SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ક્રિયાવતી શક્તિ ! ૨૧૧ ૨૧૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) પોતે પોતાને ઓળખવાનું જ્ઞાન ધરાવતો નથી ત્યાં સુધી આ નબળાઈ છે અને પોતે પોતાનું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું, આત્મજ્ઞાન થઈ ગયું, એટલે છૂટો થઈ જાય. પ્રશ્નકર્તા : પોતે આત્મા ચેતન હોવા છતાંય એ આ જડ શક્તિમાં કેવી રીતે ફસાય છે ? દાદાશ્રી : આ તત્ત્વો બ્રહ્માંડમાં બધાં ભેગાં હતાં એટલે ફસાયા છે. બે વસ્તુ ભેગી થવાથી પોતપોતાના ગુણધર્મને છોડતી નથી અને ત્રીજો જ ગુણધર્મ ઉત્પન્ન થાય છે, એવી રીતે આ ત્રીજા ગુણધર્મ તરીકે અહંકાર ઊભો થઈ ગયો છે. એ શ્યારે પોતાનું જ્ઞાન મળે ત્યારે અહંકાર નાશ થઈ જાય. એટલે આ શરીરના બધા ગુણો છે ને, તેને આ આત્મા પોતે સ્વીકારી લે છે કે આ મને થાય છે, એનું નામ ભ્રાંતિ. બાકી, આત્મામાં તો રાગ નામનો ગુણ જ નથી અને રાગ ના હોય તો વૈષ ના હોય. એક ગુણ હોય તો સામો પ્રતિપક્ષ હોય એનામાં. પણ એવું કંદ ગુણો એનામાં છે જ નહીં. સ્વતંત્ર ગુણોનું ધામ છે. પરમાત્મ ગુણો છે એનામાં. પણ આ ભ્રાંતિથી ઊભું થઈ ગયેલું છે. આ પુદ્ગલની એટલી બધી શક્તિ છે કે સામાને બ્રાંત કરી નાખે એવી શક્તિ છે. જ્ઞાતીએ જ ભાળી પુદ્ગલ કરામત ! બધું પુદ્ગલ કરી કહ્યું છે અને આ લોકો માને છે કે, “કરું છું' એ “હુંયે પુદ્ગલ છે. એટલે બધું પુદ્ગલ કરી રહ્યું છે. એ પુદ્ગલની કરામત તીર્થકરો અને જ્ઞાની સિવાય કોઈનેય ના સમજાય. કરામત તો અમે જોયેલી હોય, તે વર્ણન ના કરી શકાય. એનો આકાર, એની રીત જોયેલી હોય, એનું વર્ણન થાય નહીં. એ અવર્ણનીય વસ્તુ છે. શબ્દની સીમા છે પણ એ તો અસીમ વસ્તુ. પુદ્ગલ કરામતને નહીં જાણવાથી અને નહીં સમજવાથી લોક કહે છે, ઈશ્વર કરે છે (ભગવાન ચલાવે છે). બધી કળા પુદ્ગલની કરામત છે. પહેલાં મને એમ લાગતું કે આ મારી કરામત છે અને હું રાચતો હતો પણ જ્ઞાન થયા પછી સમશ્યો કે એ પુદ્ગલની કરામત છે. મૂઆ, આ પુદ્ગલની કરામત તો જડની કરામત છે. પ્રશ્નકર્તા : આત્માને જે બિલકુલ અક્રિય કહ્યો છે એ જરા સ્પષ્ટ થતું નથી. દાદાશ્રી : એ અક્રિય જ છે, કાયમનો અક્રિય છે. પોતે આ ક્રિયા કરે છે અત્યારે, એ શ્યારે પોતે અક્રિય દેખાશે ને, ત્યારે ભગવાન થયો હશે. ત્યાં સુધી તમને શી રીતે દેખાય ? અક્રિય શબ્દ તમને શ્રદ્ધામાં હોય, એ તો પ્રતીતિ કહેવાય. પણ શ્યારે ‘પોતે’ અક્રિય દેખાશે, અનુભવમાં આવશે, ત્યારે તમે ભગવાન થઈ ગયા હશો. અક્રિય તમારી શ્રદ્ધામાં છે કે નહીં ? પ્રશ્નકર્તા : હા છે, પણ એ જરા સ્પષ્ટ કરવાની ઈચ્છા છે. દાદાશ્રી : અરે, એ સ્થૂળ નથી. સ્થળમાં ક્રિયા હોય હંમેશાંય. એ સ્થળ નથી, આ તો બહુ સૂક્ષ્મ છે. અત્યંત સૂક્ષ્મ છે એ વસ્તુ. તમે તમારી ભાષામાં લઈ જાવ છો, ક્રિયા કરવાનું. એટલે આ પેલા કુંભાર ચાક ચલાવે એવી રીતે. પ્રશ્નકર્તા : સ્થૂળ ક્રિયાઓ છે, તે કોને આધારી છે ? દાદાશ્રી : આ અહંકારને આધારી. પ્રશ્નકર્તા : અહંકાર કોને આધારી ? દાદાશ્રી : અહંકાર, પોતાના અજ્ઞાનના આધારે. અજ્ઞાન રૂટ કોઝા છે. એ ગયું એટલે અહંકાર જાય. અહંકાર જાય એટલે બધું જાય. પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માને સક્રિય-અક્રિય કહ્યો છે એ કેવી રીતે ?
SR No.008841
Book TitleAptavani 14 Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages243
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size135 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy