SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) લીંક, ભાવ અને પરમાણુની ! ૨૬૩ ૨૬૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) તો આખું જગતેય એક્સેપ્ટ કરે છે પણ જડની શક્તિ ભયંકર શક્તિ છે. આત્મા કરતાં વધી જાય એવી શક્તિ છે. એટલે જ આ બધું ફસાયું છે ને, નહીં તો આત્મા મહીં ફસાયા પછી ધારે ત્યારે કેમ ના છૂટી જાય ? ત્યારે કહેશે, ના, શ્યાં સુધી આ વિજ્ઞાન નહીં જાણે ત્યાં સુધી છૂટે નહીં. પોતે અસલ વિજ્ઞાનમાં નહીં આવે ત્યાં સુધી છૂટે નહીં. એટલે આ બધું સાયન્સ છે. ધર્મ તો અમુક હદ સુધી છે. યોગ્યતા લાવે માણસમાં, એક જાતના ફોર્મેશનમાં આવે છે. ફોર્મેશનમાં આવ્યા પછી આ એને પ્રાપ્તિ થઈ જાય. અમુક નોર્માલીટી આવી ગયા પછી આ એને સાયન્સ મળે તો જ કામ થાય, નહીં તો ન થાય. આમ ભાવ કરતાંની સાથે આખું પરમાણુ ચેન્જ થઈ જાય છે. અને આત્માનો સ્વભાવ મૂળેય એવો છે કે જેવું કહ્યું તેવો થઈ જાય. તેથી અમે તમને કલ્પના શી આપીએ છીએ ? કે તું શુદ્ધાત્મા જ છું. તમે બીજી રીતે કંઈ છો જ નહીં અને ખરેખર એઝેક્ટ એમ જ છે, ગમ્યું નથી કરાવતા. ગડું મારેલું રહે નહીં. એક કલાકેય ટકે નહીં. વખતે છ મહિના ટકે અંધશ્રદ્ધાથી, તો પણ લાંબો કાળ રહે નહીં. એ તો તુટી જ જાય અને તે મહીં શાંતિ ના આપે. ‘હું શુદ્ધાત્મા છું' એ નિર્વિકલ્પ દશા છે એમાં પરમાણુ પેસતા નથી. વિકલ્પમાં પરમાણુ પેસે. ગુહ્ય વિજ્ઞાન - કારણ દેહમાંથી કાર્ય દેહ તણું ! પ્રશ્નકર્તા : હવે એ ચાર્જ થયેલા પરમાણુ જે છે એ જ કારણ દેહ ? દાદાશ્રી : હા, કારણ શરીર એટલે ચાર્જ થયેલા પરમાણુ, એ કોઝલ બોડી. કોઝલ બોડી આત્માની જોડે જોડે આવે. પ્રશ્નકર્તા અને પછી જન્મ થયો કે ડિસ્ચાર્જ થવાનું શરૂ થાય ? દાદાશ્રી : ના. આ અંદર ગર્ભમાં પેઠો એટલે ઈફેક્ટિવ બોડી બંધાવાની શરૂઆત થાય. તે જન્મ થતાં સુધી બધી ઈફેક્ટિવ બોડી બંધાઈ રહે. હવે હોય બોડી નાની, પણ એમાં આખી જીંદગીની બધી જ ઈફેક્ટ, એમાં આટલામાં રહી છે. એટલે બહાર જેમ જેમ સંજોગો મળશે, તેમ ઈફેક્ટો ફળ આપતી જશે. એમાં શરીર આવડું નાનું) છે પણ મહીં સ્ત્રી વિષયવિકારો છે. વિષયના પરમાણુ છે પણ તે આ હમણે, અત્યારે જન્મીને નહીં હોય. એ તેર-ચૌદ વર્ષ પછી, પંદર વર્ષ પછી, વીસ વર્ષ પછી પણ એને વિષય ફૂટશે. શ્યારે કાળ પાકે, ત્યારે એ ફળ આપવાને માટે તૈયાર થાય. બાકી મહીં માલસામાન બધો ભરેલો છે આટલામાં. પ્રશ્નકર્તા : એ તો જેમ આપણે વડનું પેલું બીજ છે, એમાં આખો વડ સમાયેલો છે. દાદાશ્રી : બીજમાં આખો વડ સમાયેલો છે, એવી રીતે આ બીજમાં સમાયેલું છે બધું. બીજ એ જન્મસ્થાન કહેવાય છે, તે એના આધારે પછી આપણે અહીં જન્મ્યા. ગર્ભમાં દાખલ થાય છે, ત્યાંથી શરૂઆત થાય છે ઈફેક્ટિવ બોડી બંધાવાની, તે જન્મે ત્યારે ઈફેક્ટિવ બોડી બંધાઈને તૈયાર થઈ ગયું હોય. પછી ભઈ આવડા જ હોય પણ એમાં બધોય સામાન, ચાર વખત પૈણવાના હોય, તો ચાર વખત પૈણવાનું-બૅણવાનું બધું હોય. પ્રશ્નકર્તા : કેટલા છોકરા છે, કેટલું આ છે, શું થવાનું છે એ બધું... દાદાશ્રી : એ બધો વેષ ! પછી ઈફેક્ટ ફળ આપે, એમ ડિસ્ચાર્જ થતું જાય. પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ ચાર્જ બેય થતું જાય, જ્ઞાન ન લે ત્યાં સુધી ? દાદાશ્રી : ડિસ્ચાર્જ-ચાર્જ બંને થતું જાય, એનું નામ સંસારને. ડિસ્ચાર્જ ભોગવે, એને ચાર્જેય ખરું. કારણ કે નહીં તો પાછો આવતો ભવ શું કરે પાછું ? અજ્ઞાની છે ને ! પ્રશ્નકર્તા : એટલે આ પરમાણુ જે છે એ બીજમાં જ હોય કે બહાર હોય ? બીજ જે પેલું કારણ શરીર આવે, એ કારણ શરીર એ
SR No.008841
Book TitleAptavani 14 Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages243
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size135 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy