર કોઈપણ વસ્તુનો મહીં ભરાવો થયો અને એ વસ્તુ વધુ ટાઈમ રહે એટલે એનો સડવા જેવો પ્રકાર થવા માંડે. જીવનો નિયમ એવો છે કે શ્યાં એનો ખોરાક ઉત્પન્ન થયો, એ ત્યાં જઈને ઊભો રહે. માટે તમારે શ્યાં અંદર કંઈ પણ બગાડે છે એને કાઢો આપણે, તો જીવ નહીં આવે. પ્રશ્નકર્તા : ખોરાક ઉત્પન્ન થાય, તે એ દૂર કેમ કરીને થાય ? એ તો થાય જ નહીં ને દૂર ? દાદાશ્રી : એ આપણે શું કહેવા માંગીએ છીએ કે એને ટી.બી.
SR No.008841
Book TitleAptavani 14 Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages243
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size135 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy