SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) (૩) ક્રિયાવતી શક્તિ ! ૧૯૭ ને એક વિશેષભાવી પુદ્ગલ, બે પ્રકારના પુદ્ગલ. શુદ્ધ પુલ છે તે અહીં બરફ પડ્યો હોય અને મોટું પૂતળું થઈ ગયું હોય. પછી પાછું ઓગળી જાય એ શુદ્ધ પુદ્ગલ કહેવાય અને આ અશુદ્ધ પુદ્ગલ, બે વસ્તુના ભેગા થવાથી ઉત્પન્ન થયેલું છે. પ્રશનકર્તા : શુદ્ધાત્મામાં એવી કંઈ શક્તિ હશે કે જે આ બધું કરે જરૂર છે આત્માની. (તન્મયાકાર થવાથી ચાર્જ થાય.) આત્મા હોય તો પુદ્ગલ ઊભું થાય ને ! આત્માની હાજરી (તન્મયાકાર) વગર તો કશું થાય જ નહીં ને ! દાદાશ્રી : એમાં કરવાની શક્તિ જ નથી. એ કરવાની શક્તિ નથી એટલે એ પોતે જ બંધાયો છે પુગલમાં. કરવાની શક્તિ પુદ્ગલની છે આ બધી. આ બધું પુદ્ગલનો જ કારોબાર, કરામત છે. પુદ્ગલ એની મેળે સક્રિય થયા જ કરે. કરામત નામનો સક્રિય ગુણ જગતની જાણમાં નથી. ઉત્પતિ, સ્થિતિ, લય પુદ્ગલ તણું... પ્રશ્નકર્તા : ઉત્પત્તિ, સ્થિતિ અને લય, એ પુદ્ગલની શક્તિ જ કરે છે ને ? દાદાશ્રી : બીજું શું ? દરેક પુદ્ગલનો સ્વભાવ છે કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય થયા જ કરે, નિરંતર. આત્મા ના હોય તોય થયા કરે અને આત્મા હોય તોય થયા કરવાની. માણસ મરી જાય એટલે મહીં જીવ નીકળી ગયો હોય તોય ફેરફાર થયા જ કરવાનું. એ આત્માને કંઈ લેવાદેવા નથી. પ્રશ્નકર્તા : આત્માની હાજરી વગર મિશ્રચેતનમાં તો ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય નહીં ને ? દાદાશ્રી : બધામાં થયા કરે. એને લેવાદેવા નહીં ને ! એ આત્માને ને પુદ્ગલને લેવાદેવા નહીં. પ્રશ્નકર્તા : મિશ્રચેતનમાંય ? દાદાશ્રી : આ પુદ્ગલ છે તે ડિસ્ચાર્જ પુલ છે. એટલે ચાર્જમાં પ્રશ્નકર્તા : આ ધોતિયું છે એ ઉત્પન્ન થાય, કારણ કે એ જડ છે, પણ પુદ્ગલ તે જડ વસ્તુ નથી. દાદાશ્રી : આ પુદ્ગલેય મિશ્રચેતન છે, તેનું પણ ઉત્પત્તિ, સ્થિતિ, લય થવાનું. કારણ કે જેટલી વિનાશી ચીજો છે ને, એ બધામાંય થાય અને અવિનાશીમાંય થાય. (પણ જુદી રીતે સમજવાનું.) જ્ઞાતતેત્ર ભાળે પુદ્ગલતી કરામત ! એક-એક પરમાણુએ કરીને આખું જગત બંધાયેલું છે. એક-એક પરમાણુઓનો નિયમ છે. એટલે આ જગત ગપ્યું નથી. પ્રશનકર્તા : આ દરેક પરમાણુને એની પોતાની જ શક્તિ છે ને ? દાદાશ્રી : હા, શક્તિ છે જ ને, અંદર. આવી શક્તિવાળું હોય, તે એક જ તત્ત્વ છે. તે આ રૂપી દેખાતું પુદ્ગલ પરમાણુ છે, સ્વયં કાર્યકારી છે. પ્રશ્નકર્તા: દાદાજી, પણ અરૂપી જે પુદ્ગલ છે, આપણે જેને પ્યૉર (શુદ્ધ) પરમાણુ કહીએ છીએ. દાદાશ્રી : એ પરમાણુ તો આમ અરૂપી ખરું, પણ કેવળજ્ઞાને કરીને રૂપી છે. કેવળજ્ઞાનમાં દેખાય. એટલે આપણી ચક્ષુઈન્દ્રિયથી ન દેખાય. જ્ઞાનીને રૂપી ભાસે એટલે આમ દેખાય નહીં, પણ દર્શનમાં આવે. પ્રશ્નકર્તા : ‘કરે છે કોણ એ સમજે તો ઉકેલ કાયમી કોયડો.’ દાદાશ્રી : ‘કરે છે કોણ’ એ સમજે તો ઉકેલ આવે એવો છે. પછી શું કહેવા માંગે છે ?
SR No.008841
Book TitleAptavani 14 Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages243
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size135 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy